સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૮ ,વિજયની પહેલી ઉષા

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

       તે દિવસે સાંજે ફિયોના એકીશ્વાસે ઘેર દોડતી પહોંચી ગઈ અને માને વળગીને ચિત્કારી ઊઠી,”મા! આજે હું જીતી ગઈ.” સાતમા આસમાનના સ્વર્ગ જેવો પોરિજનો વાડકો હાથમાં આવે તે ક્ષણની રાહ જોવાની સૂધબૂધ પણ તે દિવસે તે ગુમાવી બેઠી હતી. તેના નાનકડા જીવનમાં આવેલા વળાંક પછીનો આ પહેલો વિજય હતો.

      આ અગાઉ પણ રસ્તા પરની અસ્તિત્વને ટકાવી રાખવા માટેની લડતોમાં તે મારામારી અને ગાળાગાળી કરીને જીતી તો શકતી જ હતી અને તે આવડતો પણ તેણે જાતે જ મેળવેલી હતી, પરંતુ આ વિજય જુદી જ જાતનો હતો. આ તેની અંદર ધરબાઈને પડેલી – કદાચ તેના મહેનતકશ, વેલ્ડર બાપ અને મમતા ભરેલી મહેનતુ માની પાસેથી વારસામાં મળેલી – કોઈક સુષુપ્ત શક્તિનો પહેલો વિજય હતો. આ વિજય તેના માટે કોઈક અગોચર દુનિયાનાં સોનેરી બારણાં ફટાબાર ખોલી આપવાનો હતો; તેને દુનિયાના ઝળાંહળાં થતાં નગરોની રોશની અને ચહલપહલની ઝાંખી કરાવવા સર્જાયો હતો. કદી ન જોયાં હોય તેવાં વિવિધ જાતનાં મોટેરાંઓ સામે તેને ચેસ–મૂઠભેડ કરાવી આપવાનો હતો.

     તે દિવસે તેણે પાદરી મુગેરવાના ઘરના વરંડામાં ભરાતી ચેસ મિજલસના ચોથા નંબરના શ્રેષ્ઠ ખેલાડી જોસેફને ચેસની રમતમાં ભોંયભેગો કરી દીધો હતો, ચેકમેઇટ કર્યો હતો.

    ગ્લોરિયા માસ્તરની શાળામાંથી બઢતી પામ્યા બાદ ફિયોના તેનાથી મોટા ઈવાન અને થોડાક નાના પણ ચબરાક એવા બેન્જામિન જેવા માસ્તરોની શાળામાં ચેસની કળા શીખવા લાગી હતી. શરૂઆતમાં તો તેને એમ જ હતું કે છોકરાઓ સામે જીતવા તેમની જેમ લડાયક જ બનવું જોઈએ ! આથી તે હંમેશાં વિચાર્યા વિનાની આક્રમક રમત જ રમ્યા કરતી અને પ્રતિસ્પર્ધીની અગત્યની કૂકરીઓને મારીને જ સંતોષ માની લેતી. તેને એ ખબર ન પડતી કે આમ કરવામાં સામેવાળાએ ગોઠવેલા દાવપેચ રૂપી કાંટા (Fork)માં તે હંમેશ ફસાઈ જ જતી હતી. તેને આ બે ઉસ્તાદો સાથે રમતાં રમતાં ભાન થવા લાગ્યું કે છોકરી તરીકેની તેની જન્મજાત આવડત – ધીરજ અને શાંત મન – જ તેને ચેસમાં છોકરાઓ સામેની લડતમાં કુશળતા અને શ્રેષ્ઠતા અપાવી શકે તેમ હતી. આ બે ઉસ્તાદો સામે તે અલબત્ત જીતતી તો હતી જ – પણ તે તો એ માસ્તરોએ શિખવાડેલી ચાલોને કારણે જ તો ! તેની ગલત ચાલોને એ કુશળ માસ્તરો સુધારી દેતા અને તેને વિજયની ચાવી હાથવગી કરી આપતા. એવા એક એક શિક્ષણ-વિજયે ફિયોના ચેસ રમવાની કળામાં વધારે ને વધારે માહેર બનતી જતી હતી. તેની અંદર ધરબાઈને પડેલી વિશિષ્ઠ શક્તિનો અંકુર દિન-બ-દિન વર્ધમાન થઈ રહ્યો હતો.

     ઈવાન અને બેન્જામિન તેને જે તાલીમ આપી રહ્યા હતા, તેની ઉપર કટેન્ડે બહુ જ ચોકસાઈથી નજર રાખી જ રહ્યો હતો ને ? કટેન્ડેની યોજનામાં – જેમ ઈવાન અને બેન્જામિન તૈયાર થયા હતા; ને જોસેફ થઈ રહ્યો હતો, તેમ જ – એક છોકરીને પણ તૈયાર કરવાની ઉમેદ હતી. જો કે તેની આ ઉમેદ ઘણી જ વધારે મુશ્કેલ હતી. તેણે ત્રણચાર છોકરીઓને એ સ્તર પર લાવવા અથાક પ્રયત્નો કર્યા હતા, પણ એ કન્યાઓ ઉંમરમાં આવતાં અન્ય પ્રલોભનો અને મજબૂરીઓનો ભોગ બની માતાઓ બની જતી હતી. એ બધીઓ સંસારની જળોજથામાં પછી એવી તો ડૂબી જતી કે ચેસને ફારગતી આપી, કોટવેના જીવતા દોજખમાં ખોવાઈ જવા સિવાય બીજો કશો વિકલ્પ તેમની પાસે ન રહેતો.  આવી જ, ફિયોના પહેલાંની એક છોકરી- જોસેફાઈન- ખરેખર તેજ દિમાગની હતી જ ને ? કટેન્ડેને એની પાસેથી બહુ જ આશાઓ હતી, પણ તે ચાર મહિના પહેલાં આવી અને પછી ડોકાઈ જ ન હતી. વાવડ આવ્યા હતા કે તે તેના બાળકને જન્મ આપીને પતિને ઘેર બીજા એક સ્લમમાં જતી રહી હતી. ફિયોનાના સદભાગ્યે તે માત્ર દસ જ વર્ષની હતી અને આવી બધી જંજાળોમાં ફસાવા માટે ઘણી નાની હતી !

જોસેફ…

ચેસ પ્રોજેક્ટના ઝળહળતા સિતારાઓમાંનો એક.

     તેને કોઈ હરાવી શકતું નહીં – સિવાય કે ઈવાન અને બેન્જામિન અને અલબત્ત ક્ટેન્ડે ! એની વિશિષ્ઠતા હતી – ‘ફૂલ્સમેઇટ’. જોસેફને એ ચાલમાં શી રીતે હંફાવવો તે કોઈને આવડતું ન હતું.

       (બે જ ચાલમાં સામેવાળાને ચેકમેઇટ કરનારી એવી એક ચાલ આ રહી !)

       ફિયોનાની વધી રહેલી આવડતની કસોટી કરવા કટેન્ડેએ હવે તેને જોસેફની સામે બેસાડી. બેત્રણ દિવસ તો ફિયોનાને જોસેફની એ ગોરખ ચાલને શી રીતે નાકામયાબ બનાવવી, તેનો કશો જ ખ્યાલ આવતો ન હતો; પણ કટેન્ડેએ સામાન્ય વાતચીતમાં તેને એક નાનકડું સૂચન કર્યું.

      તે દિવસની રમતમાં પણ જોસેફે ફિયોના સામે તેની એ જ ઉસ્તાદ કળા – તેને આવડતી ચીત કરવાની એક માત્ર ચાલ – અજમાવી દીધી. પરંતુ હવે ફિયોના વધારે સતેજ બની ગઈ હતી. તેણે રાજાને બચાવવા પોતાની રાણીને આગળ ધરી દીધી ! જો કે તેને આના પછી શું કરવું તે વિશે કટેન્ડેએ કશું કહ્યું ન હતું. જોસેફે કદી હરીફની આવી ચાલ જોઈ જ ન હતી. તે મુંઝાઈ ગયો અને તેણે વળતાં ફિયોનાનું એક પ્યાદું ઝડપી લીધું. તેને એ ખબર ન રહી કે તેની પોતાની રાણી તે જોખમમાં મૂકી રહ્યો હતો. વળતી ચાલોમાં તેણે ફિયોનાના હાથે રાણી અને ઊંટ ગુમાવ્યાં.

                                  

       આવી બે મહત્ત્વની કૂકરીઓ ગુમાવવાના કારણે હવે તેની રમત આક્રમકના બદલે રક્ષણાત્મક બની ગઈ. ફિયોના હવે તેના દાવપેચ ગોઠવવા લાગી. રમત જોઈ રહેલાં સૌ બોલી ઊઠ્યાં,”ફિયોના જીતી ગઈ ! ફિયોના જીતી ગઈ !” જો કે હજુ ફિયોનાને ખ્યાલ આવ્યો નહીં કે તે જોસેફના રાજાને ‘ચેક’ આપી શકે તેમ છે. ઘણી બધી વ્યર્થ ચાલો પછી તેણે જોસેફના રાજાને ચેક મેટ કર્યો અને તેને અહેસાસ થયો કે તે આ બાજી જીતી ગઈ હતી, તેના જીવનની ચેસમાંની પહેલી જીત. જોસેફ એક છોકરીના હાથે શિકસ્ત પામવાના કારણે ચોધાર આંસુએ રડી પડ્યો; અને વ્હાલી માને પોતાની જીતની જાણ કરવા ફિયોના મુઠ્ઠીઓ વાળીને, પોરિજના વાડકાની રાહ જોયા વિના, ઘર તરફ ભાગી.

કાળા ડિબાંગ અંધકારથી ભરેલા તેના જગતમાં આશાભરી સવારની બાંગ પુકારતી ઉષા ઊગી ચૂકી હતી.–

( ક્રમશ: )


ચર્ચાની એરણે :

(૧) ચેસની રમતથી જાણકાર વાચકોને પ્રતિભાવમાં ‘ફૂલ્સ મેટ’ વિશે જાણકારી આપવા વિનંતી.

(૨) જીવનની રમતમાં પણ ઘણા ખેલાડીઓ આમ સામેવાળાને ફસાવતા હોય છે. એમનો પ્રતિકાર કરવા તમે કઈ ચાલ સૂચવો છો ?

Advertisements

2 responses to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૮ ,વિજયની પહેલી ઉષા

 1. pragnaju જુલાઇ 12, 2015 પર 8:50 એ એમ (am)

  Fool’s mate
  From Wikipedia, the free encyclopedia
  For other uses, see Fool’s mate (disambiguation).
  “Fool’s mate” is sometimes used to mean Scholar’s mate.
  a b c d e f g h
  8
  Chessboard480.svg a8 black rook b8 black knight c8 black bishop e8 black king f8 black bishop g8 black knight h8 black rook a7 black pawn b7 black pawn c7 black pawn d7 black pawn f7 black pawn g7 black pawn h7 black pawn e5 black pawn g4 white pawn h4 black queen f3 white pawn a2 white pawn b2 white pawn c2 white pawn d2 white pawn e2 white pawn h2 white pawn a1 white rook b1 white knight c1 white bishop d1 white queen e1 white king f1 white bishop g1 white knight h1 white rook
  8
  7 7
  6 6
  5 5
  4 4
  3 3
  2 2
  1 1
  a b c d e f g h
  Fool’s Mate – White is checkmated.

  Animation demonstrating Fool’s Mate
  In chess, Fool’s Mate, also known as the “Two-Move Checkmate”, is the checkmate in the fewest possible number of moves from the start of the game. A prime example consists of the moves:

  1. f3 e5
  2. g4?? Qh4#
  resulting in the position shown. (The pattern can have slight variations: White might play 1.f4 instead of 1.f3 or move the g-pawn first, and Black might play 1…e6 instead of 1…e5.)

  Contents [hide]
  1 Details
  2 Similar traps
  3 See also
  4 References
  5 Further reading

  This article uses algebraic notation to describe chess moves.
  Details[edit]
  Fool’s Mate received its name because it can only occur if White plays extraordinarily weakly (i.e. foolishly). Even among rank beginners, the mate almost never occurs in practice.

  Teed vs. Delmar, 1896
  a b c d e f g h
  8
  Chessboard480.svg a8 black rook b8 black knight c8 black bishop d8 black queen e8 black king f8 black bishop g8 black knight a7 black pawn b7 black pawn c7 black pawn d7 black pawn e7 black pawn h6 black rook g5 black pawn h5 black pawn d4 white pawn f4 black pawn d3 white bishop e3 white pawn g3 white bishop a2 white pawn b2 white pawn c2 white pawn f2 white pawn g2 white pawn h2 white pawn a1 white rook b1 white knight d1 white queen e1 white king g1 white knight h1 white rook
  8
  7 7
  6 6
  5 5
  4 4
  3 3
  2 2
  1 1
  a b c d e f g h
  After 6…Rh6? White mates in two moves.
  The same basic mating pattern can also occur later in the game. For instance, a well-known trap in the Dutch Defence occurred in the game Frank Melville Teed vs. Eugene Delmar, 1896:[1]

  1. d4 f5 2. Bg5 h6 3. Bf4 g5 4. Bg3 f4
  It seems that Black has won the bishop, but now comes …
  5. e3
  Threatening Qh5#, a basic Fool’s Mate.
  5… h5 6. Bd3?!
  6.Be2 is probably better, but the move played sets a trap.
  6… Rh6??
  Defending against Bg6#, but …
  7. Qxh5+!
  White sacrifices his queen to draw the black rook away from its control of g6.
  7… Rxh5 8. Bg6#
  A similar mate can occur in From’s Gambit: 1. f4 e5 2. g3? exf4 3. gxf4?? Qh4#

  More generally, the term Fool’s Mate is applied to all similar mates early in the game. For example, in 1. e4 g5 2. d4 f6?? 3. Qh5#, the basic Fool’s Mate pattern is the same: a player advances his f- and g-pawns, which permit the enemy queen to mate along the unblocked diagonal. One such Fool’s Mate is widely reported to have occurred in a possibly apocryphal 1959 game between Masefield and Trinka[2] which lasted just three moves: 1. e4 g5 2. Nc3 f5?? 3. Qh5#[3][4][5][6][7]

  Even more generally, the term Fool’s Mate is used in chess variants to mean the shortest possible mate, especially those which bear a resemblance to the orthodox chess Fool’s Mate. For example, Fool’s Mate in the variant Progressive chess is: 1. e4 2. f6 g5?? 3. Qh5#

  Greco vs. NN
  a b c d e f g h
  8
  Chessboard480.svg a8 black rook b8 black knight d8 black queen e8 black king f8 black bishop h8 black rook a7 black pawn c7 black pawn d7 black pawn e7 black pawn h7 white pawn b6 black pawn g6 white bishop h5 black knight d4 white pawn a2 white pawn b2 white pawn c2 white pawn f2 white pawn g2 black bishop h2 white pawn a1 white rook b1 white knight c1 white bishop e1 white king g1 white knight h1 white rook
  8
  7 7
  6 6
  5 5
  4 4
  3 3
  2 2
  1 1
  a b c d e f g h
  Final position after 8.Bg6#
  Similar traps[edit]
  A similar trap occurred in a game published by Gioachino Greco in 1625:

  1. e4 b6 2. d4 Bb7 3. Bd3 f5? 4. exf5 Bxg2? 5. Qh5+ g6 6. fxg6 Nf6??
  6…Bg7 would have prolonged the game, as the move opens a flight square for the king at f8. White still wins with 7.Qf5! Nf6 8.Bh6 Bxh6 9.gxh7 Bxh1 10.Qg6+ Kf8 11.Qxh6+ Kf7 12.Nh3, but much slower than in the game.[8]
  7. gxh7+! Nxh5 8. Bg6#
  ………………………………સ્ત્રી-પુરુષ વચ્ચેની રમતમાં પણ રણનીતિ, નિરાશા, આંસુ, દરદ અને ખુશી છે. સ્ત્રી … આ તબક્કામાં બન્ને ખેલાડી એકબીજાને પરાસ્ત કરવાને બદલે સાચવી લેવાની ભાવના ધરાવતા હોય છે. પોતાના … ધીમી ગતિએ આગળ વધી રહેલી જીવનની આ રમતમાં અધિકાર નામના તત્વનો પ્રવેશ થાય છે હવે રસ ધરાવનાર ને પોતાની સફળ ચાલ અંગે વિસ્તારપૂર્વક જણાવવા વિનંતિ

 2. સુરેશ જુલાઇ 12, 2015 પર 10:14 એ એમ (am)

  હવે રસ ધરાવનાર ને પોતાની સફળ ચાલ અંગે વિસ્તારપૂર્વક જણાવવા વિનંતિ

  આજે જ બહુ સરસ રણનીતિ પૂર્વીબેને સમજાવી દીધી ….

  http://webgurjari.in/2015/07/12/to-let-go-or-not-to-let-go-a-hamlet-like-question/

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: