સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Morning – સંદેશાવલોકન !

ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક?

હા! એનું રહસ્ય છે – આજની સવારે, નેટ મિત્ર શ્રી. વિનોદ પટેલે મોકલેલ આ સરસ ઈમેલ સંદેશ.

      “Somebody has said there are only two kinds of people in the world. There are those who wake up in the morning and say, “Good morning, Lord ,” and there are those who wake up in the morning and say, “Good Lord, it’s morning.” 

થોડુંક અટપટું લાગે; પણ આ સંદેશમાં એક બહુ જ મોટી વાત કહી દીધી છે.

      આપણે કદી ન દેખાયેલા, ન દેખાય તેવા, કે, જે કદી દેખાવાના નથી તેવા – ઈશ્વરને હમ્મેશ યાદ કરીએ છીએ. પણ તેણે બનાવેલી કહેવામાં આવે છે; તેવી કેટલી બધી ચીજો જોવા છતાં પણ જોઈ શકતા નથી? અને જુઓ તો ખરા – બીજી રીતના ઉચ્ચારમાં ઈવડા ઈને ‘ગૂડ’ કહ્યો છે. અને સવારને તો બસ નિહાળી જ છે – કોઈ વિશેષણ વિના.

    આ જ છે – પ્રેક્ષક ભાવ અને કૃતજ્ઞતા ભાવ. જે કાંઈ છે – તે કોઈક અગમ્ય શક્તિના આધારે છે – એનો આભાર . અને એ હંધીય ચીજોનો કોઈ પણ ન્યાય નહીં- એમનું કોઈ મૂલ્યાંકન જ નહીં.

બસ…
એમને અવલોક્યા જ કરવાનું.
એ ગમતી હોય, કે ન ગમતી હોય…
તો પણ. 

 

 

2 responses to “Morning – સંદેશાવલોકન !

 1. Manish Pandya સપ્ટેમ્બર 18, 2014 પર 9:41 એ એમ (am)

  ભાષા કોઈ પણ હોય, તેનું એક જ કામ હોય છે અને તે છે સંપ્રેષણ કરવાનું અને તે પછી સંવાદિતા સ્થાપિત કરવાનું. હું તમને શું કહેવા માગું છે એ તમને સમજાઈ જાય તો ઘણું. પછી ભલે તે sign language માં પણ કહેવાયું હોય. ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક હોય તો તેમાં ચિંતા કરવા જેવું નથી કે તેને માટે મોટી મોટી ચિંતન બેઠકોનું આયોજન કરવાની જરૂર નથી. ‘ભાષા ને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર’. ઈશ્વરને વિશ્વની સઘળી ભાષાઓ આવડે છે એટલે કોઈ પણ ભાષામાં ઈશ્વરને પ્રાર્થના કરશો તે ઈશ્વર ને જરૂરથી પહોચશે. તે વાતમાં શંકા કરવા જેવું નથી.

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 18, 2014 પર 11:48 એ એમ (am)

  દરેક નવી સવાર નવી આશાઓ લઈને ઉગે છે .આખા દિવસ દરમ્યાન માણસ પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે .

  રાત પડે એટલે એ નિંદ્રા દેવીના શરણે જપીને સુઈ જાય છે .એક રીતે એ એક પ્રભુ શરણું પણ બને છે . જ્યારે

  એ ઘસઘસાટ સુએ છે ત્યારે જાને કે એ મૃત દશામાં હોય છે .જ્યારે સવારે જાગે છે ત્યારે એક નવા દિવસ માટે એનો

  ફરી જન્મ થાય છે .

  આપણને સવારે જીવતા ઉઠાડવા માટે અને એની આ રોજના જન્મ-મરણની અદભુત લીલાઓ માટે ભૂલ્યા વિના

  પ્રભુનો પાડ માનીએ અને આપણું રોજ બરોજનું કામ કરીએ .

  ઉપરના અંગ્રેજી અવતરણ માં બે પ્રકારના જે માણસની વાત કરી છે એ આશાવાદી અને નિરાશા વાદી માણસોની

  છે .આશાવાદી માણસને દરેક સવાર નવી – ગુડ મોર્નીગ – લાગે છે પરંતુ જે નિરાશાવાદી હોય છે એને દરેક

  નવી સવાર ગુડ નહિ પણ એક વૈતરું લાગે છે . આ દુખી માણસને એમ લાગે છે કે પાછો આ નવો દુઃખનો દિવસ

  જીવવવાનો આવ્યો ! આશ નિરાશ ભઈ ,

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: