સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Malala day is not my day

      ‘સૂર સાધના’ પર આ શિર્ષકનું ગુજરાતીકરણ કરવા મન નથી થતું!

       કારણ એ કે, એ બોલનાર કિશોરીની નમ્રતા આગળ મસ્તક ઝૂકી ગયું. કમ સે કમ એના શબ્દોનો ત્યાં અનુવાદ ટાળ્યો.

       પણ……૧૨ જુલાઈ- ૨૦૧૩ ના દિવસે પોતાની સોળમી વર્ષગાંઠના દિવસે યુનોની યુવાનો માટેની એક ખાસ સભામાં, સૌથી  નાની વયની નોબલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફ ઝાઈએ આપેલ સંદેશના  પ્રારંભિક ભાગનો  અનુવાદ આ રહ્યો…

સૌથી વધારે લાભદાયી અને દયાવાન અલ્લાના નામે….

       આજે ઘણા વખત પછી મને ફરીથી બોલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે; તે મારા માટે મોટા સન્માનનો પ્રસંગ છે. અહીં આટલી બધી માનવંત હસ્તીઓ વચ્ચે હોવું –  એ મારા જીવનની એક મહાન ઘટના છે.

     મારા વક્તવ્યની શરૂઆત શી રીતે કરવી તેની મને ખબર નથી. ‘મારે શું કહેવું જોઈએ?’ – એ માટેની આ સાંભનારાઓની શી અપેક્ષા છે- એની પણ મને ખબર નથી.પણ સૌથી પહેલાં,જેની આગળ આપણે સૌ એક સરખા છીએ, તે મહાન અલ્લાનો હું આભાર માનું છું. આપત્તિમાંથી ઝડપી છૂટકારા અને નવા જીવન માટે જે જે માનવીઓએ મારા માટે મહાન અલ્લાને બંદગી કરી છે; તે સૌનો હું આભાર માનું છું. આ માનવોએ મારા માટે કેટલો બધો પ્રેમ દર્શાવ્યો છે; તે હું હજુ માની શકતી નથી. આખી દુનિયામાંથી મને શુભેચ્છાના હજારો સંદેશા અને ભેટ મળ્યાં છે. સૌનો ખુબ ખુબ આભાર. નાનાં નાનાં ભુલકાંઓના નિર્દોષ શબ્દો માટે આભાર. તેમના શબ્દોએ મને બહુ જ પ્રોત્સાહન આપ્યુંં છે. વડીલોની મારા માટેની પ્રાર્થનાઓ માટે ખુબ ખુબ આભાર. તેમણે મને વેદના સહન કરવાની  તાકાત આપી છે. 

     પાકિસ્તાન અને યુનાઈટેડ કિન્ગડમમાં (UK)  મારી  સારવાર કરનાર નર્સો, ડોક્ટરો અને હોસ્પિટલના બધા કર્મચારીઓનો આભાર. પાકિસ્તાન અને UAE ની સરકારોનો આભાર – જેમણે મને સ્વસ્થ થવા અને તાકાત પાછી મેળવવા બહુ મોટી મદદ કરી છે. યુનોના સેક્રેટરી જનરલ  શ્રી. બાન -કિ -મુનને તેમની વૈશ્વિક શિક્ષણ માટેની પહેલને અને શિક્ષણ માટેના યુનોના ખાસ દૂત શ્રી. ગોર્ડન બ્રાઉનના કાર્યને હું દિલી ટેકો આપું છું. તેઓ બન્ને વિશ્વને શિક્ષણની બાબતમાં જે નેતૃત્વ આપી રહ્યા છે – તે માટે હું તેમનો આભાર માનું છું. આ બન્ને મહાનુભાવોએ કાર્યરત રહેવા માટે આપણને  પ્રેરણા આપવાનું અવિરત ચાલુ રાખ્યું છે. 

        ‘મલાલા દિવસ’ તરીકે જાહેર કરાયેલ આજનો દિવસ – એ મારો દિવસ નથી. આ દરેક સ્ત્રીનો, દરેક કિશોર અને કિશોરીનો દિવસ છે -જેમણે પોતાના મૂળભુત હક્કો માટે અવાજ ઊઠાવ્યો છે. 

મૂળ અંંગ્રેજી શબ્દો અહીં….એ ધ્યાનથી વાંચવા વિનંતી.

આ ચિત્ર પર 'ક્લિક' કરો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

આ ટબુકડીને આટલું સન્માન મળવા પાછળનું એનું બળ અને તેની યાતનાઓ સમજવા માટે આપણે તેની જીવન કથની સમજવી/ આત્મસાત કરવી રહી.

આ ચિત્ર પર ક્લિક કરી એના જીવન વિશે જાણો.

આ ચિત્ર પર ક્લિક કરી એના જીવન વિશે જાણો.

નીચેના બે વિડિયોમાં તેને સાંભળો – તેના પ્રાણની શક્તિ સાથે તાદાત્મ્ય અનુભવો….

મલાલા દિવસની યુનોમાં જાહેરાત વખતે સંભાષણ

નોબેલ પારિતોષિક મેળવતી વખતે તેનો સંદેશ.

આજે હમણાં જ મલાલાનું જીવનચરિત્ર વાંચી આ લખવા પ્રેરણા મળી. 

Advertisements

4 responses to “Malala day is not my day

 1. Vinod R. Patel જૂન 25, 2015 પર 8:01 પી એમ(pm)

  આતંકવાદીઓના હુમલામાં મૃત્યુમાંથી ઉભા થઇ ૧૫ વર્ષની ઉંમરે નોબલ પ્રાઈઝ મેળવીને જગતના

  લોકોનું દીલ જીતી લેનાર પાકિસ્તાનની નાનકડી મલાલા ને સલામ . એના માટે હજુ ઘણું કરી બતાવવા માટે

  ઘણી ઉંમર સિલકમાં પડી છે. એના ઉજળા ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ

 2. kanakraval જૂન 25, 2015 પર 9:11 પી એમ(pm)

  મલાલાએતો નમ્ર ભાવે તેમ જાહેર કર્યં પણ તમે તેનો અદ્યાહારતો વાપરી શકો

  આતો દરેક કિશોર અને કિશોરીનો દિવસ છે !   From: સૂરસાધના To: kanakr@yahoo.com Sent: Thursday, June 25, 2015 3:29 PM Subject: [New post] Malala day is not my day #yiv0526654451 a:hover {color:red;}#yiv0526654451 a {text-decoration:none;color:#0088cc;}#yiv0526654451 a.yiv0526654451primaryactionlink:link, #yiv0526654451 a.yiv0526654451primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv0526654451 a.yiv0526654451primaryactionlink:hover, #yiv0526654451 a.yiv0526654451primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv0526654451 WordPress.com | સુરેશ posted: “‘સૂર સાધના’ પર આ શિર્ષકનું ગુજરાતીકરણ કરવા મન નથી થતું!કારણ એ કે, એ બોલનાર કિશોરીની નમ્રતા આગળ મસ્તક ઝૂકી ગયું. કમ સે કમ એના શબ્દોનો ત્યાં અનુવાદ ટાળ્યો.પણ ૧૨ જુલાઈ- ૨૦૧૩ ના દિવસે પોતાની સોળમી વર્ષગાંઠના દિવસે યુનોની યુવાનો માટેની એક ખાસ સભામાં, સ” | |

 3. hirals જૂન 26, 2015 પર 5:29 એ એમ (am)

  Very true.Salute to this girl.
  In my eyes, not only Malala, her proud parents and their though process is also much appreciated.

  • સુરેશ જૂન 26, 2015 પર 6:53 એ એમ (am)

   એક્દમ સાચી વાત. તેની માતા સામાન્ય પઠાણ મહિલાઓ કરતાં વધારે બહાદુર અને જાગૃત છે.પણ મલાલાની હિમ્મત અને જાગૃતિ માટે તેના પિતાને વધારે યશ આપવો પડે. કન્યા કેળવણી માટે પખ્તુનિસ્તાનના પછાત સમાજમાં એક પાઈની પણ મુડી વિના તેમણે આદરેલ શિક્ષણં યજ્ઞ કાબિલે દાદ છે.
   બર્મિન્ગહામમાંં મલાલા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, ત્યારે તેની ધીમે ધીમે પાછી આવી રહેલી સ્મૃતિઓમાં ‘અબ્બા’ સતત હાજર રહેવા માંડ્યા હતા.

   સૌવાચકોને વિનંતી કે, મલાલાની જીવન કથની ઉપર જણાવેલી લિન્ક પરથી જરૂર વાંચે.
   અહીં હિન્દીમાં પણ ….
   https://hi.wikipedia.org/wiki/%E0%A4%AE%E0%A4%B2%E0%A4%BE%E0%A4%B2%E0%A4%BE_%E0%A4%AF%E0%A5%81%E0%A4%B8%E0%A5%81%E0%A4%AB%E0%A4%BC%E0%A4%9C%E0%A4%BC%E0%A4%88

   આપણને એ જાણીને પણ ખુશી થવી જોઈએ કે, મલાલા બ્લોગર હતી અને છે !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: