સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્રી. અબ્દુલ કલામ અને બળેલી રોટલી

મૂળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ

Abdul

      જ્યારે હું નાનો હતો ત્યારે એક રાતે મારી માએ દિવસના સખત પરિશ્રમ બાદ ખાવાનું બનાવ્યું અને ખાવાની થાળીમાં શાક અને બળી ગયેલી રોટલીઓ મારા અબ્બાને આપી.  હું એ જોઈ રહ્યો હતો કે, કોઈએ એ બળેલી રોટલીઓ જોઈ છે કે નહીં. પણ અબ્બા તો બધું જમી ગયા અને મને પુછ્યું,” નિશાળમાં આજે તારો દિવસ કેવો ગયો?”

      મેં તેમને શું જવાબ આપ્યો તે તો મને યાદ નથી; પણ મને એ જરૂર યાદ રહી ગયું છે કે, માએ રોટલી બળવા માટે અબ્બાની માફી માંગી હતી. અબ્બાએ એનો જે જવાબ આપ્યો એ હું કદી ભુલી નહીં શકું. તેમણે માને કહ્યું,” મને બળી ગયેલી રોટલી ભાવે છે!”

      રાતે સૂતા પહેલાં હું અબ્બાજાનને ભેટવા ગયો, ત્યારે મેં તેમને પુછી જ નાંખ્યું,”અબ્બાજાન! તમને ખરેખર બળેલી રોટલી ભાવે છે?”

      અબ્બાએ મને ભેટતાં કહ્યું,”તારી માએ આજે આખો દિવસ બહુ જ કામ કર્યું છે; અને તે ઘણી જ થાકી ગઈ હતી; અને આમ જુએ તો, બળેલી રોટલી કોઈને બાળતી નથી; પણ કડવા શબ્દો જરૂર બાળી નાંખે તેવા હોય છે. બેટા! જિંદગીમાં ઘણી બધી વસ્તુઓ સમ્પૂર્ણ નથી હોતી. માણસો પણ પૂર્ણ નથી હોતા. હું પણ કાંઈ બધી વાતોમાં બરાબર નથી જ. હું ઘણા લોકોની જેમ જન્મ તારીખો અને સંવસ્તરીઓ ભુલી જાઉં છું. પણ અનેક વર્ષોના અનુભવથી મને એ સમજાયું છે કે, આપણે એકબીજાના દોષો સ્વીકારી લેવા જોઈએ અને સંબંધોને માણવા જોઈએ.”

2 responses to “શ્રી. અબ્દુલ કલામ અને બળેલી રોટલી

  1. Vinod R. Patel January 21, 2015 at 5:42 pm

    શ્રી. અબ્દુલ કલામના અબ્બાજાન એમની પત્નીની બનાવેલી બળેલી રોટલી કશી પણ ફરિયાદ કર્યા વિના

    ખાઈ ગયા અને કહ્ય ” મને બળી ગયેલી રોટલી ભાવે છે!”

    વાહ,આવી સમજણ જો દરેક પતી-પત્ની વચ્ચે પ્રવર્તતી હોય તો એમની વચ્ચે વાત વાતમાં થતા ઝગડા

    કેટલા ઓછા થઇ જાય !

    આવા આદર્શ પિતાનો પુત્ર ભવિષ્યમાં વૈજ્ઞાનિક બની ભારતનો પ્રેસીડન્ટ બને એમાં શી નવાઈ !

  2. undhikhopari January 23, 2015 at 8:05 am

    Thank you very much.

    Rashmi

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: