સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મૌન

નેટ ઉપર આર્ય મૌન જાળવવાના અનેક અસફળ પ્રયત્નો કર્યા!

પાંચ દિવસ ‘આર્ટ ઓફ લિવિન્ગ’નો મૌન કાર્યક્રમ હમણાં કાલે જ પતાવ્યો!

અને આજે એ મૌનને પણ પતાવી દેવાની મઝા જ મઝા!

લો ..  આ ચિત્રકથા…

This slideshow requires JavaScript.

એક ખાસ ઉપલબ્ધિ…

પ્રયત્ન વગરની હળવાશ એટલે ધ્યાન.

શ્રી. શ્રી. રવિશંકર

અને આ બે ખાસ યાદગીરીઓ

IMG_20150706_151040

{ સૌ સહાધ્યાયીઓની વચ્ચે શ્રી. શ્રી. રવિશંકર આવ્યા
અને અંગત રીતે આશિર્વાદ આપ્યા,
તે બાદ મળેલ પ્રસાદી.]

પાંચ વર્ષના સુજાની માસ્ટર આર્ટ !

પાંચ વર્ષના સુજાની માસ્ટર આર્ટ !

ઘણી બધી યાદો છે. પણ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરનારે બધી યાદો સમેટી લેવી- એ જ કર્તવ્ય છે નહીં વારૂ?

 નહીં તો… આવી જ તાલીમ સ્વદેશમાં ‘વાસદ’ ખાતે આવેલા શ્રી શ્રી આશ્રમમાં પણ લીધી જ હતી ને? આ રહી.

– અસ્તુ

——–

નેટમિત્ર શ્રી. વિનોદ પટેલનું આ પોસ્ટ માટે યોગદાન…

maun

Advertisements

11 responses to “મૌન

 1. pravina જુલાઇ 6, 2015 પર 4:26 પી એમ(pm)

  તમે જણાવ્યું એટલે આપને સહર્ષ લખી રહી છું. જૂનની ૧૨ તારિખે ‘કૉફ્મેન’ ડલાસ પાસે ૧૦ દિવસ માટે ‘વિપાસના’માં ગઈ હતી.૨૧મી જૂને પાછી આવી. મારી ૭૦મી વર્ષગાંઠ પૂર્ણ શાંતિ અને મૌન દ્વારા મનાવી.
  પ્રવિનાશ

 2. Vinod R. Patel જુલાઇ 6, 2015 પર 5:02 પી એમ(pm)

  મૌનની પણ એક ભાષા હોય છે . મુખ બંધ હોય છે છતાં મન બોલતું રહે છે . મનને મૌન કરવું -બોલતું બંધ કરવું -એ જ ખરું મૌન.

 3. harnishjani52012 જુલાઇ 6, 2015 પર 6:02 પી એમ(pm)

  હોઠ સીવીને ચૂપ ચાપ જોયા કરો –મૌન પેદા કરે છે ભરમ કેટલા.

 4. સુરેશ જુલાઇ 6, 2015 પર 7:29 પી એમ(pm)

  મૌનની ભાષા!
  હરનિશ ભાઈએ અવતરણ એકદમ સાચું જ ટાંક્યું છે. મનને કદી અટકાવી નહીં શકીએ.એને અટકાવવા જઈશું તો અનેક નવા ભરમો એ પેદા કરી નાંખશે.
  માટે …..
  જે વિચાર આવે તેને માત્ર જોયા જ કરવાના. જેમ પવન શાંત થાય અને સરોવરની સપાટી પરના તરંગો શાંત થઈ જાય – તે જ પ્રક્રિયાથી મનના તરંગોને પણ શાંત કરી શકાય છે; અથવા વધારે સારી રીતે કહીએ તો, એમની તાકાત આપણી અંદર રહેલા ચૈત્ય તત્વની અસીમ તાકાત આગળ પોતાની હાર જાતે જ કબૂલી લે છે.
  આજ છે આવી તાલીમની ખાસ ઉપલબ્ધિ…

  પ્રયત્ન વગરની હળવાશ એટલે ધ્યાન.
  શ્રી. શ્રી. રવિશંકર


  બાવન જ વરસના આ બાળકે આખા વિશ્વમાં – ૧૫૦ દેશોમાં અને ત્રણ કરોડથી વધારે લોકોને આ ઉપલબ્ધિ કરાવી છે. આ ગનાન શીખવનારા ૨૫,૦૦૦ શિક્ષકો તૈયાર કર્યા છે, અને બાળકોમાં નાની ઉમ્મરથી જ આવી જાગૃતિ આવતી થાય તે ઉમદા હેતુથી ૨૩૦ થી વધારે શાળાઓ સ્થાપી છે – વિશ્વભરમાં ફેલાયેલા આશ્રમોની સંખ્યા જાણીને અહીં જણાવીશ.
  આટલી મોટી હસ્તી હોવા છતાં, એમનું નિર્મળ હાસ્ય માત્ર જ માણવા જેવું છે – સાવ બાળક જેવી નિર્મળતાથી ભરપૂર સ્મિત. આખી દુનિયામાં પથરાયેલા સામ્રાજ્યના સમ્રાટ હોવા છતાં…..

  ચિરંજીવી હળવાશ, ઊંડા ધ્યાનની હળવાશ.

 5. harnishjani52012 જુલાઇ 6, 2015 પર 8:38 પી એમ(pm)

  મને આજકાલ સંભળાતું નથી. એટલે મૌન રહેવું પડે છે. બોલતો નથી એટલે એનર્જી બચે છે. એટલે મગજ ખૂલે છે. અને મન સાથે સંવાદ વધી ગયો છે. વિચાર આવે છે કે આવું વરસો પહેલાં કેમ ન થયું.?

 6. Chirag જુલાઇ 6, 2015 પર 8:56 પી એમ(pm)

  મૌન – વાણીનું, મનનું અને આત્માનું! આત્મા પણ જ્યાં સુધી બોલકો રહે છે ત્યાં સુધી જ “આ” અસ્તિત્વ.

  મૌનની વ્યાખ્યા શ્રી-શ્રીએ જે કરી એ ઘણી ગમી.

  ૯ વર્ષ પહેલાં વાસદની આશ્રમની મુલાકાત હજુ હૈયે વસી છે. આવો જ મજાનો બીજો આશ્રમ એ નીકોરા.

 7. pravina જુલાઇ 6, 2015 પર 9:10 પી એમ(pm)

  મૌન જો જબરદસ્તીથી પાળવાનું હોય તો તે મૌન નથી. અભ્યાસ કરવાથી મૌનમાં પણ આનંદ મળે છે. જેને કારણે તમે અંતરમાં ડૂબકી મારી તમારી જાતનું પૃથક્કરણ કરી શકો. જીવનમાં આચરેલી અગણિત ભૂલોનું પ્રયાશ્ચિત કરી શકો. તમે નહી માનૉ આ ચોથી વખત ‘વિપશ્યના’માં ગઈ હતી. ત્યાંનું વાતાવરણ ‘તમને તમારી નજદિક’ લાવે છે. આખી જીંદગી ખૂબ ‘ગાંઠો’ વાળી. હવે એવા મુકામે આવ્યા છીએ એ ‘ગાંઠો’ એક પ છી એક ઉકેલવાનો સમય પાકી ગયો છે. કોણ, ક્યારે આ મુસાફરખના માંથી ખાલી હાથે વિદાય થશે એનું કાંઈ નક્કી નથી.
  બાહર તો ‘બ્યુટીપાર્લર’ કામ કરે છે. અંદર મૌનને તેનું કામ કરવા દઈએ.

 8. સુરેશ જુલાઇ 7, 2015 પર 7:36 એ એમ (am)

  શ્રી શ્રી એ ત્રીસ જ વર્ષમાં કરેલ કામ અંગે આ સંદેશ સૌ વાચકોએ વાંચવા જેવો છે (મેરવાના અને માદક દ્રવ્યોનો વેપાર કરનારા માફિયાઓ માટે કુખ્યાત, કોલમ્બિયા જેવા દેશમાં તેમની સંસ્થાએ કરેલ કામ માટે તેમને દિલી અભિનંદન આપવા જ પડે.)
  (The President of the House of Colombia bestowed the country’s highest civilian award on Sri Sri Ravi Shankar for his peace work around the world, with special reference to his work in Colombia through his foundation, The Art of Living. Below is the transcript of what Sri Sri said on the occasion…)

  http://www.artofliving.org/wisdom/making-life-a-celebration?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+whatsrisrisaid+%28Wisdom+from+Sri+Sri%29

 9. chandravadan જુલાઇ 7, 2015 પર 8:21 એ એમ (am)

  MAUN……No Words.
  Then…the EYES take over.
  MAUN & CLOSED EYES…then the MIND takes over.
  MAUN, CLOSED EYES….and you TRAIN your MIND…..depending on your EFFORTS the RESULT.
  If GOOD THOUGHTS then the FINAL RESULT = SATKARMO ( GOOD ACTIONS )
  Just my way of thinking !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 10. ykshoneycomb જુલાઇ 7, 2015 પર 9:32 પી એમ(pm)

  ૧૯૯૨ની સાલમાં ગોએન્કાજીના ઇગતપુરી ખાતે ચાલતા વિપશ્યના શિબિરમાં જવા નિર્ણય કરેલ. પણ આજ અરસામાં નોકરી અર્થે મિડલ ઇસ્ટ જવાનું થયું. પહેલા દુબઈ અને પછી કુવૈતમાં પોસ્ટીંગ થયું. કુવૈતમાં એક નવીન
  અનુભવ થયો. આ દેશમાં સમાજના ફેમીલી અને બેચલર (પરણેલા પણ પત્ની-બાળકો વતન દેશમાં રહેતા હોય તેવા) એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. જે બિલ્ડીંગમાં ફેમીલી વાળા રહેતા હોય ત્યાં બેચલરને ભાડુઆત તરીકે
  સ્વીકારવામાં ના આવે. મારા પત્નીની કુવૈતની રેસીડેન્સી પરમીટ તો મારા ઓફીસર સ્ટેટ્સ ના કારણે મળી ગયેલ. પણ બાળકોના કોલેજ અભ્યાસના કારણે મારા પત્ની મુંબઈ રહેતા અને વેકેશન દરમ્યાન આવ જા કરતા. એટલે
  કુવૈત ખાતે મને ફેમીલી બિલ્ડીંગમાં ફ્લેટ તો ભાડે થી મળ્યો પણ આપણા ઇન્ડીયન ફમિલી વાળા મારી ‘બેચલર’ કેટેગરીના કારણે મને ઉત્સવ-પાર્ટી-પૂજા-પ્રસંગ દરમ્યાન મારી અવગણના કરતા ! શરૂઆતમાં મને આ હડધુતપણાનું અતિ દુ:ખ થયું. પણ પછી વિચાર્યું જે સમાજ મારી અવગણના કરે છે, તે સમાજની મારે શા માટે
  નોંધ લેવી ? અને મેં મારી રીતે વિપશ્યના સાધના શરુ કરી. શુક્ર-શનિ વિકએન્ડ હોલીડે દરમ્યાન ટોટલ મૌન – ફોન
  નું રીસીવર ડાઉન. ટી.વી. – લેપટોપ ઓફ. ગુરુવારે રાત્રે ફ્લેટ નો દરવાજો બંધ તે શનિવારે સાંજે ૬ વાગે ખોલવાનો.
  આ સમય દરમ્યાન મને મન-ભાવતી વાનગીઓ બનાવી આરોગવાની, લોન્ડ્રી – કપડા ધોવા અસ્ત્રી કરવી અને ઘરમાં ઝાડું પોતા સફાઈ કરવાની ક્રિયા કરવાની. પણ કોઈની સાથે વાત તો શું પણ કોઈ બીજા માનવીનું મોઢું પણ
  નહિ જોવાનું. હા ટેપ ઉપર ભજન કીર્તન સાંભળવાના. આ સાધના કરવાથી મને બહુ સારું લાગ્યું. રવિવારે સવારે જોબ ઉપર જતી વખતે શારીરિક અને માનસિક ચેતના વધી જવા લાગી .

 11. pravinshastri જુલાઇ 11, 2015 પર 10:40 એ એમ (am)

  કોમેન્ટ મારવા કઈ કેટલા વિચારો આવ્યા. સ્ક્રોલ કરતાં થાકી જવાય એટલું ડહાપણ વાંચ્યું… પછી લાગ્યું કે કોમેન્ટમાં મૂગા મરવું જ સારું. મૂગા રહો એટલું જ પુરતું નથી. આંખો પણ બંધ કરો અને વિચારો પર પણ પછેડી પાડો. સ્વપનાના દરવાજા પણ બંધ કરી જૂઓ……. મેં ટ્રાય કરી, બધામાં જ ફુલ્લી ફેઈલ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: