સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મનને સમજો

          આ બ્લોગ પરનો આ ગમતીલો વિષય છે. આ લેખની  પ્રસ્તાવનામાં ‘મન’ વિશે કોઈક વિશિષ્ઠ અવસ્થામાં લખાઈ ગયેલ એક કલ્પનમાંથી તારણ…

          તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે.  ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

         પણ સઘળું નકર્યા અંધકારમાં.

      પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો  નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી  ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

એ કલ્પના આખી આ રહી….

       પણ આ બધું તો આ બાળક બુદ્ધિવાળા ઠોઠ નિશાળિયાની અવળચંડાઈ. જીવનના પાયાના કોશને લગતા શાસ્ત્ર ‘Cellular biology’   ના નિષ્ણાત અને સંશોધક ‘બ્રુસ લિપ્ટન’ જ્યારે આ બાબત તેમના વિચારો રજુ કરે ત્યારે આપણે તેમને ગંભીરતાથી સમજવા પડે. એમના વ્યાખ્યાનનો એક વિડિયો અહીં આ અગાઉ રજુ કર્યો હતો. આ રહ્યો…..

હવે તેમણે  મન વિશે આપેલી સમજ નિરાંતે વાંચવા મળી છે

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર 

આ ચિત્ર પર ક્લિક કરી એ નાનકડી ઈ-બુક ડાઉનલોડ કરો.

આ ચિત્ર પર ક્લિક કરી એ નાનકડી ઈ-બુક ડાઉનલોડ કરો.

વાચકોને આ ઈ-બુક વાંચવા/ પચાવવા/ જીવનમાં ઉતારવા ઈજન છે.

જો વધારે રસ જાગે , અને સમય હોય તો… ૨૨૧ પાનાંનો આ દળદાર ગ્રંથ પણ છે જ…( અહીં ક્લિક કરો.)

One response to “મનને સમજો

 1. mhthaker ઓગસ્ટ 4, 2015 પર 12:03 એ એમ (am)

  great work as small e-book interview by bhavika :(see more on her website)
  http://fractalenlightenment.com/?s=bruce+lipton

  also see how to change:
  Energy Psychology or belief change modifications-to change subconscious program very fast:
  counter part of bruce lipton.
  Rob Williams – Psychology of Change (1 of 8)  Rob Williams – The Psychology of Change 8 of 8

  ==============
  read about Rob Willium
  PSYCH-K® — High Speed Mindset Change

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: