સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રવાસની પેટીઓ – એક અવલોકન

     દેશ-પ્રવાસ પતાવી પાછા આવ્યાને એક જ અઠવાડિયું થયું છે. ત્રણ જણનો પ્રવાસ – છ મોટી પેટીઓ, ત્રણ હેન્ડ બેગો અને ત્રણ પર્સો ખાલી થઈને પડ્યાં છે, નીકળ્યા પહેલાંના બે અઠવાડિયા પહેલાં પણ એ બધી ખાલી જ પડી હતી. દેશમાં પણ ખાસ્સો સમય ખાલી પડી રહી હતી – ખરીદીને લાવ્યા ત્યારે હતી એવી જ ખાલી.

   એનો જીવનકાળ ૧૦ કે ૧૫ વરસ. એમાં આવા ત્રણ ચાર પ્રવાસો થઈ જાય; તે દરમિયાન કટકે કટકે, સાવ નાનકડા સમય માટે ભરાય; અને તરત પાછી ઈવડી ઈ તો ખાલી ને ખાલી જ.  પેટીનો ઉપયોગ ભલે ભરવા માટે હોય; એનું ગૌરવ તો એના ખાલીપ્ણામાં જ. આપણે ખાલી પેટીમાં જ કાંક ભરી શકીએ. ભરેલી તો ભરવા માટે નક્કામી જ!

  પણ…

     એના વાપરનારા આપણે? જીવનના બહુ જ થોડા, શરૂઆતના ભાગમાં જ આપણે ખાલી હોઈએ છીએ – કોરી સ્લેટ જેવા. જેમ જેમ ભરાવાની પ્રક્રિયા ચાલુ થાય, એમ એમાં ભરાતું જ જાય. લોહી, માંસ, હાડકાં અને સૌથી વધારે તો ગનાન, વિચારો, માન્યતાઓ, પૂર્વગ્રહો અને એવું બધું ઘણું. એને વધારે ને વધારે ભરતા જ રહેવાની લ્હાય સતત  બળ્યા જ કરે. શરીર અને મનનું કદ પણ આપણને ઓછું પડે!  મકાનો, જમીનો, સામ્રાજ્યો, સંબંધો, લાલસાઓ, વાસનાઓ …. બસ ભરે જ રાખો બાપુ!

    જો સદનસીબે સાધનાની બે પળ માટે ખાલી થવાનું શીખ્યા હોઈએ; તો તે સમય પણ કારેલા જેવો કડવો લાગે!

   પણ એવી ઘડી બે ઘડી ખાલી ખમ્મ થઈ જવાનો લ્હાવો મળી જાય તો? બધીય ભરેલી માયાઓથી અનેક ગણી શક્યતાઓનું ક્ષિતીજ ખૂલવા લાગે.

અંદર તો એવું અજવાળું …અજવાળું

[ ક્લિકો ]

Advertisements

8 responses to “પ્રવાસની પેટીઓ – એક અવલોકન

 1. aataawaani January 18, 2015 at 9:47 am

  પ્રિય સુરેશ ભાઈ
  મેતો ખાલી કરવાનું શરુ કરી દીધું છે . મને સોટકા ખાતરી છે કે खर्च किया वो धनथा तेरा धन कमालेनेके बाद बाकी धन खर्चेगा कोई तेरे मरजानेके बाद એટલે મેં મારી દીકરીના દીકરાને સુરતમાં બે માળનું મકાન લઇ આપ્યું 8 વરસ પહેલા હાલ એની કીમત 1 કરોડ રૂપિયાની આજુ બાજુ છે એની બેનને ગાંધી નગરમાં મકાન ખરીદવા 9 લાખ રૂપિયા આપ્યા , તેણે ગાંધી નગરમાં મકાન ખરીલીધું . લોન લેવી પડી આ લોનના હપ્તા તેનો મીકેનીકલ એન્જી . દીકરો ભરતો જશે . મારી ભાણેજને કોઇમ્બતુરમાં વર્ષો પહેલા મકાન લઇ આપ્યું . એનાથી નાની બેનને 7 હજાર બસો ડોલર મોકલ્યા છે એમાંથી તેની ન્ક્પુત દીકરાની માના માટે ખર્ચો કરશે (મારી બેન માટે ) મારા ભાણેજને બે લાખથી વધુ રૂપિયા આપ્યા પણ તેની માં ને તે સારી રીતે ન રાખી શક્યો એટલે એની માને નીકળી જવું પડ્યું અને એની દીકરીને ઘરે કોઇમ્બતુર રહે છે ,એનો ખર્ચ એની નાની બેન કે જે સેલમ તમિલ નાડુમાં રહે છે તે ભોગવશે જુનાગઢ રાજકોટ અમારી જ્ઞાતિની મ્કાનોમાટે લાખો રૂપિયા આપ્યા છે . હું અમેરિકાનો મજુરીયો માણસ અહી મારા એક દીકરાને કે જે મારા પછી અમેરિકા આવ્યો .તેને પણ ખુબ મદદ કરી દેવ જોશી નાં બે દીકરાઓને 90 હજાર ડોલર આપ્યા મારા નાના ભાઈને કે જેને લીધે હું અમેરિકા આવી શક્યો એને પણ ઘણી મદદ કરી . દેવ જોશીને એક પેનીની મદદ નાથીમ કરી . દાન કર્યું એ કોઈને કહેવું ન જોઈએ પણ લોકોને ખબર પડે કે મારા મૃત્યુ પહેલા મેં મારી ત્રેવડ પ્રમાણે ખુબ પૈસા વાપર્યા છે . હાલ મારી પાસે બચત નથી . સો સી ના પૈસા મળે છે એ વાપરું છું . અને બછે એ દેશમાં મોકલી દઉં છું नाम रह जाएगा इनसान गुजर जाएगा

 2. Valibhai Musa January 18, 2015 at 10:35 am

  સગાંવહાલાં પરત્વે સિલે રહમ એ ઈબાદત (પ્રભુભક્તિ)નો અવિભાજ્ય હિસ્સો છે, જે આપે કરી બતાવ્યું છે. અપને લિયે, જિયે તો ક્યા જિયે ? ધન્ય છે, આતા ! તમે તો બિલ ગેટ્સ અને વૉરન બફેટની હરોળમાં આવી ગયા. એ લોકોએ પોતાની સંપત્તિના ૯૯ ટકા દાનમાં આપી દીધા ! દાનભાવના એ વીરડી સમાન છે, ઉલેચો અને ભરાયે જાય. એ લોકોનો બાકીનો ૧ ટકો નવા ૧૦૦ ટકા ઊભા કરશે.

 3. chaman January 18, 2015 at 10:41 am

  પ્રવાસ કરીને આવ્યા અને આ ખાલી પેટીઓની વાત કરીને અમારી આ મગજની ખાલી પેટીઓને આજના લખાણથી ભરવા અમને આ અઘળા પ્રવાસની પ્રેરણા આપી અમારી આજની આ સવાર પણ સુધારી દીધી! વધુમાં આંગળી પકડીને દોરી ગયા સુંદર કાવ્યનનો કોટ આ ઠંડીમાં, (અને અંદરનીપણ) પહેરાવવા.’

  મજા પડી ગઈ,
  સવાર સુધરી ગઈ!

  શુભેચ્છા સાથે,
  ‘ચમન”

 4. pravina January 18, 2015 at 11:23 am

  ખાલી થઈશું તો જ ભરાવાના રસ્તા ખૂલશે. બાકી દાબી દાબીને

  પેટીઓમાં ભરેલો સામાન ત્રાસ ફેલાવશે!

 5. pragnaju January 18, 2015 at 1:37 pm

  ચિંતનાત્મક અવલોકન
  આવતા તરંગોનું આપણા ખાલીપણા દ્વારા સ્વાગત કરવું પડશે અને જ્યારે તમે તે તરંગોથી તાજામાજા થઈ જાવ ત્યારે મહેનત કરો. આવી મહેનત પુરુષાર્થમાં અવશ્ય બદલાશે.
  યાદ આવે
  સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
  દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

  હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
  બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

  એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
  એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

  પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
  કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

  મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
  શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

  – ચિનુ મોદી ‘ઈર્શાદ’

  ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.

  • સુરેશ January 18, 2015 at 4:17 pm

   અહીં ‘ઈર્શાદ’ના ખાલીપાની વાત નહીં પણ ખાલીપણાની અનુભૂતિની વાત છે.
   મોટા ભાગના ખાલીપા આપણી પેટી ઠાંસોઠાંસ ભરેલી હોવાના કારણે ઉપજતા હોય છે. જ્યારે અંતરની મહોલાત, શાંતિ, અને કદી ન વીલાય એવા આનંદની અનુભૂતિ થાય , ત્યારે ખાલીપો અસ્તીત્વ વિહોણો બની જાય છે.
   અંતરની સમાધિમાં કોઈ કદી એકલું હોતું નથી. સમગ્ર વિશ્વના પ્રત્યેક જીવ અને નિર્જીવ માટે સદભાવ, કૃતજ્ઞતા અને અનુગ્રહની લાગણીઓનાં મોજામાં મહાલવાની એ મજા જ ઓર હોય છે.
   પ્રેમ , પ્રેમ અને પ્રેમ જ – સૌને માટે પ્રેમ.પદ્મમુદ્રાનો સતત ઊભરાતો ભાવ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: