સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુજરાતી ભાષા

હમણાં ‘સ્ક્રેચ’ પર એક  સાવ અજાણી ભાષામાં (Catalan) પ્રોજેક્ટ જોતાં એના વિશે તપાસ કરવા મન થયું. સ્પેનના ઉત્તર ભાગમાં બોલાતી એ ભાષા બોલનારા લોકો આખા સ્પેનમાં માત્ર ૯૦ લાખ છે.  ( સ્ક્રેચ પર સુ.જા. અહીં )

પણ… વિકિપિડિયામાં કેટેલન ભાષામાં  ૪૬૫,૩૯૫ લેખો છે. વિશ્વની બધી ભાષાઓમાં વિકિ પર તેનો નમ્બર ૧૭મો છે.

પહેલી ૨૦ ભાષાઓ …

1.000,000 + Articles

1 English 4,899,737
2 Swedish 1,968,796
3 German 1,827,861
4 Dutch 1,825,443
5 French 1,636,247
6 Waray-Waray 1,259,124
7 Russian 1,231,432
8 Cebuano 1,211,290
9 Italian 1,206,343
10 Spanish 1,182,558
11 Vietnamese 1,133,823
12 Polish 1,118,421

100 000+ articles

Language Articles
13 Japanese 971,357
14 Portuguese 877,854
15 Chinese 827,126
16 Ukrainian 578,195
17 Catalan 465,395
18 Persian 459,066
19 Norwegian (Bokmål) 413,757
20 Serbo-Croatian 406,111

છઠ્ઠા નંબરની ભાષા ….વરય -વરય ફિલિપાઈન્સની પાંચમા નંબરની ભાષા છે – ૨૬ લાખ વપરાશ કરનારા !!

આપણને સ્વાભાવિક રીતે જ સાત કરોડ લોકોની ગુજરાતી ભાષા કયા સ્થાને છે – એ જાણવા મન થાય.

લો … જાણો એનો નંબર – ૯૭ મો !

97 Gujarati 25,556

હિન્દી પણ છેક ૫૧મા નંબરે

51 Hindi 100,189

કમસે કમ… ગુજરાતીનું નામ તો આ લિસ્ટમાં છે – એ આનંદની વાત -આભાર શ્રી, ધવલ વ્યાસ અને તેમની ટુક્ડીનો.

વિકિસ્રોત વિશે અહીં જાણો ( ચિત્ર પર ક્લિક કરો )

9 responses to “ગુજરાતી ભાષા

 1. સુરેશ June 24, 2015 at 7:38 am

  ગુજરી ( ગોજરી) ભાષા વિશે જાણો…
  https://en.wikipedia.org/wiki/Gujari_language

  એ ગુજરાતી/ મારવાડી ભાષા પરથી ઊતરી આવેલી છે – અને ૧૦ લાખ લોકો બોલે છે – મુખ્યત્વે કાશ્મિર/ ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં.

 2. Chirag June 24, 2015 at 9:45 am

  Gujarati and Hindi might not have the deserved place on wiki bcoz majority of computer literate people also know English and use English chiefly.

 3. pragnaju June 24, 2015 at 11:25 am

  નવું જાણવા મળ્યું
  નંબર – ૯૭ મો માંથી એક આંકડામા નંબર લાવવા
  લગે રહો…………………………………………………..
  કહેવાય છે કે તમે ફ્રાન્સ જાવ અને અંગ્રેજીમા પૂછો તો વૅઇટર પણ જવાબ નહીં આપે પણ તમે ગુજરાતીમા કહેશો તો એ ઇશારાથી પણ સમજવા પ્રયત્ન કરશે.અમારા ભાણાભાઇ એ સેકંડ લેંગવેજ જર્મન રાખેલી તો જર્મન એમ્બેસેડરનો અભિનંદનનો ફોન અને ભેટ પણ મળી હતી. સાંભળવા પ્રમાણે અહીં પણ તમે એક વિષય એરેબીક રાખો તો તમારા ગ્રેજ્યુએશન બાદ નોકરીની વધુ તક મળે છે.ન્યુ જર્સીની કોમ્યુનીટી કોલેજો મા દાખલ થાવ તો ભૂલી ગયેલું ગુજરાતી બરોબર આવડી જાય

 4. અશોક મોઢવાડીયા June 24, 2015 at 11:42 am

  આભાર દાદા.
  ૧ થી ૧૦૦માં ગુજરાતીનું નામ પણ છે એ આનંદની વાત છે કે દુઃખની એ નક્કી નથી થતું !!! આપે આર ભરાવી છે તો કદાચ કેટલાંક ગુજરાતીભાષી ગળિયા બળદો આળસ ખંખેરી બેઠા થાય ! બાકી અન્ય ભાષીઓની વસતીના પ્રમાણમાં સરખામણી કરીએ તો આપણે માટે જરાય હરખાવાની વાત નથી જ.

  “મારું શું ?” અને “મારે શું ?” જ્ઞાનકોશ જેવા પ્રકલ્પો પર ગુજરાતી ભાષાની પ્રગતિના ગ્રાફને આગળ વધતો અટકાવનાર આ બે સબળા વિઘ્ન છે. સ્વયંસેવકો બહુ ઓછા છે, મુંગે મોંએ પોતાનું કામ કર્યે રાખનારા કેટલાંક મિત્રો છે જેણે આટલું એ કર્યું છે, એ સૌ ખરેખર ધન્યવાદના હક્કદાર છે જ. બાકી તો અહીં કાઠીયાવાડીમાં કહે છે ને, ’પાવલીનો પીય ને પાંચ રુપયાનો ડોળ બતાવે’ એવા ઝાઝા મળે ! પણ તો યે આશા અમર છે. આપ સમા વડીલો આમ આર ઘોંચાવતા રહે અને જવાનીયાઓને જગાડતા રહે તો સ્રોત અને પીડિયા બન્ને પર ઘણો ટેકો સાંપડે તેમ છે. “વેબગુર્જરી”ના વડીલોએ આવતા માસથી વિકિસ્રોત વિશેની એક અનોખી લેખમાળાને ત્યાં વેબગુર્જરી પર સ્થાન આપવાનો સદભાવ દર્શાવ્યો છે એ પણ પ્રોત્સાહક કામ થશે. આપનાં સૂચનો અને માર્ગદર્શન મળતાં રહે એવી અભ્યર્થનાસહઃ આભાર. (આ તો હું ક્યારેક વિકિપીડિયા, સ્રોત પર થોડુંક કામ કરું છું અને પોતાને વિકિપીડિયન ગણાવું છું એ દાવે સઘળા વિકિપીડિયા વતી આપનો આભાર માનું છું.)

 5. Vinod R. Patel June 24, 2015 at 12:49 pm

  લો … જાણો એનો નંબર – ૯૭ મો !

  ગુજરાતી ભાષાને પ્રેમ કરતા હોય કે ન કરતા હોય એ દરેક ગુજરાતી માટે આ એક વિચાર માગી લે એવી અણગમતી પણ એક કમનશીબ હકીકત છે કે ગુજરાતીનું સ્થાન દુનિયાની ભાષાઓની હરોળમાં છેક ૯૭ મા નબરે ઉતરી ગયું છે.!

  ગુજરાતીના ભાષાના પંડિતો અને ભાષા શાશ્ત્રી, વિચારકો ,લેખકો સૌને માટે આ એક મોટો પડકાર છે . જેને માટે આપણે ગૌરવ લઈને ગરવી ભાષા કહીએ છીએ એને કેવી રીતે બીજી ભાષાઓ સામે કંઇક પ્રતિષ્ટિત સ્થાને સ્થાપી શકાય એના માટે વિચાર ચક્રો ચાલુ થઇ જાય,ઉપાય શોધી એ દિશામાં કામ થાય એવી આશા રાખીએ.

  જો કે વિકિપીડિયા પ્રમાણે “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં ગુજરાતી ભાષા ૨૬મા ક્રમે આવે છે.

  ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય ફલક પર વર્ગીકરણ પ્રણાલીમાં ઇન્ડો-આર્યન ભાષા સમૂહમાં મૂકવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા લગભગ સાત કરોડની છે .અને તે “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં એ ૨૬માં ક્રમે આવે છે.

  નવી ટેકનોલોજી-મોબાઈલ, વોટ્સ અપ વી.- નો લાભ લઈને ગુજરાતીના બહોળા જ્ઞાન નો પચાર અને પ્રસાર કરવાની જરૂર છે તો જ આ ગરવી ગુજરાતી ભાષાની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે એની ઓળખ ઉભી કરવામાં મદદ થશે.

  આજે ઇન્ટર નેટના માધ્યમથી વિદેશમાં વસતા પ્રૌઢ અને યુવાન ગુજરાતીઓ એમના બ્લોગ મારફતે એમની ગાંડી ઘેલી રીતે પણ ગુજરાતી ભાષાની ઓળખ માટે બનતી સેવા કરી રહ્યા છે એ ભુલાવું ન જોઈએ . કોમ્પ્યુટર ઉપર એક ક્લિક કરતાં વિશ્વના કેટલાએ દેશોમાં ગુજરાતી પહોંચી જાય છે . આ માધ્યમને વધુ વ્યવસ્થિત રીતે વિકસાવીને ગુજરાતી ભાષા સુ સાં પૈસા ચાર નથી પણ એમાં પણ બીજી ભાષાઓ જેવી પ્રગતી કરવાની ઘણી શક્યતાઓ,ઘણી ખૂબીઓ પડેલી છે એની વિશ્વને પ્રતીતિ કરાવી શકાય .

 6. સુરેશ June 25, 2015 at 7:17 am

  આ બાબત થયેલ ઈ-મેલ સંવાદ…
  શ્રી. પી.કે.દાવડા
  અમાં કોઈ નવી વાત નથી. ભૂલી ગયા “શું શા પૈસા ચાર”?
  સુરેશ જાની
  વાસ્તવિકતા એ છે કે, મોટા ભાગના ગુજરાતીઓ લઘુતા ગ્રન્થિથી પીડાય છે! એમને પૈસે ટકે સુખી થવા સિવાય બીજું કોઈ ધ્યેય નથી હોતું. અંગ્રેજી કામની ભાષા છે – ગુજરાતી માત્ર ટહેલવાની – નિજાનંદની જ.
  ગુજરાતી પંડિતો વળી એક ઓર માયા છે! મારા દસ વર્ષના બ્લોગિંગ અનુભવે એ સત્યની પ્રતીતિ થઈ છે કે, એ જમાત ગુરૂતા ગ્રંથિથી પીડાય છે . થોડાક અક્ષર વાળા (!) થયા, એટલે બીજા ગુજરાતીઓને એ માયાઓ જંતુ જેવાં સમજે છે. આ મારો વહેમ નથી – ૨૦૦ થી વધારે સાક્ષરો અને સાહિત્ય રસિકો સાથે સમ્પર્કમાંથી નીપજેલો કોમન ફેક્ટર છે !!!એમને સામાન્યો સાથે વહેવાર કરવામાં નાનમ લાગે છે. ગુજરાતીનો વ્યાપ વધારવો છે -પણ બાળકોના શિક્ષણના કામમાં એમને જરીકે રસ નથી. વાતો કરવામાં એ જમાત બૌ(!) હુંશિયાર છે.
  અને શિક્ષકો? ટ્યુશન સિવાય કશામાં એમાંના મોટા ભાગનાને રસ નથી. ( ઈ-વિદ્યાલયના બે વરસના અનુભવના આધારે.)
  બીજાની શુંવાત કરું ? મારી પોતાની જ વાત. વિકિ ટીમમાં જોડાયો હતો; પણ મારી નામના વધારે તેવા પરિચય બ્લોગમાંથી બહાર નીકળી એમની હારે કામ કરવાની વૃત્તિ થઈ ન થઈ અને દબાઈ ગઈ. અને વાતો અહં ઓગાળવાની કરું છું!!!
  શ્રી. હરનિશ જાની
  દાવડા સાહેબ, તમે તો મજાક પણ સરસ કરો છો. મને હસાવી દીધો.
  હવે મૂળ વાત. હું જ્યારે જ્યારે ગુજરાતી ફંક્શનમાં જાઉં છું અને મારી જાતને ગુજરાતી લેખક તરીકે ઓળખાવું છું. તો તેમના મોં પરના હાવભાવ જોવા જેવા હોય છે. જ્યારે મારા મરાઠી જમાઈને ત્યાં મુંબઈમાં તે લોકો એ મારો વરઘોડો કાઢવાનું બાકી રાખ્યું હતુ.
  એ મરાઠી લોકોમાં લેખકને સરસ્વતી પુત્ર ગણવામાં આવે છે.
  અમારા ન્યૂ જર્સીમાં ગુજરાતી ભાષાના ફંકશનમાં પહેલી હરોળમાં અભણ પૈસાદારો બેસે છે. ગુજરાતના લોકો આપણાં લેખો ગુજરાતમાં છાપે છે કારણ કે આપણું એડૅસ નોર્થ અમેરિકાનું છે. માટે. અને આપણે અમદાવાદ જઈએ તો કોઈ લેખક તરીકે ગણતું પણ નથી. સુરેશ દાદા, અમેરિકામાંથી ગુજરાતી બુજરાતી ૨૫ વરસ પછી રહેવાનું નથી. ભાષા એલીમેન્ટ્રી સ્કુલમાં ભણાવવામાં આવે તો જ રહે. અત્યારે ભાષાનું જે રુપ દેખાય છે તે બુઢિયાઓ જોડે જતું રહેવાનું અમારે ત્યાં થતી ગુજરાતીની સભાઓમાં ૬૦ નીચે એકે જણ હોતું નથી.
  માટે બીજી ચિંતા છોડી જે છે તેને એન્જોય કરો. આજથી વીસ વરસ પછી અઅ મેઈલ વાંચનારામાંથી કેટલા હયાત હશે. અને હશે તેમાંથી કેટલાના મગજ ચાલતા હશે?
  જલ્સા કરો જેન્તીલાલ.
  જુગલકીશોર વ્યાસ
  સરસ પ્રયોગો છે. અભીનંદન.

  • hirals June 25, 2015 at 4:59 pm

   કડવી સચ્ચાઇ. આંકડા બોલે છે તે સાચું જ બોલે છે.
   અંગ્રેજી બોલવાવાળા બધા જ અરબોપતિ થતા નથી. બધામાં હિંમત, આત્મવિશ્વાસ હોતો નથી.
   અહિં લંડનમાં ભિખારીઓ પણ અંગ્રેજીમાં જ ભીખ માંગતા હોય છે.
   ઓછા વેતન પર કામ કરતા કારીગરોની બાબતમાં અથવા તો ઘણી નોકરીઓમાં હક માટેની લડાઇ અંગ્રેજી બોલાતા દેશોમાં પણ થતી જ હોય છે.
   એ બાપડાઓને કદાચ ખબર નંઇ હોય, કે વિકસિત દેશોમાં ધોળી ચામડી વાળા અને અંગ્રેજી શીખવતા ગુરુઓ બની બેસવામાં કેટલી લહેર છે.

   • hirals June 25, 2015 at 5:01 pm

    ભૂલ સુધારઃ વિકસિત દેશો ને બદલે વિકાસશીલ દેશો વાંચવું.

    • hirals June 25, 2015 at 5:02 pm

     એ બાપડાઓને કદાચ ખબર નંઇ હોય, કે વિકસિત દેશોમાં ધોળી ચામડી વાળાઓને ‘અંગ્રેજી શીખવતા ગુરુઓ’ બની બેસવામાં કેટલી લહેર છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: