સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રણમાં વસંત – જીવન ભાગ … ૧૨

આમ તો ‘જીવન’ શ્રેણી લખવાનો ઉન્માદ તા. ૨૯ જુલાઈ -૨૦૦૯ થી અટકી ગયો હતો. એ શ્રેણીમાં લખાઈ ગયેલ ‘સરીતા દર્શન’ આ રહ્યાં …….

ભાગ -1    :       ભાગ -2     :    ભાગ -3 

    પણ  મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે ‘અતકામા’ રણની વસંતના ફોટાઓ મોકલ્યા અને મન મ્હોરી ઊઠ્યું.

માટે ફરીથી….

‘ एक  और बार जीवन फिरसे सही । ‘

     સંસ્કૃત અને સમૃદ્ધ જગતમાં રહેતા આપણને ‘જીવનનો ઉન્માદ’ શું છે –એ કદાચ ખબર જ નથી.

     પણ દક્ષિણ અમેરિકાના ચીલી દેશના મધ્યમાં આવેલ અતકામા રણ એ દુનિયાનો સૌથી વધારે સૂકો પ્રદેશ છે. એના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ૩૦૦ વર્ષમાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. પણ દરેક શિયાળામાં થોડી ઘણી ઝાકળ વરસે, એ ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ માટે એક ઉત્સવ હોય છે. અને તેમાં પણ ‘બાર વર્ષે બાવો બોલે’ એમ ‘અલ નિનો’ની મહેર થાય તો એ બધીઓને બત્રીસે કોઠે દીવા પ્રગટી જાય!

      આ વખતે આશરે ૩૦૦ વર્ષ પછી ઓલ્યા નિનોએ બહુ મહેર કરી નાંખી અને રણરાજી(!) રાજી રાજી થઈ ગઈ. આ બધા ફોટા એની મહેરબાનીનો પ્રતાપ છે.

This slideshow requires JavaScript.

     આ અંગે વિગતે માહિતી આપવા ઈરાદો નથી અને ’સૂર સાધના’નું એ લક્ષ્ય પણ નથી. એ માટે આ ફાઈલ મોજુદ છે.(  અહીં ‘ક્લિક’ કરો .)

    અહીં તો બસ ‘અવલોકન’નો આનંદ – જીવનનો આનંદ વહેંચવાનો ઉમંગ હોય છે.

માટે….

     જમાનાના ઉષ્ણાતિઉષ્ણ વાયરા ભલે વાય. આપણે ફાળે ઝાકળની જે એક બે બુંદ આવેલી   હોય; એનાથી આ ક્ષણમાં આમ મહોરી ઊઠીએ તો કેવું ભલા?

અને રમણભાઈ નિલકંઠ યાદ આવી ગયા-

જાઓ ભલે જીવનઆશ સર્વે,

ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,

થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ.

ન એક થાજો પ્રભુ-પ્રીતિ-નાશ.

અને…

એ શ્રેણીના છેલ્લા શબ્દો દોહરાવીએ; આત્મસાત્ કરીએ તો ?

જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથિક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મૂળ શું છે?
એ પરિણામ શું છે?

————

ૐ તત સત્

Advertisements

4 responses to “રણમાં વસંત – જીવન ભાગ … ૧૨

 1. aataawaani ફેબ્રુવારી 14, 2015 પર 10:09 પી એમ(pm)

  સુરેશભાઈ
  રણની વસંતની મને મજા માણવા નો મળી . ઈંગ્લીશ વગર કંઈ જોવા નો મળ્યું .

 2. Chirag ફેબ્રુવારી 15, 2015 પર 10:07 એ એમ (am)

  Desert spring reminded me of Desert Flower by Waris Diri. Yes, our perspective in this world is what matters.

 3. nabhakashdeep ફેબ્રુવારી 27, 2015 પર 10:07 પી એમ(pm)

  આપ તો ખજાનો શોધી લાવી..લોકભોગ્ય બનાવી દો છો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. hirals જુલાઇ 24, 2015 પર 9:13 એ એમ (am)

  please publish your such valuable books.

  https://vinodvihar75.wordpress.com/2015/07/17/748-%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

  Print media is more powerful and can reach to many at grass-root level.

  wonder words:
  જાઓ ભલે જીવનઆશ સર્વે,

  ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,

  થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ.

  ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: