સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાન ભાગ – ૩ , બેધ્યાનાવસ્થા

ભાગ -૧ ; ભાગ -૨

ધ્યાન કોને કહેવાય એના બહુ જાણીતા દાખલા આપ્યા
અને
મિત્રો અકળાઈ ઉઠ્યા!

      ‘જો તમે આને ધ્યાન કહેતા હો, તો એ તો બધાને ખબર છે,’

     Attention / meditation શબ્દો માટે આપણી ભાષામાં એક જ શબ્દ ‘ધ્યાન’ છે – એ તરફ પણ અંગુલિનિર્દેશ થયો.

      પણ ફરીથી ….

       આપણને ‘ધ્યાન’ શું છે – તે ખબર જ નથી. અથવા વધારે યોગ્ય રીતે કહીએ તો આપણને ખબર હતી પણ આપણે એ ભુલી ગયા છીએ!

કેમ ફરીથી અકળાઈ ગયા ને?

       લો…. જ્યારે આપણને એ બરાબર આત્મસાત હતું – આપણી નસેનસ અને કોશે કોશમાં હાજરાહજૂર હતું એ વખતે આપણે કાંઈક આવા દેખાતા હતા….

      નવ નવ મહિનાની અંધાર કોટડીમાંથી, ઊંઘમાંથી જાગ્યાનો એ ઉલ્લાસ અને એ કિલકારીઓ આપણા પોતિકા હતા! એકે એક ક્ષણ આપણે જાગતા હતા, એકે એક સંવેદના તરફ ધ્યાનસ્થ હતા! બધું પટાપટ શીખી લેતા હતા.અને……

એટલું બધું શીખ્યા,
એટલું બધું શીખ્યા
કે….
પાછા ઊંઘી ગયા!

       માંડ એક બે વરસની એ જાગૃતિ અને પછી?

 • આખા જીવનનો અંધાપો
 • આખાયે આયખાની મહાન નિંદર
 • ચિરંતન બેભાનાવસ્થા
 • આ શ્રેણીના ચિંતન માટે એ શબ્દ જરાક મચડી દીધો – ‘બેધ્યાનાવસ્થા’!

    જે સમજદાર છે તે તો સમજી જ ગયા કે, આ અદકપાંસળી સુજા શું કહે છે.

      પણ આ લેખના સાતત્ય માટે અને સુષુપ્તિની ઘોર નિંદરમાં નસકોરાં બોલાવી રહેલા બહુજન-સમાજના ગનાન માટે…

       આખું યે આયખું આપણે સૂતા જ રહ્યા છીએ, Attention હશે પણ Mediation નું નામ નહીં! આમ તો આપણે બહુ જ ચકોર – આખા ગામને ઉલ્લુ બનાવી દેવાની, પિરામીડની ટોચે ચઢી, વિશ્વ વિજેતા બની ગયાના ગુમાનની અહાલેક અને અટ્ટહાસ્યમાં પાગલની કની ચેનચાળા કરવાની પ્રવૃત્તિમાં અતિ માહેર! પણ માંલીપા નસકોરાં જ નસકોરાં! આખી દુનિયાને સંભળાય પણ આપણી ઉંઘ ઊડાવી ન શકે તેવાં નસકોરાં.

    ગણિતનો એક ખાં છે. બહુ અઘરા ગણિતના કોયડા ચપટીમાં ઉકેલી નાંખે છે. ચેસનો એક ખેલાડી છે. રમતની આગળની દસ પંદર ચાલો સુધી એની નજર પહોંચે છે, અને પ્રતિસ્પર્ધીને ચાર જ ચાલમાં, ચપટીમાં ચિત કરી નાંખવાની એની મેઘાવી પ્રતિભા છે. પણ ઘેર સગ્ગા પુત્રના હૃદયના ભાવ કે એના મનને કોરી નાંખતી વ્યથા સમજવા, એના બરડે હાથ પસારી એને સાંત્વના આપવા તરફ એનું ધ્યાન કદી જતું નથી. આવતીકાલે કદાચ કોર્ટમાં પત્ની સાથે તેના છૂટાછેડા થવામાં કોઈ સંદેહ નથી.

  એક અબજોપતિ છે. એની પાસે એટલી બધી મિલ્કત છે કે, તેની સાત કે દસ પેઢી વાપરે તો પણ ન ખુટે. પણ હજી સ્વીસ બેન્કમાં બીજા થોડાક વધારે મિલિયન ડોલર જમા કરાવવામાં જ એનું ધ્યાન કેન્દ્રિત છે. એના ગગનને આંબતા,  હરિયાળીથી મઘમઘતા, એકરોમાં પથરાયેલા, મહાલયથી થોડેક જ દૂર બટકુ રોટલો મળે અને વ્હાલસોયાં બાલુડાંની એક જ દનની ભુખ ભાંગે તે માટે ટળવળતા સ્લમવાસી તરફ કદી એનું ધ્યાન જતું નથી.

   આવી તો ઘણી જાતની ઘોર નિદ્રામાં મોટા ભાગનો માનવ સમાજ ઘોરી રહ્યો છે.

    આ બેધ્યાનતા – બેભાનતા નથી તો શું ધ્યાન છે?

કેવી બેધ્યાનતા?

 • સામાજિક માન્યતાઓ
 • ધાર્મિક માન્યતાઓ
 • જ્ઞાનનું ગુમાન
 • સમ્પત્તિ, ઐશ્વર્ય, સત્તાનું ગુમાન
 • કદી ઉકલી ન શકે તેવા પૂર્વગ્રહો
 • છાણના કીડા કરતાં પણ વધારે નીચ કામનાઓ અને લાલસાઓ
 • પોતાનાથી અલગ વિચાર કે માન્યતા ધરાવનારને લોહીલુહાણ કરી,અવલમંઝિલ પહોંચાડી દેવાનું ખુન્નસ
 • આખી દુનિયા કરતાં ચઢિયાતા હોવાની સાબિતીઓ અને તર્કો અથવા પોતે સર્જેલી પોતાની તબાહી માટે પોતાના સિવાય અનેકની ખામીઓ સતત ગોતતા રહેવામાં માહેર
 • અજ્ઞાન અને ગરીબીમાં આથડી રહેલા દરિદ્રોને બાજુએ મુકી દઈએ તો ….પોતાની જાતને ન્યુક્લિયર ફિઝિક્સ, સેલ્યુલર બાયોલોજી અને ગણિતના ખાં ગણતા અને શરીરમાં આત્મા જેવું કાંઈ છે જ નહીં એવા વિજ્ઞાની સત્યોની બાંગ પોકારી રહેલા, વિવેકપંથીઓ એમના પોતાના કોશે કોશમાં શ્વસી રહેલા ચૈતન્ય તત્વને પણ અનુભવી શકતા નથી – એવા અંધાપાની કોઈ મિસાલ છે ખરી?

    દુનિયાની અબજોની વસ્તીની શી વાત કરવી?

     આ ડહાપણ ડહોળી રહેલ સુજા નામનું જંતુ આજથી ચાર જ વરસ પહેલાં કેવાં નસકોરાં બોલાવવાની પ્રવૃત્તિમાં મશગૂલ હતું – એ એને બહુ સારી રીતે ખબર છે જ! મોટી કમ્પનીમાં જનરલ મેનેજર અને સુખી કુટુમ્બના વડા હોવાના ગુમાનની વાતોના  કેટકેટલા ગુબ્બારા આ જ બ્લોગ પર ઠાલવી દીધેલા? ( તમારાં સદભાગ્ય કે, આદતવશ આ જંતુ એની લિન્ક તમને અહીં પીરસી દેતો નથ!)

   અને છતાં ….દસ જ વરસની ઉમરે માતા પિતા સાથે અરવિંદ આશ્રમ – પોંડિચેરી ગયેલો અને જે પ્રકાશ એને દેખાણો હતો તેની મનોરંજક કહાણી તો અહીં વાંચી જ લેજો.

     પણ અંતરમાં અજવાળાં પાથરે એવા પ્રકાશનું એક  નાનકડું કિરણ  ‘અંધાર ભેર્યા પ્રદેશના આંધળા રાજા’ જેવા એના મનની અંધાર કોટડીમાં ક્યારે પહેલી વાર, મોડું મોડું પણ ઝળહળી ઊઠ્યૂ – એની એને ન ભુલી શકાય એવી ખબર છે . લો! તમારી સાથે સહાનુભૂતિના ભાવમાં એની લિન્ક નથી પીરસતો !

    જોયું? આ લાલચ પણ ન જ રોકાણી!

    ખેર……બેધ્યાનતાનો આનાથી વધારે સારો પુરાવો મળશે ખરો?

    આખરમાં …. આપણી બુદ્ધિની લાક્ષણિકતાને, દરેક વસ્તુને આપણી સીમિત નજરથી મૂલવવાની આપણી ખાસિયતને આ શેરથી અંજલિ આપી આ ભાગની સમાપ્તિ.

કાંટો  છે  લાગણીનો  વજનો  છે  બુદ્ધિ  કેરાં
તોલું  છું  એ  થકી   હું  જગની  દરેક  વસ્તુ
હે મિત્ર!  તારા દિલનો પણ  તોલ મેં  કર્યો છે
આવે  છે  એની  તોલે  પથ્થર  ક્ષમા  કરી દે!
 
‘શૂન્ય’પાલનપુરી

અહીં વાંચો, સાંભળો અને માણો

અહીં વાંચો, સાંભળો અને માણો

 આમાંથી ઉગારની દિશા ત્રીજા ભાગમાં ….

Advertisements

4 responses to “ધ્યાન ભાગ – ૩ , બેધ્યાનાવસ્થા

 1. Vinod R. Patel September 12, 2015 at 2:24 pm

  જન્મથી મૃત્યુ સુધી માણસ ની જીવન યાત્રા ધ્યાન- બે ધ્યાન પણે ચાલતી જ રહે છે.

  એમાં ઘણું ધ્યાનમાં રાખવા જેવું હોય છે, માણવા જેવું હોય છે અને કેટલુક ભૂલવા જેવું હોય છે.

  મીરા -નરસિંહ જેવા પ્રભુ ભક્તો દુનિયા દારીમાં બેધ્યાન થઇ પ્રભુ ભક્તિમાં ધ્યાન પરોવી મસ્ત થઇ

  જાય છે. વ્યક્તિ વ્યક્તિએ ધ્યાન- બેધ્યાનની જુદી જુદી કહાની છે.

  ધ્યાનમાં રાખવા જેવાનું ધ્યાન રાખવું અને ધ્યાનમાં ના રાખવા જેવું હોય એમાં બે ધ્યાન બની જવું !બીજું શું !

  છેલ્લે ક્ષમા કરી દે ગીતનો જૈનોના પર્યુષણ પર્વ ના મિચ્છામી દુકડમ સાથે સારો મેળ મળી ગયો.

  જોયું બેધ્યાન પણે પણ કેવું ધ્યાનમાં આવી ગયું !

 2. La Kant Thakkar September 13, 2015 at 11:03 am

  ” આ બધી “હમ આધે -અધૂરે” ….અધૂરા ઘડા છલકાય ને ઉક્તિને સાબિત કરે તેવી વાતો ….
  ખરો “ધ્યાની ” મારા હિસાબે એટલું બધું બોલે/લખે ખરો ? …આ પ્રશ્ન થાય છે !……
  -La’ kant / 13-9-15

 3. Sharad Shah September 14, 2015 at 1:37 am

  सबसे बडी चूप
  न आंच लगे न धुप,
  अंधे अंधा ठेलीया,
  दोनो पडे कूप

 4. La Kant Thakkar September 14, 2015 at 2:02 am

  क्या बात x 3 !!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: