નેટ મિત્ર શ્રી. પી.કે. દાવડાનો એક ઈમેલ…
એક વાર સમુદ્રે નદીને પૂછ્યું, ” તું ક્યાં સુધી મારામાં જળ ઠાલવતી રહીશ? ”
નદીએ કહ્યું, “જ્યાં સુધી તું મીઠો ન થઈ જાય ત્યાં સુધી.”
બસ આનાથી વધારે સારી રીતે હું પ્રયત્નની પરાકાષ્ટા વર્ણવી શકું નહીં.
-દાવડા
અને મન વિચારે ચઢી ગયું. આ રહી વિચાર હારમાળા….
- સરિતા વિશે અહીં ઘણા વખત પહેલાં સરજેલું લાંબું આખ્યાન યાદ આવી ગયું.
- પીકેના વિચારમાં ‘હા’ એ ‘હા’ પુરાવતાં મન કઠ્યું
– વાસ્તવિકતા એ છે કે, દરિયાની ખારાશ માટે નદીઓ જ જવાબદાર હોય છે! એ તો બચાડો સૂર્યપ્રકાશની મદદથી દરરોજ ટનબંધ આસવેલું પાણી ( Distilled water) અધ્ધર ચઢાવી દે છે; અને આખીયે જમીન પરની સૃષ્ટિ એનાથી નભે છે.
અને હવે અવલોકન કાળ….
- આપણે સજીવો નદી જેવા. આપણો જીવન પ્રવાહ નદી જેવો. પર્વત પિતાના ઘેરથી નીકળી પરમેશ્વરધામ જેવા સમંદરમાં વિલય.
- અને આપણો બાપ કે મા પર્વત ગણો તો પર્વત અને મેરામણ ગણો તો મેરામણ. આખા જગની ખારાશ આપણામાં સહેજમાં ભળી જાય! ( કદાચ ખારાશ ભળવાનું વધારે સહેલું હશે એમ જ ને? !)
વાંચો —- ‘ રૂપ – કુરૂપ ‘
- અને એ મેરામણ ? બધી ખારાશ ભળતી જાય તો પણં એને ઊરેથી તો મીઠી વાદળી જ પેદા થયા કરે; અને ન ઊડી શકે એવી એ ખારાશમાંથી?
રત્નો પાકે… રત્નો ….
છેવટે…
એ ત્રણ લેખોની આખ્યાન માળાના અંતે સૂઝેલો વિચાર દોહરાવું…
જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથિક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મૂળ શું છે?
એ પરિણામ શું છે?
……………….
ૐ તત સત્
Like this:
Like Loading...
Related
યાદ આવે
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો,
છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો.
લીલાંછમ આ વૃક્ષો વ્હાલાં
પ્હાડો મારા ભેરુ,
વ્હાલું મને લાગે કેવું
નાનું અમથું દેરું.
આંસુઓની પાછળ જઈને કયારેક હું છુપાતો,
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.
ફૂલ ને ઝાકળ, દળ વાદળ
ને હર્યુંભર્યું આ ઘાસ,
મારો સૌની સાથે કેવો
સહજ મળે છે પ્રાસ.
સરોવરના આ હંસ કમળની સાથે કરતો વાતો,
દરિયો સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.
– સુરેશ દલાલ
poem shared by you here is as beautiful as this article.
Nice……………..
સુઁદર પ્રક્રુતિ કાવ્ય