સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાર્બરા અને ડેવિડ લીંડસે – પી.કે.દાવડા

      આપણે ત્યાં અમેરિકન લોકો વિશે જાતજાતના ખ્યાલ હોય છે. મોટા ભાગના ખ્યાલો ‘એ લોકો સ્વાર્થી, ભૌતિકવાદી, માયા -મમતા વિનાના હોય છે’ – એવા હોય છે.

પણ આવા ‘ગોરા’ અમેરિકનો પણ હોય છે ખરા હોં!!

      ૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science)નો અભ્યાસ  કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness નો દોર આવ્યો. એક દિવસ એ Apartment માં ભીની આંખે એકલો ગમગીન બેઠો હતો ત્યારે Tim Lindsey નામનો એનો એક નવો મિત્ર આવ્યો. એણે હકીકત પૂછી. ભાવેશે કહ્યું કે કંઈ નહિં એ તો જરા ઘર યાદ આવી ગયું.

   બીજે દિવસે ટીમે એના Parents ને આ વાત કરી. ટીમના Mother Mrs. Barbara Lindsey એ ભાવેશને ફોન કરી કહ્યું કે સાંજે એ એને મળવા આવસે. શરૂઆતમા ભાવેશ પાસે car ન હતી એટલે Mrs. Lindsy પોતાની ગાડીમા એને પોતાના ઘરે તેડી ગયા અને બે કલાક બાદ પાછા મૂકી ગયા. આ બે કલાક દરમ્યાન એમણે અને Mr. David Lindsey એ ભાવેશને કહ્યું કે અમારા બે દિકરા છે, Tim અને Joe પણ આજથી અમારા ત્રણ દિકરા છે, Tim, Joe અને ભાવેશ. અમેરિકામા અમે તારા મા-બાપ છીએ. જ્યારે પણ તને એકલું લાગે ત્યારે ફોન કરજે, અમે તને તેડી જઈશું.

       બસ ત્યાર બાદ એમના દરેક તહેવાર અને ઊજવણીઓમાં  ભાવેશને સામેલ કરતા, સગાં-સંબંધીઓ જોડે ભાવેશની ઓળખાણ પોતાના દિકરા તરીકે કરાવતા. ભાવેશ આ વાત અમને ટેલીફોન પર કરતો, અમને આનંદ સાથે આશ્ચર્ય પણ થતું. ૧૯૯૬મા અમે પહેલીવાર અમેરિકા આવ્યા ત્યારે લીંડસી કુટુંબ સાથે અમારી પહેલી મુલાકાત થઈ. એમણે અમને Dinner માટે બોલાવ્યા. અમે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેમણે એક અઠવાડિયા પહેલા શાકાહારી ખોરાક રાંધવાના પુસ્તકો ખરીદયા, સામગ્રી ખરીદી, Test meal રાંધી જોયું અને પછી અમને ઘરે બનાવેલી બ્રેડ, મસૂરની દાળ, ભાત અને શાક અને શાકાહારી ડેઝર્ટ જમાડ્યું. જમતી વખતે એમણે અમને ભાવેશની જરાપણ ચિંતા ન કરવાનું કહ્યું. Mr. Lindsey અમેરિકન સરકારના senior Geologist છે અને Mrs. Lindsey શાળામા શિક્ષિકા છે.

      ભાવેશના લગ્ન ૧૯૯૯ માં મુંબઈમા થયા હતા. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની કવિતા અમેરિકા ગયા બાદ તરત લીંડસે ને મળવા ગયા. એમણે કવિતાને કહ્યું,”ભાવેશ અમારો દિકરો છે, આ હિસાબે તું અમારી પુત્રવધુ થઈ, અમે તારા સાસુ સસરા છીએ.” કવિતાએ રાજી થઈ આ સંબંધ સ્વીકારી લીધો. ટીમ તો કવિતાનો સગો દિયર જ થઈ ગયો.

      એપ્રિલ ૨૦૦૨ મા મારી પૌત્રી પ્રિષાના જન્મ વખતે અમને કંઈક અડચણ હોવાથી અમે અમેરિકા ન જઈ શક્યા. કવિતાના માતા-પિતાને વિઝા ન મળ્યા. અમે ખૂબ ફિકરમા હતા પણ લીંડસેએ બધું સંભાળી લીધું. પ્રિષા માટે ૨૦૦ ડોલરની બાબા ગાડી અને બીજી અનેક વસ્તુઓની ખરીદી એમણે કરી અને પોતાના Drawing room મા નાની પ્રિષાનો ફોટો ટાંગ્યો (જે હજી પણ ત્યાં જ છે.) ભાવેશ અને કવિતાને કોઈ કારણસર બહાર જવું હોય તો બે ત્રણ કલાક માટે પ્રિષાને લીંડસેને ત્યાં મૂકી જતા. એમણે, છી છી, સૂ સૂ, મમ મમ વગેરે શબ્દો શીખી લીધેલા. પોતાના સગાંસંબંધી અને મિત્રોને એ પ્રિષાનો ફોટો બતાવી, આ અમારી પૌત્રી છે એમ કહેતા.

      આ પૂરા સમય દરમ્યાન ભાવેશ અને કવિતા Father’s day, Mother’s day, લીંડસેના અને એમના છોકરાઓના જન્મદિવસ વગેરે યાદ રાખી ઊજવણીમા સામેલ થતા. લીંડસે પણ ક્રિસમસ, થેંક્સગીવિંગ વગેરે પ્રસંગોમા ભાવેશ-કવિતા-પ્રિષાને સામેલ કરતા. પ્રિષાને ક્રિસમસ અને એના જન્મદિને મોંગી મોંગી ચીજો ભેટમા આપતા.

     ૨૦૦૨ અને ૨૦૦૫ની વચ્ચે અમારી અમેરિકાની બે મુલાકાતો થઈ. બંને મુલાકાતોમા એમના ઘરે જમવાનું થયું. એમનું કુટુંબ પણ પ્રસંગોપાત ભાવેશને ઘરે જમવા આવતું. બન્ને મુલાકાતમાં, એમના આગ્રહથી એક આખા દિવસનો programme કરેલો. એમા હું, મારી પત્ની અને મીસ્ટર અને મીસિસ લીંડસે, ચારે જણ એમની Lexusમાં ફરવા જતા. એ અમને એમની પસંદગીના જોવા લાયક સ્થળોએ લઈ જતા, ત્યાંની ખાસ ખૂબીઓ સમજાવતા. આખા દિવસની ટુર હોવાથી બપોરે એક સારા ઈન્ડિયન રેસ્ટોરાંમા જમવા લઈ જતા, સાંજે ઈંડા વગરની આઈસ્ક્રીમ ખવડાવતા, અને સાંજે અમારા ઘરે મૂકી જતા. આ બન્ને વિઝીટ દરમ્યાન Mother’s day બન્ને કુટુંબોએ લીંડસેને ત્યાં ઊજવેલા તો Father’s day ભાવેશના ઘરે ઊજવેલા.

     ૨૦૦૫મા ભાવેશ કેલિફોર્નિયા shift થયો. લીંડસેએ હસતે મોઢે જવા રજા તો આપી, પણ આટલા સમયમા એમણે ખરા હ્રદયથી જે સંબંધ સ્વીકારેલો તેથી ત્રણેક મહિનામાં જ ભાવેશ અને એનું કૂટુંબ વ્યવસ્થિત settle થયું છે કે નહિં તે જોવા કેલીફોર્નીયા આવ્યા, અને ભાવેશ કવિતાના આગ્રહને લીધે ચાર દિવસ માટે ભાવેશના ઘરે જ રોકાયેલા, અને આપણો જ નાસ્તો અને ખોરાક લીધેલો.

      બસ પછી રૂટિન શરૂ થયું. થોડા થોડા દિવસે બાર્બરા લીંડસે અને કવિતા ટેલીફોનથી એક્બીજાના ખબર અંતર પૂછી લે, બંને કુટુંબ એક બીજાને તહેવાર અને જન્મદિવસની વધાઈ અને ભેટ સોગાદ મોકલે અને વરસમા એક્વાર ડેવિડ અને બાર્બરા કેલિફોર્નિયા આવી ચાર દિવસ પ્રિષા સાથે રમી જાય. ભાવેશને કોઈ વડિલની સલાહની જરૂર હોય તો એ ડેવીડ લીંડસેની સલાહ લે. અમારી ૨૦૦૮ની અમેરિકાની વિઝીટ દરમ્યાન, અમારી ઈચ્છાથી એ અમને મળવા કેલીફોર્નિયા આવ્યા અને ચાર દિવસ અમારી સાથે રોકાયા.

   અમને ક્યારે પણ એવું ન લાગ્યું કે અમે એક ગોરા અમેરિકન કપલ સાથે રહિયે છીએ.

   આવા માણસો જીવનમાં  ખરેખર મળવા જેવા માણસો છે.

 -પી.કે.દાવડા

6 responses to “બાર્બરા અને ડેવિડ લીંડસે – પી.કે.દાવડા

 1. ઇન્દુ શાહ ડિસેમ્બર 18, 2014 પર 10:34 એ એમ (am)

  દાવડા સાહેબ, સરસ મળવા જેવા માણસનો પરિચય કરાવ્યો.

 2. Vimala Gohil ડિસેમ્બર 18, 2014 પર 4:13 પી એમ(pm)

  ખરેખર મળવા જેવા માણસો …….

 3. harnishjani52012 ડિસેમ્બર 18, 2014 પર 7:02 પી એમ(pm)

  વાત તદ્દન સાચી છે. મેં પણ અઅવા અમેરિકન કપલ જોયાં છે. મારા મિત્ર અરવિંદભાઈ અને રેણુબેનને તો મિલકતમાં– વિલ માં પણ મુક્યા હતા.

 4. Vinod R. Patel ડિસેમ્બર 19, 2014 પર 12:04 એ એમ (am)

  દાવડાજીનો આ લેખ વાંચીને અમારા જુના પડોશી ડેલ બેઇલી , એમનાપ્રેમાળ પત્ની વર્નેલ અને એમની દીકરી ડાયેન યાદ આવ્યા. અત્યારે તો તેઓ ઓમાહા, નેબ્રાસ્કા ઘર વેચીને ત્યાં રહેવા ગયાં છે પણ કોઈવાર ફોન કરી કોન્ટેક્ટ કરે છે.મારી પૌત્રીની દરેક બર્થ ડે ઉપર ભેટ સાથે હાજર રહેતાં .
  અમેરિકનોના આવા સુખદ અનુભવો ઘણાને થતા હોય છે. ખરેખર તેઓ મળવા જેવાપ્રેમાળ માણસ હોય છે.

 5. Manish Pandya ડિસેમ્બર 19, 2014 પર 1:57 એ એમ (am)

  સુંદર લેખ. આવા લોકો વિદેશમાં હોય તો તેમના આવા સ્વભાવને વંદન કરવા જ રહ્યા.

 6. pragnaju ડિસેમ્બર 19, 2014 પર 10:04 એ એમ (am)

  પ્રેરણાદાયી જીવનનો સરસ પરીચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: