સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાથી, પટ્ટી અને ભુંગળી – એક પ્રશ્નાવલોકન

અવલોકનો તો અહીં ઢગલાબંધ મળશે.  લખનાર અવલોકનકાર મુઓ છે – તેમાં સ્તો! પણ આજે અહીં નવી જાતના અવલોકનનો પ્રયોગ કરવાનો છે.

પણ એ પ્રયોગમાં ભાગ લેતાં પહેલાં આ ત્રણ ફોટા જુઓ…

ori_5

ori_4

ori_3

      નવાઈ પામી ગયા ને? આ ફોટા કેમ મુક્યા છે?

    ઓરીગામીનું આ મોડલ બનાવવા લંબચોરસ કાગળ લીધો હતો. એમાંથી ચોરસ ભાગ કાપી એમાંથી હાથી બનાવ્યો. વધેલી પટ્ટીને ગોળ વાળીને એની ભુંગળી બનાવી. એનાં આ ત્રણ ફોટા.

    આમ તો આ ‘હોબી લોબી’ માટેની વાત કહેવાય. ( એમાં રસ હોય તો ત્યાં જવા અહીં ક્લિકો.)

     પણ અહીં વાત ‘અવલોકન’ ની છે.

અને નવો પ્રયોગ છે – એટલે એ કામ તમારું!

પ્રશ્નાવલોકન

આ ફોટા પરથી તમને શું સૂઝે છે? 

અને લટકામાં આ સરસ મઝાનું પ્રશ્ન કાવ્ય માણો..

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પુછ્યું : લે બોલ હવે તું.

Read more: અભિષેક: લે બોલ હવે તું – રમેશ પારેખ http://krutesh.blogspot.com/2013/05/dariyama-hoy-ene-moti-ramesh-parekh.html#ixzz3ZJ2Wdtm6

Advertisements

5 responses to “હાથી, પટ્ટી અને ભુંગળી – એક પ્રશ્નાવલોકન

 1. pragnaju મે 5, 2015 પર 6:13 પી એમ(pm)

  ચાવવાના તો દેખાય નહી તેથી બતાવવાના દાંત તરીકે જડી દો
  હાં ત્યાર બાદ લાખોનો થશે
  પણ પછી સવા લાખનો કરવા
  ……………………………………….
  દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
  અમે પુછ્યું : લે બોલ હવે તું.
  અમે રમુજમા ઉતર આપતા

  મોતિયો
  હાથી હોય તો આ વાર્તા તો કરવી પડે
  એક દીવસે એક બેગમ સવારના પહોરમાં ઉઠી મુખ ધોતી હતી તે વખતે કપાલ ઉપર ચોડેલો રત્નજડીત ચાંદલો તેના હાથમાં આવી પડ્યો. બેગમાં સાહેબ પોતાના કપાળમાં ચાંદલો ચોડેલો છે એવી વાત ભુલી ગઈ હતી તેથી મોઢું ધોતાં તે પાણીમાં પડ્યો . આ ચાંદલામાં હાથીનું ચીત્ર હતું. તેથી જાણે હથેલીમાં હાથી ડુબ્યો ન હોય ? એવો ભાસ થતો હતો. આ વાત બેગમે શાહને કહી. થોડીવાર પછી ગંગ વગેરે ત્યાં આવ્યા તેમને શાહે પુછ્યું કે, હથેલીમાં હાથી કેમ ડુબ્યો !

  ગંગે કહ્યું કે, સરકાર ! એમાં તો કાંઇક રસાલંકાર જણાય છે. સાંભળો :-

  સવૈયા
  સોલ સિંગાર સજી અતિ સુંદર, રેન રમી સો પિયા સંગ રાની,
  ઉઠ પ્રભાત કલામુખ ધોવત, ટીકી ખસીં હથેલી લીપટાની.

  તામે ચિત્ર હતો ગુજરાજ, અજીવક બુબક કાહુ પીછાની,
  કવિ ગંગ કહે સુન શાહ અકબર, ડુબત હાથી હથેરીકે પાની.
  ગંગનું બોલવું સાંભળી આનંદ પામી શાહે કહ્યું કે ‘બારોટજી ! કાંઈક બીજું સંભળાવો

  ગંગે કહ્યું કે, ‘જેવો માલેકનો હુકમ!’

  સવૈયા

  જ્ઞાન ઘટે કોઈ મુંઢકી સંગત, ધ્યાન ઘટે બીન ધીરજ લાએ
  પ્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ.
  શોમ ઘટે કોઈ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓખડ ખાએ.
  કવિ ગંગ કહે સુન શાહ અકબર, દારીદ્ર કટે હરિ ગુણ ગાએ.
  આ વાણી સાંભળતા જ શાહ બહુ ખુશી થઈ ગંગને શાબાશી આપી.

  બીરબલ આ લાગ જોઈ વધારે વાણી વિનોદ કરાવવાના વીચારથી કહ્યું કે, હજુર ! ગંગ બારોટ તે કાંઇ જેવા તેવા છે ! બારોટમાં શિરોમણી છે.’

  ગંગે ધીમેથી કહ્યું કે, ‘ એ બધો પ્રતાપ નામવર શાહનો છે.’

  બીરબલે કહ્યું કે, ‘ પણ એમાએ પોતામાં રતિ જોઈએ. રાત વગરનું કાંઈ નથી.’

  ગંગે કહ્યું કે, ‘પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો.’

  સવૈયા

  રતિબિન રાજ રતિબિન પાટ, રતિબિન છત્ર નહિ એક ટીકો.
  રતિબિન સાધુ રતિબિન સંત, જોગ ન હોય જતીકો.
  રતિબિન માત રતિબિન તાત, રતિબિન માનસ લાગત ફીકો.
  કવિ ગંગ કહે સુનો શાહ અકબર, નર એક રતિબિન એક રતિ કો.
  હજુર ! રતિ વગર બધુંજ ફોકટ છે.’ આ સાંભળી શાહે તેને શાબાશી આપી.

  દુહો

  સબ નદીઅનકો નીર હે, ઉજ્વલ રૂપ નિધાન,
  શાહ પુછે કવિ ગંગકું જમુનાક્યું ભઈ શ્યામ?
  કેટલીકવાર સુધી કેટલોક વિનોદ ચાલ્યા પછી શાહે પુછ્યું કે, ‘ગંગજી ! બધી નદીઓના પાણી ઉજળા છે છતાં આ જમુનાનદીના પાણી કેમ કાળા છે ?’

  ગંગે કહ્યું કે, ‘ખાવીંદ ! અબ સુનીએ.

  સવૈયા

  જા દિનતેં જદુનાથ ચલે, બ્રજ ગોકુલસેં મથુરાં ગિરિધારી.
  તાં દિનતે બ્રજનાયિકા સુંદર, રંપતિ ઝંપતિ કંપતી પ્યારી.
  ઉનકે નેનકી સરિતા ભઈ, (જેસે) શંકર સીસ ચલે જલભારી.
  કવિ ગંગ કહે સુન શાહ અકબર, તાં દિનતે જમુના ભઈ કારી.
  શાહ આ સાંભળી વધારે આનંદ પામ્યો. અને એક કીમતી સરપાવ ગંગને આપ્યો.

  • captnarendra મે 5, 2015 પર 9:23 પી એમ(pm)

   પ્રજ્ઞાજુ, આપના પર્તિભાવ માટે અંગ્રેજી શબ્દમાં ઉદ્ગાર નીકળે – Amazing! બંગાળીમાં ‘ચોમોત્કાર!’ અને ગુજરાતીમાં ‘અદ્ભૂત’! વાહ, ક્યા બાત હૈ!
   સુરેશભાઈ, કાગળમાં કૈંક લખાય, કાગળમાં કૈંક શિલ્પ જણાય! આ કાર્ય માટે લેખક અને શિલ્પી જોઈએ, અને દેવો (સુરો)ના ઈશને તો બન્ને સાધ્ય છે, જે આપે અહીં સર્જ્યું!

 2. chandravadan મે 5, 2015 પર 6:29 પી એમ(pm)

  આંખો કહે “સુંદરતા” તો મેં કહ્યું “આ છે સુંદર”

  રાજાને ગમે તે જ બને “રાણી”.

  “એરોગોમી”નું મુલ્ય અજાણ કેવી રીતે જાણે ?

  સુજા, આ કળા છે….બુધ્ધિ અજમાવાની વાત છે.

  સીએમ એક બાળ અને અજાણ છે !

  પ્રતિભાવરૂપે શું લખે ?

  છતાં….આ લખ્યું !

  ….>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 3. La Kant Thakkar મે 7, 2015 પર 1:13 એ એમ (am)

  સમય …. મનફાવે તેમ મૂડ-મિજાજ-સનકી-અત્રન્ગી તરંગ મુજબ વાપરી શકાય છે એટલે …….
  તમારા દિમાગમાં આ હાથીનો આકાર જ કેમ આવ્યો ? તમને આમાં આટલો રસ કેમ ? એના સ્વતંત્ર વિવિધ કારણો !
  વાતો ગમે તેટલી અ-સંબંન્ધ્ધ કેમ ન હોય (!) તમારી અભિરુચિ જે તરફ દોરે …..દોરવાવું પડે ….કે નહીં? !
  અન્યને એમાં ‘કંઈક’ નવું દેખાય પણ અને કંઈ જ ન દેખાય , ટાઈમ -પાસની પ્રવૃત્તિ એમ પણ લાગે !
  (કોઈને આ કોમેન્ટમાં ‘વાંક/દોષ -દેખું દૃષ્ટિ’ પણ નઝર આવે !!! તો છેકજ -સાવ ખોટ્ટા તો ન જ હોઈ શકે ને ? )
  બીજા ચિત્રમાં ,દવા-ટેબલેટ-સ્ટ્રીપની સાઈડ -પટ્ટી…અને ત્રીજું તો કોઈ બેટરી જેવું લાગે છે !!!!!!!
  { તમે આ બધા વાનાઓનો શું “ઉપયોગ’ કરો છો ? વેસ્ટમાંથી “બેસ્ટ” જેવું કંઈ ? ભાઈ ભેજું છે ….વપરાય પણ ! }
  આ બધું ફન=મજાક =ટાઈમ પાસ ન કે’વાય?
  “pragnaju” તો ‘વિદ્વતા=વિવિધતા-કાવ્ય રસ-ટુચકા-કથા-સાહિત્ય રસ[ બતાવવાના દાંત,પછી સવા લાખનો,મોતિયો-રમુજ….હાથી હોય તો આ વાર્તા…….’રસાલંકાર જણાય ‘… ‘ધ્યાન ઘટે બીન ધીરજ લાએ’ …
  ગંગે કહ્યું કે, ‘પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો.’ અને …………………….
  “નર એક રતિબિન એક રતિ કો.
  હજુર ! રતિ વગર બધુંજ ફોકટ છે. ”
  આ ‘શેરીંગ’ માટે ,captnarendra…અતિ-ઉત્સાહમાં કહી બેસે :”Amazing! બંગાળીમાં ‘ચોમોત્કાર!’ અને ગુજરાતીમાં ‘અદ્ભૂત’! “વાહ, ક્યા બાત હૈ!”( મીથુનભાઈ ની સ્ટાઈલ માં ! )

  “રાજાને ગમે તે જ બને “રાણી”. “એરોગોમી”નું મુલ્ય .” સુજા, આ કળા છે….બુધ્ધિ અજમાવાની વાત છે.”[cm]

  ” hem “-Chirag

  તમારા વિચારો જણાવશો? ક્યારેક આ બધું ” સાવ નિરર્થક લાગશે …ત્યારે …….વધુ અર્થહીન ‘કંઈક’ જડશે ..કેમ ?
  [ આમાં અગાઉ તમને પૂછાયેલા સવાલો+અપાયેલા જવાબોની ની ‘લીંક’છે હો ! ] પ્લીઝ ડુ નોટ ગેટ ઇરિટેટેડ! [હાદ].

  બાકી, જલસા કરો અને મોજો ….. આનંદો ..નાચો…કૂદો ..યા…………….એકલા એકલા ….. ” વિ .. ચા …રો ….”

  -લા’ કાન્ત / ૭.૫.૧૫

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: