સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ડ્રાઈવિંગ મેડિટેશન

આ તે કેવી વાત? ગાડી ચલાવતાં તો કદી ધ્યાન થઈ શકે?

હા! ધ્યાનની વિધિ એ ધ્યાન  નથી! જો ગાડી ચલાવતાં બરાબર ધ્યાન ન રહે તો ધ્યાન ફળ્યું ન કહેવાય.

રીડ ગુજરાતી પર એક સરસ લેખ વાંચવા મળતાં મન મહોરી ઊઠ્યું.

આ ચિત્ર પર ક્લિક કરી, એ મનનીય લેખ વાંચો.

આ ચિત્ર પર ક્લિક કરી, એ મનનીય લેખ વાંચો.

 

5 responses to “ડ્રાઈવિંગ મેડિટેશન

 1. pragnaju માર્ચ 23, 2015 પર 4:48 પી એમ(pm)

  તેઓને સાચા સુખની જાણ કરાવવી જોઈએ. જો તેઓને સાચા સુખની જાણ થશે તો વિનાશકારી પ્રવૃત્તિઓથી દૂર રહેશે. થાયએ ડ્રાઈવીંગ મેડિટેશન, સબ-વે મેડિટેશન તથા વોકિંગ મેડિટેશન શીખવ્યું. ડ્રાઈવીંગ કરતી વખતે, ચાલતી વખતે, રસ્તો ઓળંગવા માટે ઊભા છો ત્યારે જાગૃત રહો, વર્તમાનમાં રહો, બિનજરૂરી ઉતાવળ – અકળામણને ટાળો. તેઓએ ટેલિફોન મેડિટેશન પણ કહ્યું છે. તે કહે છે કે, ‘ત્રણ રીંગ વાગે પછી જ ટેલિફોન ઉપાડો. ત્યાં સુધી શાંતિથી શ્વાસ લો, ચિત્તમાં હળવાશ અનુભવો. આથી તમારો પ્રતિભાવ હકારાત્મક બનશે.’
  સુંદર વાત

 2. La' Kant માર્ચ 23, 2015 પર 11:24 પી એમ(pm)

  La Kant Thakkar
  March 24, 2015 at 9:20 am
  મનસુખલાલ ગાંધી, U.S.A,(March 24, 2015 at 6:39 am”) ….આજુબાજુંનું કાંઈ ધ્યાનમાં નહીં…… આને પણ ધ્યાન-meditation- કહેવાય કે નહીં…..!!!??” થઇ ગયું ,એમાં આપણો સહભાગ ( મેં કર્યુંનો કર્તુત્વ ભાવ ) નહીં,એ ધ્યાન !
  મહદ અંશે આપણે એ જ કરતા હોઈએ છીએ ,જે કરવાનું જરૂરી નથી! “જે છે/થાય છે તે”- તે થતું, “TPA”-‘થર્ડ પાર્ટી એપ્રોચ’સહ સાક્ષી-ભાવે,કોઈ પ્રતિભાવ-પ્રતિકર્મ(ઠીક-અઠીકની સખળ ડખળ,બુદ્ધિની દખલગીરી વગર ) બસ જોતા રહી,માણીને,અનુભવે શીખી-સમજી જાણવાનું ,હું આ કરી રહ્યો છું ,ધ્યાન કરું છું,અન્યો કંઈ સમજતા નથી / બરોબર નથી એવી કોઈ પણ પ્રતિક્રિયા ન આવે .”ઠીક” એવો સહજભાવ -શાંત ચિત્તદશા હોય તે સહી… (‘આફ્ટરઈફેક્ટ’-‘સમ’માં રહેવાય તે)અંદરની ફીલિંગ=ભાવ દશા”સ્વ”ભાવ પ્રમાણેજ હોવાની તે સહજ (અકુદરતી =પ્રયાસજન્ય નહીં).આ બધું કરવા ભીતરમાંથી બહાર આવવાની આપણી આદત-ટેવ,”મને આ વિષે આ ખબર છે”નું આમ જાહેર કરવું,એ પણ, પછીનું કોઈ પિષ્ટપેષણ નહીં ……. સહજ થયું તે જ સહી …. “લક્ષ્ય માત્ર ભીતરને જોતા-સમજતા રહેવાનું ”
  “કંઈ કર્યા વગર બેસી રહી,જોતા રહેવાનો મહાવરો આપણી વૃથા મિથ્યાત્વસભર ” મન-પ્રવૃતિઓ”નો ખ્યાલ , અંદાજ કરાવી જશે, સમજણ પૂર્વક બિનજરૂરી સ્વયં ખરતું જોવાનો લહાવો લેવા જેવો છે , આવું કંઈ સમજાવા માને તો
  “સુ.જા.નું”, એકાદ ડગલું, આગળ વધ્યાનો એહસાસ અંકે થવાની શક્યતા છે !

  આ(સુરેશ જાની , March 24, 2015 at 12:28 am –ડ્રાઈવીંગ મેડિટેશન, સબ-વે મેડિટેશન તથા વોકિંગ મેડિટેશન)——- નિમિત્તે,-જે ભાવો આવ્યા તે આ,માત્રા ઈશ-કુદરત દત્ત ભાષા-શૈલીમાં રજુ થયા,કરાયા …
  –લા’કાન્ત / ૨૪.૩.૧૫

 3. La' Kant માર્ચ 23, 2015 પર 11:28 પી એમ(pm)

  આજની અગાઉ થયેલી ભૂલ -“….આવું કંઈ સમજાવા માને =માંડે” તો …. સુધારીને વાંચવા વિનંતી

 4. La' Kant માર્ચ 24, 2015 પર 12:51 એ એમ (am)

  આપની ,ઉપદેશાત્મક કૃતિના અનુસંધાને , સમભાવી શબ્દો-પંક્તિઓ , “સ્વ”ને અનુલક્ષીને ……… આ સ્વશિક્ષણ ની વૃતિ-પ્રવૃતિનો આનંદ મારો વર્તમાન
  બની રહે છે ! એટલે ….

  કાન્તભાઈ!

  “ઈર્ષ્યાથી કદી ના બળવું હો, કાન્તભાઈ!
  અહંથી સાવ અળગા રે’વું હો, કાન્તભાઈ!
  તારું-મારું ની મમત છોડો હો, કાન્તભાઈ!
  બધું અહીં એમજ મેલી જાવું હો, કાન્તભાઈ!
  મફતનું કોઈનું કંઈ ન લેવું હો, કાન્તભાઈ!
  ‘કાળું ઈ કાળું’ સહી સમજવું હો, કાન્તભાઈ!
  ‘જાવા દ્યોને ભાઈ’-ઈ કેળવવું હો,કાન્તભાઈ!
  ‘કરશે ઈ ભોગવશે’-એ જાણવું હો,કાન્તભાઈ!
  ‘હું કહું એ સાચું’ સાવ ભ્રમ છે હો, કાન્તભાઈ!
  ‘હરિ કરે ઈ હાચું’-એજ જાણવું હો,કાન્તભાઈ!
  ને,અંતરમાં શોધ આદરવી હો,કાન્તભાઈ !
  પંડયમાં પૂરું એમ પીગળવું હો,કાન્તભાઈ !
  ઈશ્વરની ખોજ ખરી જાણવી હો,કાન્તભાઈ !
  આખરી મંઝિલ ઓળખવી હો,કાન્તભાઈ!!
  સત્સંગના સરવરમાંજ તરવું હો,કાન્તભાઈ!
  મુક્તિની મોજ ખરી માણવી હો, કાન્તભાઈ !
  થાય એ,એમજ જોયા કરવું હો, કાન્તભાઈ!
  પ્રભુભક્તિનારસમાં બૌ ડૂબવું હો,કાન્તભાઈ!”

  -લા’ કાન્ત / ૨૪.૩.૧૫ 

 5. undhikhopari માર્ચ 24, 2015 પર 7:25 એ એમ (am)

  આપ તો યોગસાધના સિવાય બીજું કરવાના નહોતા ને?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: