સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રતા – તાળીઓના તાલે

તાળીઓના તાલે (૨) મૈત્રી આઘી પાછી થાય રે,
જીવનની રીત આ છે જીવનની રીત

આજ તમે તો કાલે કોઈ, મૈત્રી ના સચવાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

નેટ નહીં આ નોટ છે ભાઈ! નોટ કરો આ જાળ છે
જીવનની રીત આ છે જીવનની રીત

નિત્ય નવો કોઈ ઈમેલ મળતો, ફિમેલ હોય કે મેલ જો
જીવનની રીત આ છે જીવનની રીત

સાચા મિત્રો દૂર થયા, આ નેટ – મિત્ર- યુગ જાણજો
જીવનની રીત આ છે જીવનની રીત

મૈત્રી કેવી? સાથ વળી શું? ‘કેમ છો?’ – કહી વિદાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

ભીની આંખ ને હૈયું ધડકે, દિવસો ભુલી જાઓ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

જેટ યુગમાં કરવી સારી, લટકંતી સો સલામ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

સાચી દોસ્તી ‘સાહેબ’ની જે કોશ કોશમાં શ્વાસ લે
જીવનની રીત આ છે જીવનની રીત

6 responses to “મિત્રતા – તાળીઓના તાલે

 1. pragnaju ઓક્ટોબર 24, 2015 પર 8:56 એ એમ (am)

  સાચી દોસ્તી ‘સાહેબ’ની જે કોશ કોશમાં શ્વાસ લે
  જીવનની રીત આ છે જીવનની રીત……………

  ?

 2. Anila Patel ઓક્ટોબર 24, 2015 પર 10:12 એ એમ (am)

  Bhini aakhane haiyu dhadke— Aabhasi jivan jivata raho bhai ej jivanani rit rahi gai chhe net yugma.

 3. Vimala Gohil ઓક્ટોબર 24, 2015 પર 11:08 એ એમ (am)

  “સાચી દોસ્તી ‘સાહેબ’ની જે કોશ કોશમાં શ્વાસ લે
  જીવનની રીત આ છે જીવનની રીત”

  હે! પ્રભુ, આવી” સાચી દોસ્તી સાહેબની” નિભાવી શકું એવી શક્તિ દેજે.

 4. pravinshastri ઓક્ટોબર 26, 2015 પર 7:07 એ એમ (am)

  ડિયર જાની સાહેબ પદ્યમાં રસ ૪૯%, સમજ ૧% મારા બ્લોગમાં મનદમતાં કાવ્યોની કોપી ઉઠાંતરી ૧૦૦%. તમતમારે ગણિત માંડ્યા કરજો. જોઈએ તો વકીલને મળીને કેસ કરજો. રિબ્લોગ કરવાને બદલે તમારા નામ સરનામા સાથે આ ગરબો ઉપાડી લઉં છું. (આ ચોરી નથી શીરજોરી છે.

 5. Vinod R. Patel ઓક્ટોબર 27, 2015 પર 1:34 એ એમ (am)

  હિન્દી કવી હરિવંશરાય બચ્ચનની એક સુંદર હિન્દી કવિતા
  અને એનો ગુજરાતી અનુવાદ
  अगर बिकी तेरी दोस्ती…
  तो पहले ख़रीददार हम होंगे..!
  तुझे ख़बर न होगी तेरी क़ीमत ..
  पर तुझे पाकर सबसे अमीर हम होंगे..!!
  दोस्त साथ हो तो रोने में भी शान है..
  दोस्त ना हो तो महफिल भी समशान है!
  सारा खेल दोस्ती का है ऐ मेरे दोस्त,
  वरना जनाजा और बारात एक ही समान है !! ….
  -हरीवंशराय बच्चन
  ઓ દોસ્ત,તારી મૈત્રીનું જો કદાચ લીલામ થાય
  તો એનો પ્રથમ ગ્રાહક હું બનીશ
  મિત્ર, તને તારી કિંમતનો અંદાજ જ નથી
  જો તું મને મળી જાય
  તો એથી સૌથી વધુ ધનવાન હું બનીશ
  મિત્ર જો સાથે હોય તો રુદનમાં પણ ગૌરવ છે
  મિત્ર વિનાની મહેફિલ પણ સ્મશાનવત છે
  ઓ દોસ્ત,આ બધો ખેલ મૈત્રીનો જ છે
  એના વિના સ્મશાન યાત્રા હો કે લગ્નની જાન,
  બધું એક સરખું જ છે .
  અનુવાદ- વિનોદ પટેલ

 6. nabhakashdeep ઓક્ટોબર 30, 2015 પર 4:21 પી એમ(pm)

  …તાલી મિત્રો અનેક

  વિપદે કામ આવે એવા ,લાખોમાં એક

  …..એવી મિત્રતાની સુગંધ ઓસરી પણ ,એકલા ઓરડે ચોતરો માણતા ,આ નેટ મિત્રોની જય..આપનું કાવ્ય ખૂબ જ મજાનું.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: