સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભક્તિભાવનાં ઝરણાં

      નેટ મિત્ર ડો. ચન્દ્રવદન મિસ્ત્રીએ  એમની ભક્તિભાવની રચનાઓની ચોપડી ‘ ભક્તિભાવનાં ઝરણાં’ પ્રેમપૂર્વક મોકલી.  એની ઉપર નજર ફેરવતાં, એમાંની કવિતાઓ/ સ્તુતિઓની સાથે જેમને હું ‘સી.એમ.’ ના હુલામણા નામથી બોલાવું છે – એવા ભાવસભર માણસના દિલની તસ્વીર પણ સતત ડોકાતી રહી.

      સી.એમ. ભલે વ્યવસાયે ડોક્ટર હોય; મને આ માણસ ગમે છે – કોમન મેન રીતે.  માનવતા અને ભક્તિભાવથી ઊભરાતો આ જણ ભાગ્યે જ ‘કવિ’ તરીકે ઓળખાવી શકાય. ભલે વિવેચકોને એમની રચનાઓમાં ‘કાવ્ય’ માટે જરૂરી તત્વોની ઉણપ લાગે; પણ….એમની રચનાઓમાં કાવ્યના મૂળ તત્વ, ‘ભાવ’ ની ચપટીક પણ ઉણપ નથી હોતી. એમની અભિવ્યક્તિ સતત ગીતથી/ તરન્નુમથી સભર હોય છે; છલકાતી હોય છે.

એમના આ નવા પુસ્તકમાંથી એક જ રચના …

પ્રભુજી ને અરજી

અરજી લઈને આવ્યો રે પ્રભુજી,

અરજી મારી સાંભળો ને ઓ રે પ્રભુજી…(ટેક)

*

પહેલી અરજી તમે સાંભળો રે(૨)

સૌનું કરજો કલ્યાણ, ઓ રે રઘુરાય(૨) …અરજી લઈને… (૧)

*

બીજી અરજી તમે સાંભળો રે(૨)

દેજો સૌને પ્રેમ અપાર, ઓ રે રઘુરાય(૨)…. અરજી લઈને… (૨)

*

ત્રીજી અરજી  (૨)

દુ:ખ ન હોય સૌ જીવજંતુ પ્રાણીસમાન, ઓ રે રઘુરાય(૨)…અરજી લઈને… (૩)

*

ચોથી અરજી તમે સાંભળો રે(૨)

સૌના મુખડે હોય પ્રભુજીનું નામ, ઓ રે રઘુરાય(૨)…. અરજી લઈને… (૪)

*

ચંદ્ર કહે, છેલ્લી રે આ અરજી મારી  તમે સાંભળો રે

તારી ભક્તિમાં કર દે મુજને પાગલ ઓ રે રઘુરાય(૨)….અરજી લઈને.. (૫)

        એમની છેલ્લી અરજી જ પોતાના માટે છે – અને તે પણ ભક્તિરસમાં ડુબી જવા માટે – પાગલ થઈ જવા માટે. બસ!  ભક્તિરસમાં પાગલ થઈ જવાની આ લગન સી.એમ.ને મુઠ્ઠી ઉંચેરા આદમી બનાવી દે છે.

એમની ઘણી બધી આવી રચનાઓ અહીં માણો.

એમનો પરિચય આ રહ્યો.

એમના એ સરસ, પુસ્તકનું મુખડું આ રહ્યું…

???????????????????????????????

14 responses to “ભક્તિભાવનાં ઝરણાં

 1. chandravadan ઓક્ટોબર 7, 2014 પર 10:59 એ એમ (am)

  Sureshbhai,
  After getting the New Book…..your gesture to publish a Post on your Blog is really appreciated.
  I hope you liked reading it !
  Best Wishes to you always !
  Chandravadan ( Your CM)
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 2. nabhakashdeep ઓક્ટોબર 7, 2014 પર 6:09 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈએ ભેટ મોકલેલ.‘ ભક્તિભાવનાં ઝરણાં’ ની.ભક્તિ વંદનાની રચનાઓ શ્રી સુરેશભાઈએ કહ્યું તેમ, એક ભીતરમાં ભાવ લહેરાવી દે છે. તેમના વ્યક્તિત્ત્વની ભીંનાશ સૌને સ્પર્શી જાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel ઓક્ટોબર 7, 2014 પર 6:44 પી એમ(pm)

  ભલે વિવેચકોને એમની રચનાઓમાં ‘કાવ્ય’ માટે જરૂરી તત્વોની ઉણપ લાગે; પણ….એમની રચનાઓમાં કાવ્યના મૂળ તત્વ, ‘ભાવ’ ની ચપટીક પણ ઉણપ નથી હોતી.

  સુરેશભાઈ ના આ કથન સાથે સંમત છું .

  ડો। ચન્દ્રવદનભાઈની રચનાઓમાં ભાવ અને ભક્તિનાં ઝરણાં વહેતાં હોય છે.

 4. aataawaani ઓક્ટોબર 8, 2014 પર 8:37 એ એમ (am)

  મિસ્ત્રી ભાઈની કવિતા એટલે હૈયા સોંસરવા ઉતરી જતા અસરકારક શબ્દો આતાના રામરામ .

 5. pravina ઓક્ટોબર 8, 2014 પર 3:17 પી એમ(pm)

  હ્રદયના ભાવ અને ઉર્મીથી છલોછલ ઉભરાતું પુસ્તક એટલે “ભક્તિભાવના ઝરણાં” !

 6. Dilip Gajjar ઓક્ટોબર 8, 2014 પર 4:34 પી એમ(pm)

  શાંત સૌમ્ય ને નિખાલસ ચન્દ્રમા જેવું વદન !
  નામ જેવા ગુણ ફેલાવી રહ્યું છે જેનું મન !

  સજ્જનો ને મિત્રના પગલાં પડે સોહે સદન,
  ક્યાંથી આવે જાય ક્યાં મૈત્રીતણું ઝરણું અગમ

  સાત સાગર પાર પહોંચી જઈ મહેંકી ઊઠ્તી
  પ્રેમ બંધુ મિત્રતાની ભાવના સૌથી ગહન

  આ જ સખ્ય ભાવથી ઈશ્વર નિવેદન થઈ શકે
  સર્વ દૈવી પૂષ્પથી શોભી ઉઠે જીવન ચમન

  આપની આ ભાવના સૌરભ ભૂલાશે નહીં
  મિત્રતાના ભાવને દિલથી કરું છું હું નમન

  સખ્યભાવોનું નિરૂપણ શબ્દમાં ક્યાંથી કરું ?
  મૈત્રીના વિશાળ ભાવોને પડે નાનું ગગન !

  પ્રિય ચન્દ્રવદનભાઈનું ‘ભક્તિભાવના ઝરણાં’ ખરા અર્થમાં ભરપૂર છે અને જે કોઈ તેમાં ડોકિયું કરશે તે જરુર તે ભક્તિભાવમાં ભીંજાયા વિના નહી રહે.
  મને પણ તેમનો પોતાનો ભાવ્નો અનુભવ મળ્યો છે માટે પોતાને ભાગ્યશાળી માનું છું..મોક્ષકારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરિયસિ..એમ કહેવાયું છે..આખરે આજ ભાથું આધ્યાત્મિક વિકાસમાં સાથે આવે છે…

  દિલીપ ગજજર,
  લેસ્ટર, યુ,કે

 7. chandravadan ઓક્ટોબર 8, 2014 પર 8:49 પી એમ(pm)

  This was an Email Response>>>

  Saryu Parikh
  To Me Today at 2:11 PM
  Yes, I agree with Sureshbhai. Very nice cover of the book too.
  Saryu

 8. chandravadan ઓક્ટોબર 8, 2014 પર 8:51 પી એમ(pm)

  This was an Email Response>>>

  Jay Gajjar
  To Me Today at 2:31 PM
  Very nice Chandravadanbhai,
  Congratulations for your new book full of inspirations.
  God bless you long life for divine works
  Jay Gajjar

 9. La Kant Thakkar ઓક્ટોબર 9, 2014 પર 5:09 એ એમ (am)

  “ભક્તિભાવનાં ઝરણાં” –
  સખ્યભાવોનું નિરૂપણ શબ્દમાં ક્યાંથી કરું ?
  મૈત્રીના વિશાળ ભાવોને પડે નાનું ગગન !
  ભક્તિરસમાં પાગલ થઈ જવાની આ લગન આધ્યાત્મિક વિકાસમાં સાથે આવે છે…-દિલીપ ગજજર,
  લેસ્ટર, યુ,કે

 10. La Kant Thakkar ઓક્ટોબર 9, 2014 પર 5:43 એ એમ (am)

  સુ.જા. તમે એક ‘નેટીઝન’,સિનિયર તરીકે સારી ફરજ નિભાવી …કહે છે ને કે, ” લબ્જોં પે મત જાઓ …..મતલબ સમજો… ”
  -લા / ૯.૧૦.૧૪

 11. chandravadan ઓક્ટોબર 9, 2014 પર 7:36 એ એમ (am)

  This was an Email Response>>>

  Purushottam Mevada

  To Me Today at 5:10 AM
  Thanks for this e-mail. I too appreciate your humbleness in poetry you wrote on almost all subjects! Congratulations & best wishes!

 12. Pragnaji ઓક્ટોબર 9, 2014 પર 2:31 પી એમ(pm)

  congratulation
  પ્રિય ચન્દ્રવદનભાઈનું ‘ભક્તિભાવના ઝરણાં’ માટે અભિનંદન। ..ભાવ છે ત્યાં બધું છે અને છે…….. જે વાંચે તે કશુંક જરૂર પામશે……. ખરા અર્થમાં ભરપૂર છે અને જે કોઈ તેમાં ડોકિયું કરશે તે જરુર તે ભક્તિભાવમાં ભીંજાયા વિના નહી રહે.

 13. riteshmokasana ઓક્ટોબર 10, 2014 પર 11:39 પી એમ(pm)

  એક ચિત્ર જોઇને હ્રદયમાંથી કાવ્ય જન્માવી શકનારનું એક કાવ્ય પરથી તો ભક્તિ ભાવનું ઝરણું કેટલું મધુર હશે તે જાણી શકાય છે. આવા પ્રતીમ પુસ્તક પતે અભિનંદન !!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: