સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રતિબિંબ – એક અવલોકન

    ઘણી વખત સોફા પર બેઠાં બેઠાં, ઘરના પ્રવેશ દ્વારની ઉપર ટિંગાડેલી ઘડિયાળનું આવું પ્રતિબિંબ જોયું છે; અને આવું જ વિચાર્યું છે.

પ્રતિબિંબ

પ્રતિબિંબ

મૂળ ઘડિયાળ

મૂળ ઘડિયાળ

       પણ આજે એ જોયું; અને ઘણા વખત પછી અવલોકનને શબ્દદેહ આપવાની અકળામણ રોકી ન શકાઈ.

     આમ તો આ ટાઈલ્સ લગાડનારની નજીવી ભુલના પ્રતાપે જ છે. બે નજીક નજીકના ટાઈલ્સ બરાબર ન ફિટ થયા હોય; એટલે આમ એક ચીજનાં બે પ્રતિબિંબ દેખાય. હું મૂળ ઘડિયાળ અને પ્રતિબિંબ બન્નેને જોઈ શકું છું; એટલે આ સમસ્યા રહેતી જ નથી. તરત સમજાઈ જાય એવી વાત છે.

મૂળ એ મૂળ
અને
પ્રતિબિંબ એ પ્રતિબિંબ.

અને હવે આની ઉપરથી એક મહામૂલું અવલોકન!

        જીવનની દરેક ચીજમાં આમ બની શકતું નથી. આપણે ઘણી વખત માત્ર પ્રતિબિંબ જોઈને જ સંતોષ માણવો પડે છે. ઘણી વખત તો એ પ્રતિબિંબનું યે પ્રતિબિંબ જ આપણી નજર સામે આવતું હોય છે. સાવ આભાસી દર્શન. મૂળ તો ક્યાંયે નજરની સામે આવે જ નહીં. અને એના પરથી આપણે કલ્પના અને તર્કના ઘોડા દોડાવી મૂળ ચીજ કેવી છે – એ અંગે અનુમાન કરીએ છીએ. અનુમાન કરીને બેસી જ નથી રહેતા, દસ- પંદર-સો વખત એનું એ જ પ્રતિબિંબ દેખાય; એટલે મૂળ ચીજ આવી જ છે; એમ ધારી લઈએ છીએ.

     આપણે કોઈ વ્યક્તિના કે સમાજના મૂળ રૂપ સુધી કદી પહોંચી શકતા નથી હોતા. પણ વર્ષોથી, દાયકાઓથી,  સદીઓથી જે દેખાય છે; એના આધારે એ વ્યક્તિ કે સમાજ માટે આપણા વિચારો – પૂર્વગ્રહી માન્યતાઓ – ઘનીભૂત બની જાય છે..

     સૌથી વધારે કરૂણાજનક બાબત તો એ છે કે, આપણી પોતાની જાત માટે પણ આમ જ બને છે. વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે, આપણા વિચારો ‘મગજ’ નામના એક અંગમાં પેદા થતા હોય છે. પણ આપણે એ મગજને જ આપણી જાત માની લઈએ છીએ. કદી એ જોઈ નથી શકતા કે, જે જોનાર છે; એ મગજ નથી; પણ એની પાછળ રહેલું ‘કશુંક’ છે. મગજ નામના એ અંગમાં એ કાળે, બહારની કોઈક ઘટનાનું એ પ્રતિબિંબ માત્ર જ છે. થોડોક જ ખૂણો બદલાય, જોવાની રીત બદલાય – અને એક ને બદલે બે, ત્રણ કે અનેક ઘડિયાળો દેખાવા લાગે. પણ એ જોનાર તો ક્યાં દેખાવાનો જ છે?  ઇલેક્ટ્રોન  માઈક્રોસ્કોપમાં પણ નહીં!

     અને જુઓ તો ખરા… એવા જ તર્ક આગળ લડાવી, આપણે એ નહીં દેખાતી જાત માટે પણ તર્ક વિતર્ક કરવા લાગીએ છીએ; અને એને ઈશ્વર/ અલ્લા/ યહોવાહ ના એક અંશ તરીકે સ્થાપિત કરી દઈએ છીએ. અથવા ‘એવું કશું છે જ નહીં – એવી નાસ્તિક દૃષ્ટિ’ .

     અને પછી એના વિશે ચર્ચાઓ/ વિવાદ/ સંઘર્ષ અને કાપાકાપી.

કેટલા બાલિશ છીએ આપણે સૌ, નહીં વારૂ ?

Advertisements

5 responses to “પ્રતિબિંબ – એક અવલોકન

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 25, 2014 પર 12:35 પી એમ(pm)

  આરસી જુઠ્ઠું નથી બોલતી . માણસ એની જાતને ગમે એટલી શણગારીને આરસીને છેતરવા પ્રયત્ન કરે પણ એનું આરસીમાં પડેલું પ્રતિબિંબ સત્ય વાત કહી દે છે . પ્રતિબિંબ આ ઘડીયાળની માફક છેતરતું હોય છે .

  જીવન આરસીમાં જેવા હોઈએ એવા પ્રતિબિંબની ખેવના રાખવામાં જ સુખ છે .

 2. pragnaju સપ્ટેમ્બર 25, 2014 પર 7:20 પી એમ(pm)

  બાળક એટલે માતાનાં વિચાર અને પિતાનાં ચારિત્ર્યનું પ્રતિબિંબ.
  આનું નામ બાળક. બાળકથી માતાનાં વિચારો અને પિતાના ચારિત્ર્યની ખબર પડી જાય. એટલા માટે શાસ્ત્રકારો કહે છે કે જો સ્ત્રી બીજ શુદ્ધ નહીં હોય, જો માતૃપક્ષ શુદ્ધ નહીં હોય તો બાળક મૂર્ખ થાય છે, જો પિતૃપક્ષ શુદ્ધ નહીં હોય, જો પિતાનું બીજ શુદ્ધ નહીં હોય તો બાળક ચારિત્ર્યથી શિથિલ થશે
  શોધો ત્યારે જ છળે પ્રતિબિંબ!
  ભરબપ્પોરે પગ તળે પ્રતિબિંબ!

  એકલતાની એ હશે ચરમસીમા
  શોધો સહવાસને મળે પ્રતિબિંબ!

  આ ટેક તો એને મળી વારસામાં
  કિરણ વળે છે કે વળે પ્રતિબિંબ?*

  હદ બહાર હંફાવે છે આત્મશ્લાઘા
  ખોળે હરણ મૃગજળે પ્રતિબિંબ!

  રોશની મથે ઓગાળવા શમાને
  એવું બને કે ઓગળે પ્રતિબિંબ!

 3. hirals ઓક્ટોબર 8, 2014 પર 11:15 એ એમ (am)

  in your next book, request you to collect such valuable comments also.

 4. ઇન્દુ શાહ નવેમ્બર 29, 2014 પર 11:48 એ એમ (am)

  આરસીમાં જોયું પ્રતિબિંબ આજે,
  વીસ વર્ષ પૂર્વેનું પ્રતિબિંબ યાદ આવે

  આરસીતો એજ પ્રતિબિંબ બદલાયા કરે
  ના સંઘરે જુનું ના નવિનની ખેવના રાખે

  સાચું દર્પણ તો તારું મન,
  જેવું મન તેવું પ્રતિબિંબ પડે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: