સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.
logo

બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.

આ રહ્યો

 આ ચિત્ર પર 'ક્લિક' કરી, ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, ત્યાં પહોંચી જાઓ.

      વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી લઈ આવ્યો હતો -. બાળકોને  જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો  શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં કે,

આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?

     ‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ ‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/  નાણી લેવા વિનંતી. વાચકોને ખાસ કહેવાનું કે, ‘વાહ! વાહ!’ ની સહેજ પણ આકાંક્ષા આ જાહેરાત પાછળ નથી જ. આકાંક્ષા માત્ર એટલી જ કે,  હાલ માત્ર દસ જ શબ્દો સાથે શરૂ કરેલા આ પ્રોટોટાઈપ પ્રોજેક્ટમાં શી શી ખામીઓ રહી ગઈ છે, તે અમને જણાવે; જેથી  ૧૦૦૦-૨૦૦૦ શબ્દો તેમાં સામેલ કરતાં પહેલાં એમાં રહેલી ઊણપો દૂર કરી શકાય.

        શું શું છે – આ પાયલોટ પ્રોજેક્ટમાં? આ ચિત્રો જ જોઈ લો ને?

dict_1

અને દસ શબ્દો માટેની આ પ્રારંભિક અનુક્રમણિકા

dict_2

         દરેક શબ્દ માટે મજાનું ચિત્ર,  બહુવચન અને લિંગ અંગે માહિતી ( અવાજ સાથે) અને એ પ્રકારના બીજા શબ્દો મેળવવા, આગળ પાછળ જવાનાં બટનો અને એ ઓટોમેટિક રીતે બતાવતો સ્લાઈડ શો.

dict_3

     અને  બાળકો તાળીઓ પાડીને, હરખથી નાંચવા લાગે તેવી જાતજાતની ગ્રાફિક ઈફેક્ટો..

      તમે જાતે જ થોડાંક ખાંખાખોળાં કરી, બાળકની જેમ રમી અને બની શકે તો તમારાં કે મિત્રો/ સંબંધીઓનાં બાળકોને એ બતાવી – એમાં રહી ગયેલી ત્રુટિઓ / સુધારાઓ / ઉમેરાઓ સૂચવી, આ પ્રોજેક્ટમાં સહભાગી થશો?

Advertisements

2 responses to “ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

 1. readsetu મે 11, 2015 પર 7:07 એ એમ (am)

  હા, ખૂલ્યું સુરેશભાઇ.
  ચકલી માટે બરાબર છે.
  કબૂતર ‘કેવું’ હોય ને ! મને કબૂતર ‘કેવો’ સંભળાયું. બહુવચન પણ શીખવ્યું છે સરસ. આજે પક્ષીઓનું જ જોયું છે. જોતી રહીશ અને બીજાને મોકલીશ.
  અભિનંદન.. \
  લતા

 2. Vinod R. Patel મે 13, 2015 પર 12:11 એ એમ (am)

  Reblogged this on વિનોદ વિહાર and commented:
  મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાની વ્યવસાયે એન્જીનીયર તરીકે વરસોથી કામ કર્યું હોઈ એમનામાં તેઓ ગજબની તકનીકી સૂઝ બુઝ ધરાવે છે .

  એમની ૬૫ વર્ષની ઉંમરે એક ઉત્સાહી ૨૧મી સદીના બાળકની જેમ રોજ કંઇક નવું જાણવાનો એ શોખ ધરાવે છે .આધુનિક ‘Scratch’ ટેકનોલોજીમાં ખંતથી ઊંડા ઉતરીને આત્મસાત કરી ‘Scratch’ પર અવનવા પ્રોજેક્ટ એમણે જાતે તૈયાર કર્યા છે એ કાબિલે દાદ છે.
  એમના એક છેલ્લા પ્રોજેક્ટ વિષે એમના બ્લોગ સૂર સાધનામાં પ્રગટ એમની પોસ્ટ વિનોદ વિહારના વાચકો માટે એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું.

  -વિનોદ પટેલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: