સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જંગલબુક

ઘણાં વર્ષો વીતી ગયાં… આ  જગ્યા પર બ્લોગર વિશે લખ્યું હતું – આ રહ્યું.

એમાં જાહેર પણ કર્યું હતું કે, બ્લોગરના બીજાં પાસાંઓ પર…

Based on feedback received..
wait for a more juicy…..Second part !!!

         પછી તો એવી મહેનત કરવાની આળસ અને અવનવાં, અનેક પાસાં જાણીતાં થયાંનાં કારણે – અને થોડુંક વધતી જતી ઉમરના કારણે એ વાત જ વીસરાઈ ગઈ.

     પણ હમણાં હમણાં બનેલી નવી બહેનપણી – જેનાં ત્રણ નામમાંથી કયું નામ સાચું ( શૈલી, શીલા, કે સહૃદયી?) એ અવઢવને કોરાણે મેલીને ‘અલી’ નામથી વિશ્વ વિખાત બનેલી એક સન્નારીનો એક આખો લેખ જ ઊઠાંતરી કરી દઉં તો ?!  એમાં બ્લોગર જમાતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે – જેંગલના પ્રાણીઓની સરખામણી કરીને- એકદમ અલી સ્ટાઈલથી!

       પણ, લે કર વાત! બ્લોગરો લાત મારવા લાગે એ પહેલાં – એ લેખનું મુખડું  માત્ર જ કોપી/ પેસ્ટ કરી દઉં !

નો ઊંઠાંતરી !

આ ચિત્ર પર 'ક્લિક'કરી એ દીપડાઓથી માંડીને ઇમ્પાન્ઝીઓને ઓળખી લો!

આ ચિત્ર પર ‘ક્લિક’કરી એ દીપડાઓથી માંડીને  ચિમ્પાન્ઝીઓને ઓળખી લો!

     એ બચાડી ‘અલી’એ કોપી /પેસ્ટ કરવાની સગવડ તો નો’તી આપી; પણ આ બંદા ભલભલી ચીજોને કોપી/ પેસ્ટ કરવામાં માહેર થઈ ગયા છે!

       હાદ’ ઈસ્ટાઈલનો આ  લેખ અહીં ના શોભે, એમ વાચકને લાગે તો આને નવી ઈસ્ટાઈલ ગણી, હળવાશથી ખમી ખાજો.

     અલી બહેને કહેલા કયા વર્ગમાં આપણે આવીએ એવા છીએ, તેની કલ્પના બ્લોગર/ વાચક પર. કોઈ પણ પ્રકાર લાગુ ન પડતો હોય; તો નવો પ્રકાર પેદા કરી, વિશ્વકર્મા બનવાનું પણ ઈજન છે.

આનંદો અને
નવું વરસ
હસતાં, હસતાં,
હળવાશથી, મજાથી, મિત્રભાવથી,
વિશ્વપ્રેમ અને વિશ્વ બંધુત્વના ભાવથી
શરૂ કરીએ,
એવી હાર્દિક શુભેચ્છા.

 

5 responses to “જંગલબુક

 1. Vinod R. Patel ઓક્ટોબર 19, 2014 પર 11:25 પી એમ(pm)

  જાત જાતના બ્લોગર પ્રાણીઓ વિષે અલી બેને બેધડક સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે .

  જાત અવલોકન કરે તો દરેક બ્લોગરને કંઇક ને કંઇક તો લાગુ પડે જ !

 2. nabhakashdeep ઓક્ટોબર 20, 2014 પર 2:20 પી એમ(pm)

  કોણ કેટલામાં કયા વેશે…વાહ! સુરેશભાઈનું બ્લોગ અવલોકનનું અવલોકન…આપ થકી બ્લોગ-દીપ, દીપાવલિ થઈ ઘરના ખૂણે ખૂણે ઉજાશે એવી આ દિવાળીએ નવા વર્ષની મનોકામના સાથે ..શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. readsetu ઓક્ટોબર 20, 2014 પર 10:52 પી એમ(pm)

  article vanchato nathi. site khulati nathi…

  happy diwali & new year Sureshbhai…

  lata

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: