સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નયન વિણ દર્શન

     કેમ …..જાદુ ટોનાની કે બહુ બહુ તો દિવ્ય દર્શનની વાત લાગી ને?

    જ્યારે મારા પ્રિય મિત્ર અતુલ ભટ્ટે આ વાત કહી ત્યારે હું તરત બોલી ઊઠ્યો હતો,” I do not believe it.” – “હું આ વાત માનવા તૈયાર નથી.”

    વાત જાણે એમ છે કે, અતુલનું બે વર્ષ જૂનું; એને ઘેર જમવા આવવાનું આમંત્રણ પાળવા એને ઘેર ગયો; ત્યારે સ્વાભાવિક રીતે વાતો અધ્યાત્મ, અંતરયાત્રા અને બાળ શિક્ષણના અમારા સામાન્ય રસના વિષયોની આજુબાજુ જ આથડતી રહી હતી. મનની શક્તિઓ અંગે અને બાળમાનસમાં એના ઉછેરમાંથી સ્વાભાવિક રીતે તેણે આ ‘નયન વિણ દર્શન’ ની વાત કહી; અને કોઈને પણ થાય તેમ મારો પ્રતિભાવ પણ ‘અશક્ય’ ના પ્રતિઘોષમાં આવીને અટકી ગયો.

    તરત અતુલે એને એ દર્શન વિશે  ડેમો આપનાર દંપતીને ફોન કર્યો અને જમ્યા બાદ તરત બપોરના એક વાગે એમના સ્ટુડિયો પર  ડેમો નિહાળવાનું નક્કી કરી દીધું.

[ અતુલનો પરિચય આ રહ્યો   યાયાવર ગાન   ;  એક સવાર અતુલનાં બાળકોની સાથે ]

   અને અમે જમણ બાદ તરત, બોપલથી ઘુમા જવાના રસ્તા પર આવેલ શ્રીમતિ કૃષ્ણા અને શ્રી. દર્શન પરીખના સ્ટુડિયો પર આતુરતાપૂર્વક પહોંચી ગયા. પ્રારંભિક વાતચીતોમાં મારી જ નાતના(!), ઇલેક્ટિકલ એન્જિનિયર એવા દર્શનભાઈએ મધ્ય મનની જાણકારી આપી અને સમજાવ્યું કે, એનું કામ આમ તો માણસના ડાબા અને જમણા મગજની વચ્ચે સંતોલન/ સંવાદિતા જાળવી રાખવાનું હોય છે; પણ જો ૪ થી ૧૪ વર્ષ સુધીની ઉમરમાં અમૂક ફ્રિક્વન્સી વાળા સંગીતની સૂરાવલીઓ બાળકને સંભળાવવામાં આવે તો; મગજના આ ભાગની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય છે. જેમ તરવાનું કે સાઈકલ ચલાવવાનુ શીખ્યા પછી; એનો અભ્યાસ ન રહે તો પણ, એ શક્તિઓ આપણે વીસરી નથી જતા; એમ જ નવી મળેલી આ શક્તિઓ એ બાળકના મગજમાં  જીવનભર ટકી પણ રહે છે.

     અને પછી એમના આઠ જ વરસના દીકરા હેમને એનો ડેમો આપવા તેમણે કહ્યું.

    હેમે આંખ પર રૂના પૂમડાં મુકી એની ઉપર જાડા, કાળા કપડાનો પાટો બાંધી દીધો ને અમને એ કસીને, બરાબર બાંધવા કહ્યું. તેના નાનકડી આંખો પર આટલો મોટો પાટો પુરેપુરો અંધારપટ પાથરી દે, એ બાબત કોઈ શંકાને સ્થાન જ ન હતું.

    બાજુમાં પડેલા ત્રણ જુદી જુદી જાતના રૂબિક ક્યુબને બરાબર અમળાવી દેવા દર્શનભાઈએ અમને કહ્યું. પછી હેમે એક પછી એક ક્યુબ હાથમાં લઈ; માત્ર અડધી મિનિટમાં દરેક ક્યુબ ઠીક કરી દીધો. પછી જુદા જુદા રંગના કાર્ડ ચીપીને એને હાથમાં આપવામાં આવ્યા. દરેકનો રંગ તેણે બરાબર કહી બતાવ્યો.ત્યાર બાદ, બાજુમાં પડેલા એની પાઠ્યપુસ્તકની ચોપડીના કોઈ પણ પાનાંને આડેધડ ખોલી આપવાનું અમને કહેવામાં આવ્યું. હેમે એ પાનાં પરની આકૃતિઓ બરાબર ઓળખી બતાવી એટલું જ નહીં; પણ એમાં છાપેલું લખાણ પણ બરાબર આંગળી રાખીને વાંચી બતાવ્યું.

     ડેમોની ચરમ સીમા તો હવે પછી આવી.

    દર્શનભાઈએ મારો સેલ ફોન ખોલી એમાંનો કોઈ પણ ફોટો ખોલી હેમને બતાવવા કહ્યું. જમતાં પહેલાં અતુલ અને હું ‘મનુવર્યજી’ના એલિસબ્રિજ અખાડામાં ગયા હતા; તે વખતના એમના ચિત્રનો મેં પાડેલો ફોટો ખોલ્યો. થોડીક જ વારમાં હેમ બોલી ઊઠ્યો, ”ભગવા વસ્ત્ર પહેરેલ કોઈ સાધુનું ચિત્ર અને બાજુ દિવાલ પર એક કાળો-ધોળો ફોટો.”

    મારા મોંમાંથી અદ્‍ભૂત તો ઉદ્‍ગાર નીકળી પડ્યો – એમાં હવે તમને હવે કોઈ નવાઈ નહીં લાગે.

    દર્શનભાઈ અને કૃષ્ણાબેન જૂન- ૨૦૧૪થી આ કામ કરી રહ્યાં છે; અને અત્યાર સુધીમાં ત્રીસ બાળકોના મધ્ય મગજને કાર્યાન્વિત કરવામાં સફળ થયા છે. આ બાળકો આંખે પાટા બાંધીને હુ..તુ..તુ..ની રમત પણ રમે છે; અને સાઈકલ પણ ચલાવી શકે છે.

     દર્શનભાઈ અને કૃષ્ણાબેન જે સંસ્થાની ફ્રેન્ચાઈઝથી આ કામ જૂન મહિનાથી કરી રહ્યાં છે – એ સંસ્થાની વેબ સાઈટ આ રહી.

આ ચિત્ર પર ક્લિક કરી એ વેબ સાઈટ પર પહોંચો.

આ ચિત્ર પર ક્લિક કરી એ વેબ સાઈટ પર પહોંચો.

    આ વિડિયો જોઈ આ વાતની જાત ખાતરી કરી લેવા વિનંતી

   આ અજાયબ જેવી વાત મગજની આ અજ્ઞાત શક્તિનો એક જડબેસલાક પૂરાવો આપે તેવી તો છે જ; પણ બીજી જે જે શક્તિઓ કાર્યાન્વિત કરી શકાય છે; એનું લિસ્ટ આ રહ્યું.

 • યાદશક્તિમાં ધરખમ સુધારો
 • એકાગ્રતામાં વધારો
 • આત્મવિશ્વાસમાં વધારો
 • લાગણીઓ પર વધારે કાબુ
 • ચિત્રો યાદ રાખવાની શક્તિમાં વધારો
 • ભણવાની ઝડપમાં વધારો
 • પ્રતિક્રિયામાં સુધારો
 • ઇન્દ્રિયાતીત સંવેદનાઓમાં વધારો

    નોંધી લો કે, આ બધું હેમ જેવા ચબરાક અને હોંશિયાર બાળકને જ કામનું છે એમ નથી. કોઈ પણ સામાન્ય બાળકની શક્તિઓમાં આવા ફાયદા થઈ શકે છે – એમ સાબિત કરવામાં આ્વ્યું  છે.

ગુજરાતમાં વસતા વાચકો માટે …

દર્શનભાઈ અને કૃષ્ણાબેનના સમ્પર્ક માટેની માહિતી…

 • Krishna Academy
  D-14, India colony, Opp.Baleshwar Jain derasar,Bopal, Ahmedabad-380058
 • Cel phone no. 95375 35465
 • email – geniuskid.bopal@gmail.com

     આ બાબત શિક્ષણ આપતી બીજી એક સંસ્થાની આ વેબ સાઈટ પર પણ નજર નાંખવા વિનંતી

http://www.midbrainmasters.com/

Advertisements

11 responses to “નયન વિણ દર્શન

 1. Vinod R. Patel જાન્યુઆરી 15, 2015 પર 3:11 પી એમ(pm)

  આ વાંચીને મગજની ગુપ્ત શક્તિઓ વિષે – એક જ શબ્દ .. અદભૂત
  એક જગાએ મેં વાંચ્યું હતું કે માણસના મગજના પટારાનાં ખાનાઓમાં જે વિચાર શક્તિ પડેલી છે એનો ભાગ્યે જ એ ૧૦ ટકા ઉપયોગ કરતો હશે.પટારામાં પડેલી બાકીની ૯૦ ટકા વિચાર શક્તિના ખાનાંઓનાં તાળાં જો ખોલી નાખવામાં આવે તો એનાથી એ કેટલું બધું કરી શકે એ કહી શકાય એમ નથી .માણસના મગજની શક્તિઓ અપાર છે .

 2. pragnaju જાન્યુઆરી 15, 2015 પર 9:12 પી એમ(pm)

  સ્વપ્ન બહુ રહસ્યમય પ્રક્રિયા છે. તે મગજના અજ્ઞાત ક્ષેત્રો સાથે જોડાઈ દૂરવર્તી ભાવિ ઘટનાઓનું દર્શન પણ કરાવે છે. સ્વપ્નમાં મન ગહનતમ આયામોમાં ગતિ કરી આકાશ-સમયનું અતિક્રમણ કરી અલૌકિક શક્તિનો સાક્ષાત્કાર કરાવી દે છે !

 3. La Kant Thakkar જાન્યુઆરી 15, 2015 પર 10:18 પી એમ(pm)

  સુ.જા., ……. તમારા જેવા ખોજી…….જીવ, તલાશગાર જણને ભાવ્યું …” સરસ ” ! ‘ બની આજાદ ‘ના સર્જક અને તેમના ગલઢેરા-નવ-બાળકો [ભાવકૃત/જન્ય ] શું આનાથી કોઈ લાભ ન ઉઠાવી શકે ?,તમને આવો પ્રશ્ન થયો તો હશે અને વિચાર્યો તો હશે જ ! આભાર .
  લા’ કાન્ત / ૧૬.૧.૧૫

 4. dhavalrajgeera જાન્યુઆરી 17, 2015 પર 4:05 પી એમ(pm)

  Dear Bhai Suresh,
  For the vision there are more than one path to reach for the perception.
  Eyes are the windows for the visual path to reach Occipital lobe and reintograting to Fore Mid and Hind Brain.
  There is on going work by NeuroPhysiologist and Biomedical Engineerd who will give more insight.
  Dhavalrajgeera
  http://www.bpaindia.org

 5. Dipak Patel ફેબ્રુવારી 6, 2015 પર 8:14 એ એમ (am)

  My grand doughter PARI in india (ANAND) play chesa by thise method .

 6. aataawaani ફેબ્રુવારી 11, 2015 પર 3:33 પી એમ(pm)

  મગજ શક્તિ આટલી બધી જોરદાર હોય છે . તે તમારા ઈ મેલથી જાણ્યું અજાયબ વાત કહેવાય માનવામાં ન આવે એવી વાત છે , હેમના માબાપને ધન્યવાદ અને તમને પણ સુરેશભાઈ .

 7. સુરેશ મે 25, 2015 પર 8:15 એ એમ (am)

  આ વિડિયો તો ગજબનાક છે. ( આભાર લક્ષ્મીકાન્ત ભાઈનો)

 8. Chirag સપ્ટેમ્બર 2, 2016 પર 1:32 પી એમ(pm)

  I recall it now dada. Blind people can benefit from this a lot.

 9. La' Kant " કંઈક " સપ્ટેમ્બર 6, 2017 પર 1:09 એ એમ (am)

  જો કે “કમાલ તો છે જ કુદરતની” !!! આ પ્રકારની કેળવણી દક્ષિણા સ્વામે ” નિત્યાનંદ” તેમના સેન્ટરમાં બે-એક વર્ષથી આપે ન્છે ૩-૬ મહિનાનો કોર્સ ચલાવે છે/મોટા ઘરડા લોકો માટે હજી શક્ય છે કે નહીં , તે ખબર નથી ! આંખે પાતા બાંધેને સ્કૂટર પણ ચલાવતા લોકોનો વિડીયો બતાવાયો હતો….. એવી આછી મેમરી છે …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: