સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ડોકટર પાસ્કલ -પી. કે. દાવડા

      આઝાદીના થોડા વરસ પહેલાની આ વાત છે. ત્યારે અમે મુંબઈના એક પરા મુલુન્ડમાં રહેતા હતા. મુલુન્ડમાં મ્યુનિસીપાલીટી સંચાલિત એક નિશુલ્ક દવાખાનું હતું, અને એમાં ડોકટર પાસ્કલ નામે એક માત્ર પારસી ડોકટર હતા.લોકો એમને પારસી ડોકટરના નામે જ ઓળખતા. એમની દર્દીઓ સાથેની વર્તણુક અને એમની ટ્રીટમેન્ટ એટલી સારી હતી કે સાધનસંપન્ન લોકો પણ આ નિશુલ્ક દવાખાનામાં આવતા.

    નિયમ મુજબ ૫૮ વર્ષની વયે તેઓ નોકરીમાંથી નિવૃત થયા. મુલુન્ડના આગેવાન લોકોએ એમને વિનંતી કરી કે તમે મુલુન્ડમાં તમારૂં પ્રાઈવેટ દવાખાનું શરૂ કરો. એક સદગૃહસ્થે એમને મેઈન રોડ ઉપર દુકાન આપવાની દરખાસ્ત આપી. બીજા એક સજ્જને રોજ બપોરે પોતાના ધરેથી એમને ભોજનનું ટીફીન દવાખાને પહોંચાડવાની જવાબદારી લીધી,તો ત્રીજાએ એમના માટે મુંબઈથી મુલુન્ડ સુધીના ફર્સ્ટ ક્લાસના રેલ્વે પાસના પૈસા આપવાનું માથે લીધું. બસ તો થઈ ગયું દવાખનું  શરૂ.

    ડોકટર પાસ્કલ દરદીને તપાસતાં તપાસતાં એની આર્થિક હાલત જાણી લેતા, અને એ મુજબ બે આનાથી બાર આના સુધીની ફી લેતા. દવાની બાટલીમાં મિક્ષચર અને પડીકાં દવાખાનામાંથી જ આપતા. બહુ ગરીબ હોય તેની પાસેથી ફી લેવાને બદલે, એને ચાર આઠ આના મોસંબી લેવા સામેથી આપતા. એમના ટેબલમાં એક ખાનામાં પૈસા રાખતા.સવારના નવથી સાંજના ચાર સુધી દવાખાનામાં રહેતા. સાંજે ચાર વાગે ટેબલનું ખાનું ખોલી એમાંથી દસ રૂપિયા લઈ કોટના ગજવામાં નાખતા, અને બાકીના પૈસા એ ખાનામાં જ પડી રહેતા, જે તેઓ ગરીબોને પૌષ્ટીક ખોરાક અથવા મુસંબી વગેરે લેવા આપતા.

    એકવાર મારા બાપુજીએ પૂછ્યું, “દાકતર, તમે રોજ દસ રૂપિયા જ શા માટે લ્યો છો?” એમણે જવાબ આપ્યો, “આઈ જોને બાવા, રોજ રાતના જમીને હું ને મારી બૈરી સિનેમા જોવા જઈયે છીયે, મજેના બોક્ષમાં બેસીને સિનેમા જોઈએ છીયે, એના ચાર રૂપિયા લાગે છે. બાકીના છ રૂપિયા અને મારા પેન્સનમાંથી અમારા બન્નેનો ઘર ખર્ચો ચાલી જાય છે.”

     એ સમયમાં સિનેમાની ટિકીટના દર, સ્ટોલના ચાર આના,લોવર સ્ટોલના પાંચ આના, અપર સ્ટોલના દસ આના,બાલ્કનીનો એક રૂપિયો અને બોક્ષના બે રૂપિયા હતા. માત્ર અમીર લોકો જ બોક્ષમાં બેસીને સિનેમા જોતા.

  કેટલું સુખી, સંતોષી અને આનંદપૂર્ણ જીવન?

Advertisements

2 responses to “ડોકટર પાસ્કલ -પી. કે. દાવડા

  1. Vinod R. Patel ઓગસ્ટ 10, 2015 પર 5:16 પી એમ(pm)

    સંતોષી નર નારી સદા સુખી

  2. Mahesh Dudhrejiya ઓગસ્ટ 13, 2015 પર 6:14 એ એમ (am)

    Sir, It is a great story. It will motive many people to LIVE SIMPLE & GIVE MORE TO SOCIETY. Mahesh Dudhrejiya 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: