સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન – પ્રાસ્તાવિક

  કેમ, નામ વાંચીને નવાઈ પામી ગયા ને? આ બ્લોગની અવલોકન યાત્રા અને ‘બની આઝાદ’ ની જીવન જીવવાની કળાની વાતો વચ્ચે આ શું ? 

      વાત જાણે એમ છે કે, પાંચેક મહિના પહેલાં, સ્થાનિક લાયબ્રેરીમાંથી હૈયું હચમચાવી નાંખે તેવી, પણ અત્યંત પ્રેરક  જીવનકથા વાંચવામાં આવી. એ વાર્તાની માવજત, પકડ અને એમાંથી ઉજાગર થતી માનવ સામર્થ્યની મહેંકથી  આ જણ ઘણો પ્રભાવિત થયો અને એવો ભાવ પ્રગટ્યો કે, લખ-વા પરની બ્રેક હટાવી, આ વાર્તા લોકો સુધી પહોંચાડવી. પછી એમ થયું કે, ‘વેબ ગુર્જરી’ જેવી વેબ સાઈટ પર એ મુકાય, તો ઘણા વાચકો સુધી પહોંચી શકાય.  આ વાત ‘વેગુ’ના સંચાલકો અને સ્વજન જેવા મિત્રો આગળ રજુ કરી. આનંદ અને ઉલ્લાસની વાત એ બની કે, તેમણે અત્યંત પ્રેમ અને ઉમળકા સાથે, આ લખનારની ભાવનાનો સાનુકૂળ પડઘો પાડ્યો. આમ એક ગુજરાતી લઘુનવલનો જન્મ થયો.

       આટલી પ્રસ્તાવના પછી આપ સૌને વધારે ટટળાવ્યા કરતાં આ વાર્તા વિશે બે’ક વાત.

શું છે કથામાં ?

        આ કથા યુગાન્ડાના પાટનગર કમ્પાલાના સ્લમ વિસ્તારમાં આશરે ૧૯૯૬માં જન્મેલી, ફિયોના મુતેસી નામની એક આફ્રિકન કન્યાની જીવનયાત્રાની છે. આ યાત્રા દુનિયાના સૌથી કંગાળ સ્લમ વિસ્તારોમાંના એક એવા કોટવેમાં, હૃદય વિદારી નાખે તેવી તેની કુટુંબની કંગાલિયતમાંથી શરૂ થાય છે. એક સન્નિષ્ઠ સમાજસેવક દ્વારા એ સ્લમનાં બાળકોને ચેસની રમત રમવાનું શિખવાડવાના પ્રૉજેક્ટની તેમાં વાત છે. એ રમતમાં નિપુણતા મેળવી ફિયોના વિશ્વફલક પર જાણીતી બની – તેની આ કથા છે. અમેરિકામાં આમંત્રિત મહેમાન તરીકે ફિયોનાની મુલાકાતની ઘટના સાથે આ કથા પૂર્ણ થાય છે.

આ ચિત્ર પર 'ક્લિક' કરી મૂળ પ્રાસ્તાવિક વાંચો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી મૂળ પ્રાસ્તાવિક વાંચો.

 એ પ્રાસ્તાવિકમાં વ્યક્ત કરેલો આ લખનારનો  મૂળ ભાવ…

        ……કદાચ એના વાંચન બાદ આપણને પણ એવો ભાવ જાગી આવે કે સમાજનાં આવાં કચડાયેલાં દુ:ખીજનો માટે આપણે કાંઈક કરીએ. એવાં અનેક બાળકો હશે જ કે જેમનામાં ફિયોનાના જેવી શક્તિઓ સુષુપ્ત પડી હોય ! એવા પણ સમાજસેવકો હશે કે જેમનામાં આવી શક્તિઓને બહાર લાવવાની તમન્ના હોય ! એમની તમન્ના એ પણ હોય કે આવી ઝળહળતી સફળતા ન પામી શકે, તો પણ એ હતાશ, નિર્માલ્ય બાળકોમાં ખુમારીથી જીવન જીવવાની તમન્ના જાગી ઊઠે; સમાજ માટે બોજારૂપ બનવાને બદલે સમાજમાં એમનું નાનકડું પ્રદાન આપીને સારા સ્વાસ્થ્ય સાથે સુખી જીવન જીવતાં નાગરિકો બને. આવો ભાવ આપણામાં જાગે તે સુરેશભાઈની અંતરની આશા છે. આપણે એ આશાની મશાલને પ્રજ્વલિત બનાવતાં રહીએ.

 આવતીકાલે આ કથાનું પહેલું પ્રકરણ અહીં …. પુનર્મુદ્રિત  થશે.

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

2 responses to “કોટવેથી મેનહટન – પ્રાસ્તાવિક

  1. Pingback: લઘુનવલ | સૂરસાધના

  2. aataawaani મે 24, 2015 પર 7:36 એ એમ (am)

    ફીયોનાની વાત ઘણું શીખવી જાય છે
    મારી માસીના દીકરા ભાઈ મારા ધનજી ભાઈ કમ્પાલા યુગાન્ડા માં વરસો રહેલા છે। અને મારો ભાઈ પ્રભાશંકર પણ કમ્પાલા થી નૈરોબી અને નૈરોબીથી અમેરિકા આવે લો છે .પોતાના આપ બળે અને એના આપબળના રૂડા પ્રતાપમાં હિંમતલાલ જોશી “આતા ” અમેરિકામાં છે .અને સુરેશ જાની અને અમેરિકન મિત્ર ક્રિશ નાં પ્રતાપમાં આતા બ્લોગ મહાસાગરમાં સેલારા મારે છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: