અહીં આ અગાઉ પ્રસિદ્ધ કરેલ લેખ પ્રેમ’માં વાર્ધક્યમાં પરિપક્વ થતા દમ્પતી પ્રેમની વાર્તાનો ઉલ્લેખ અને વાંચવા માટે દિશા સૂચન ઘણા મિત્રોને ગમી ગયું.
એ સફર આગળ ચલાવીએ – શ્રી. હરનિશ જાનીની આ સત્યકથાના આધાર પર લખાયેલી એવી જ હૃદય દ્રાવક વાર્તાથી.
હરનિશભાઈ હાસ્ય/ વ્યંગ લેખક તરીકે ઘણા જાણીતા છે. [ તેમનો એવોજ રસાળ સ્વ-પરિચય આ રહ્યો.]

પણ એમની કલમે આવી સંવેદનશીલ વાર્તાઓ પણ લખાઈ છે – તે બહુ ઓછા લોકો જાણતા હશે – મને તો ખબર નહોતી જ!
તેમની આ વાર્તામાંથી એક ટાંચણ….

પણ એ સમજવા માટે વાર્તાનો આગલો ભાગ વાંચવો જ રહ્યો –

આ ચિત્ર પર ‘ક્લિક’કરો
મિત્રો વચ્ચે આ ચર્ચા ચાલતાં લાભ એ થયો કે, આ વાર્તાનું સર્વાંગ સુંદર વિવેચન પણ આપણને શ્રી. જુગલકિશોર વ્યાસની કલમથી ( કે કિબોર્ડથી?!) મળી ગયું. આ રહ્યું.
વાર્તા મજેની છે.
સપ્તર્શીનો સરસ ઉપયોગ કર્યો છે. વાર્તાનો અંત પણ તેની (સપ્તર્શીની) સાથે જોડીને બે પાત્રોની ભૌતીક દુરતા મીટાવી દીધી છે! કથાનાયક લેખક પોતે છે, પણ બાપુજી અને બા નાયકની સમાંતરે રહે છે. બન્ને પુત્રોનાં પાત્રો અછડતા ઉલ્લેખોથી પણ ઉપસ્યાં છે.
પુત્રોની સ્વાર્થી ભાવનાઓ બતાવવા માટેનાં વાક્યો થોડાં વાચાળ બન્યાં જણાય છે……જોકે બાપુજીના મુખે બોલાયેલાં વાક્યોમાં એ જ સ્વાર્થીભાવો એટલા વાચાળ લાગતા નથી….
લેખકની સીદ્ધહસ્ત કલમ વાચકને બન્ને દેશો વચ્ચે – કહો કે બન્ને પરીસ્થીતીઓ વચ્ચે – ઝુલાવે છે…..‘ડોલાવે’ છે કહું તોય ખોટું નથી કારણ કે વાર્તામાં ભાવો રસરુપ બન્યા હોઈ કારુણ્યે પણ ડોલન સહજ છે.
– જુગલકીશોર.
અને પછીનો ઉમેરો….
“પણ દરેક સત્ય કથા સારી વાર્તા નથી હોતી. તો એ બનાવને મારે ડ્રામાટિક ટર્ન આપવો પડ્યો છે. અને વાર્તામાં “સપત્ષિનો ટચ મારે,વાર્તાકારે આપવો પડ્યો હતો. જૂઓ હવે તે વાર્તા બની….” – હ.જાની
બનાવ એક વસ્તુ છે અને તેના પરથી સર્જાતી કૃતી બીજી બાબત છે. માણસના મનના જે આઠ ભાવો છે તેનું રસમાં રુપાંતર ત્યારે જ થાય જ્યારે તે સાહિત્ય કે કલારુપ ધારણ કરે. કૃતીનો વીશય સાધારણીકરણ પામે ત્યારે આ વસ્તુ બની શકે…..ભાવ અને રસને તપાસવાની એક ચાવી છે ! ભાવ – દા.ત. શોક, દુ:ખ એ ભાવ છે અને બનાવ બને કે બનાવ સાંભળીએ ત્યારે આપણે એને ફરીવાર સાંભળવા તૈયાર નથી હોતા ! એ જ બનાવ જ્યારે કલારુપ ધારણ કરે ત્યારે તે કૃતી કરુણતાથી ભરપુર હોવા છતાં વારંવાર વાંચવા–જોવા–સાંભળવા મન થાય છે. સીતાહરણનો પ્રસંગ સદીઓથી સૌનો પ્રીય રહ્યો છે પણ આજનાં છાપાંઓમાં આવતા અપહરણના સમાચાર આપણને ગમતા નથી !! આમ ભાવ જ્યારે સાધારણીકરણ પામે ત્યારે તેનું રસમાં રુપાંતરણ થઈને ભાવકને એક નવા જ જગતમાં લઈ જાય છે……શોકનો ભાવ કરુણ રસમાં, ઉત્સાહનો ભાવ વીર રસમાં, જુગુપ્સાનો ભાવ બીભત્સ રસમાં શમનો ભાવ શાંત રસમાં એમ નવે રસો (રસો આઠ ગણાયા તેમ તેમાં મીમાંસકોએ તેની સંખ્યા વધઘટ થતી રહી છે.) કોઈ ને કોઈ ભાવનું રુપાંતર હોય છે……
હરનીશભાઈ પાસે જે સમાચાર આવ્યા હશે તે ભાવરુપે ને તેમણે કલાનાં તત્વોની મદદથી તેને રુપાંતરીત કર્યા !!
આ બધી ચર્ચા કદાચ વાર્તા લખવાના ધખારા વાળાઓ માટે પ્રેરક બને.
Like this:
Like Loading...
Related
સુંદર વાર્તાનુ વધુ સુંદર વિવેચન