સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન – આખરી જાહેરાત

રવિવાર તા. ૨૦, સપ્ટેમ્બર- ૨૦૧૫ ના રોજ આ લઘુનવલનું વેબ ગુર્જરી પર સમાપન થયું.

આભાર
‘વેબ ગુર્જરી’ નો
અને ખાસ તો
બંધુ સમાન મિત્ર
શ્રી. વલીભાઈ મુસાનો. 

     બધાં પ્રકરણોનું વિહંગાવલોકન કરતાં – ‘વેબ ગુર્જરી’ પર સરેરાશ ૭૯ વાચકોએ આ લઘુનવલનો આસ્વાદ લીધો.  એ સૌ વાચકોનો દિલી આભાર.   જે વાચકમિત્રોએ પ્રતિભાવ આપીને આ લઘુનવલમાં ઊંડો રસ લીધો છે – એ સૌનો વધારે દિલી આભાર.

     પણ આ વાર્તા લખવા પાછળનું પ્રયોજન સિદ્ધ થયું કે નહીં – તે ચકાસવાની કોઈ પારાશીશી ઉપલબ્ધ નથી!

ખેર… એ કારણ ફરીથી દોહરાવીને ……. અલવિદા

     આપણને પણ એવો ભાવ જાગી આવે કે સમાજનાં આવાં કચડાયેલાં દુ:ખીજનો માટે આપણે કાંઈક કરીએ. એવાં અનેક બાળકો હશે જ કે જેમનામાં ફિયોનાના જેવી શક્તિઓ સુષુપ્ત પડી હોય! એવા પણ સમાજસેવકો હશે કે જેમનામાં આવી શક્તિઓને બહાર લાવવાની તમન્ના હોય ! એમની તમન્ના એ પણ હોય કે આવી ઝળહળતી સફળતા ન પામી શકે, તો પણ એ હતાશ, નિર્માલ્ય બાળકોમાં ખુમારીથી જીવન જીવવાની તમન્ના જાગી ઊઠે; સમાજ માટે બોજારૂપ બનવાને બદલે સમાજમાં એમનું નાનકડું પ્રદાન આપીને સારા સ્વાસ્થ્ય સાથે સુખી જીવન જીવતાં નાગરિકો બને. આવો ભાવ આપણામાં જાગે તે અંતરની આશા છે. આપણે એ આશાની મશાલને પ્રજ્વલિત બનાવતાં રહીએ.

અસ્તુ.

બધાં પ્રકરણો અહીં ….

Advertisements

2 responses to “કોટવેથી મેનહટન – આખરી જાહેરાત

 1. pragnaju સપ્ટેમ્બર 24, 2015 પર 9:38 પી એમ(pm)

  અલવિદા ?
  Kabhi Alvida Naa Kehna (title song + snapshots)
  Any A દ્વારા
  2 વર્ષ પહેલાં1,17,172 વાર જોવાઈ
  Video with title song and snapshots from indian movie Kabhi Alvida Naa Kehna (Never say goodbye)

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 25, 2015 પર 2:33 પી એમ(pm)

  દરેક વાર્તાને અંત હોય છે જેમ દરેક જીવનને હોય છે.

  મૃત્યુ પછી નવો અવતાર હોય છે એવી માન્યતા છે.

  એમ એક વાર્તાને અલવિદા કર્યા પછી નવી વાર્તાઓ નો પ્રાદુર્ભાવ થઇ શકે …

  જીવન યાત્રા તો ચાલતી રહેવાની અને એક વાર્તાનો અંત અને બીજીની શરૂઆત થયા જ કરવાની ….

  પ્રેરણા કોઈ પણ પળે સજીવ બની ફરી ઉભરી આવે એવી સુરેશભાઈ પાસે આશા રાખીએ.

  ફીયોનાની પ્રેરક વાર્તાની પસંદગી કરી એના ઉપર કલમ- માઉસ- ચલાવવા માટે ફરી અભિનંદન.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: