સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કબીર વાણી

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર, મુંબાઈ

      પોતાના જૂના સંગ્રહમાંથી બહુ જહેમત લઈને જેમણે ઘણા બધા પુસ્તકોને ડિજિટલ રૂપ આપ્યું છે; તેવા નેટ મિત્ર શ્રી, મહેન્દ્ર ઠાકરે ‘કબીર વાણી’ નો એક સરસ ખજાનો આપણને ભેટ આપ્યો છે. તેમના આ સૌજન્ય માટે ખુબ ખુબ આભાર.

આ ચિત્ર પર ક્લિક કરો અને મૂળ પુસ્તક માણો.( દરેક દોહાના ગુજરાતીમાં અર્થ સાથે)

આ ચિત્ર પર ક્લિક કરો અને મૂળ પુસ્તક માણો.( દરેક દોહાના ગુજરાતીમાં અર્થ સાથે)

આ બધા દોહા હવે .pdf  ફાઈલમાં  આ રહ્યા

– ૧ –  ;  – ૨ –

 

અને એ લિન્કથી કબીરજીના જીવન વિશે પણ જાણી શકશો.

ભાગ -૧

ભાગ -૨  

ભાગ -૩

ભાગ -૪  

ભાગ -૫

જંત્રી

8 responses to “કબીર વાણી

 1. અક્ષયપાત્ર/Axaypatra મે 21, 2015 પર 6:06 પી એમ(pm)

  અમૂલ્ય ખજાનો…. વહેંચવા માટે આભાર…

 2. pragnaju મે 21, 2015 પર 8:48 પી એમ(pm)

  जहाँ ग्राहक तँह मैं नहीं, जँह मैं गाहक नाय ।
  बिको न यक भरमत फिरे, पकड़ी शब्द की छाँय ॥

  झूठे सुख को सुख कहै, मानता है मन मोद ।
  जगत चबेना काल का, कुछ मुख में कुछ गोद ॥

  जो तु चाहे मुक्ति को, छोड़ दे सबकी आस ।
  मुक्त ही जैसा हो रहे, सब कुछ तेरे पास ॥

  जो जाने जीव आपना, करहीं जीव का सार ।
  जीवा ऐसा पाहौना, मिले न दीजी बार ॥ ખજાનાના આ મોતી વધુ ગમ્યા

 3. Bipin Nadiyad મે 24, 2015 પર 9:46 પી એમ(pm)

  તમે આ નવિન વિચારથી ઇ-બુક તૈયાર કરી નેટ દ્વારા સૌ કોઈ માટે સરળ કરો છો તે માટે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો…. પ્રાચિન સાહિત્યને તમે નવીનતમ રૂપ આપો છો તે બદલ આપનો આભાર… સમાજ સેવાનું એક ઉત્કૃષ્ટ રૂપ આપ આપી રહ્યા છો…
  બિપિન શુક્લ

 4. Vimala Gohil મે 27, 2015 પર 7:15 પી એમ(pm)

  થોડા સમય પહેલા” મા ગુર્જરીને ચરણે…….” દ્વારા શ્રી ગોપાલ સાહેબે “પિઓને પ્રેમ રસના પ્યાલા” અને” સંત ભક્ત
  ચરિત્ર” જેવી પોસ્ટ મૂકીને ભક્તિ રસ પાયેલ. આપે કબીર વાણી લભ્ય કરાવીને ભક્તિ રસ તરબોળ કર્યા. ખૂબ-ખૂબ
  આભાર.

 5. સુરેશ માર્ચ 9, 2016 પર 7:49 એ એમ (am)

  કબીર

  કબીરના જ્ન્મ વિષે એકથી વધારે મત છે. પંદરમી સદીમાં થઈ ગયેલા આ સંત કવિનો ઉછેર એક ગરીબ વણકર મુસલમાન કુટુંબમાં થયેલો. ધર્મની સમજ એમને મળેલી કુદરતી બક્ષીસ હતી. કબીર પોતે નિરક્ષર હતા, એ જે બોલતા એ એમના શિષ્યો લખી લેતા. કબીર સરળ ભાષામાં, કોઈપણ સંપ્રદાય કે રૂઢીઓની પરવા કર્યા વગર, સાચી વાત કરતા, એથી એમનો હિંદુઓ અને મુસાલમાનોનો અમુક વર્ગ વિરોધ કરતો. કબીરના દોહા, સાખી, અને સાહિત્યના અન્ય પ્રકારો પ્રચલિત છે. ગુરૂગ્રંથ સાહેબમાં પણ એમની સાખીઓ ઉપલબ્ધ છે.

  ઓછું ભણેલા કે અભણ સંતોએ પોતાની સાદી ભાષામાં આપેલો ઉપદેશ જેટલો અસરકારક છે તેટલો આપણા શાસ્ત્રોના મહાગ્રંથોમાં કદાચ નથી. શાસ્ત્રો સમજવા અન્યની જરૂર પડે છે, જ્યારે ધીરો, ભોજો, અખો કે કબીર જે કહે છે એ સામાન્ય માણસ પણ સમજી શકે છે. કબીરના દિકરાનું નામ કમાલ હતું. એના દિકરાને સંબોધીને કબીરે કહેલો આ દુહો જુવોઃ

  કબીર કહે કમાલકો, દો વાતાં શીખ લે,
  કર સાહેબકી બંદગી ઓર ભૂખેકો ભોજન દે.
  બસ બે પંક્તિઓએ એના દિકરાને જીવનમાં આપવાના બધા સારા સંસ્કાર આપી દીધા.

  કબીરની સાખીઓ અને ભજનોમાં ચાદરને મનુષ્ય શરીર અને આત્માના પ્રતિક બનાવીને ઉત્તમ વાતો વણાયલી છે. એમનાં “ચદરિયાં જીની રે જીની” અને “જીની જીની બીની ચદરિયા” ભજનો અતિ પ્રચલિત છે.

  છેલ્લા વીસેક વરસથી કબીરના દોહા પ્રત્યે મને જબરૂં આકર્ષણ છે. એમના અસંખ્ય દોહામાંથી મારી પસંદના થોડા દોહા અહીં રજૂ કરૂં છું.

  દુઃખમેં સુમિરન સબ કરે, સુખમે કરે ન કોય,
  જો સુખમેં સુમિરન કરે, તો દુઃખ કાહે હોય?

  બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય,
  જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

  સાંઈ ઇતના દીજીયે, જ્યામેં કુટુમ્બ સમાય,
  મૈંભી ભૂખા ના રહું, સાધુ ન ભૂખા જાય.

  માટી કહે કુંભારકો, તું ક્યા રોંધે મોય,
  એક દિન ઐસા આયેગા, મૈં રોંધુંગી તોય. (આ દોહો મારો સૌથી પ્રિય દોહો છે.)

  ચલતી ચાકી દેખકે, દિયા કબીરા રોય,
  દો પાટન કે બીચમેં, બાકી બચા ન કોય. (શું ગજબની વાત કહી છે?)

  પોથી પઢ પઢ કર જગ મુવા, પંડીત ભયા ન કોય,
  ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડીત હોય.
  અને

  પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય,
  રાજા-પરજા જેહી રૂચે, શિશ દેઈ લઈ જાય.
  ———-
  શ્રી. પી.કે.દાવડા

 6. સુરેશ માર્ચ 9, 2016 પર 9:07 એ એમ (am)

  હિમ્મતલાલ જોશી ( આતા) એ મોકલેલ ઈમેલ…
  —-
  કબીર સાહેબ નિસ્પૃહી નીડર નિરાભિમાની મહાન સંત હતા . એટલે એની ખ્યાતી ભારત વર્ષમાં ફેલાએલી હતી ઘણે દુરથી એક માણસ એને મળવા આવ્યો . અને એમને ઘરે ગયો . કબીરના ઘરની એકજ ઓસરીએ એક કસાઇનું ઘર હતું . એટલે પ્રાણીના માથાં ચામડી ઉતારેલી શરીરના ભાગો લટકતા હતા . કબીર સાહેબની પત્નીના કહેવાથી ખબર પડી કે કબીર શૌચ ક્રિયા કરવા જંગલમાં ગયા છે , તમે બેસો થોડી વારમાં તે આવી જશે . પણ આવનાર બેઠો નહિ અને તે કબીર સાહેબ ની શોધમાં ગામ બહાર નીકળી ગયો થોડી વારમાં કબીરને આવતા જોયા તેમને પ્રણામ કર્યા અને બોલ્યો .

  कबीरा तेरी कोटड़ी गल कटियन के पास ?

  સાંભળીને કબીર સાહેબે ઉત્તર આપ્યો .

  करेगा सो भरेगा तू क्यों भया उदास

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: