સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કાળોતરા નાગનો કાળ – એક અવલોકન

સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસે એક સરસ વિડિયો મોકલ્યો અને એ વડીલ શ્રી. હિમ્મતલાલ જોશી ના બ્લોગ ‘આતાવાણી’ પર ચઢાવી દીધો – તેમને નાગ અને સાપ બહુ પ્રિય છે માટે.

અહીં  એ વિડિયો ફરીથી…

        આ વિડિયોમાં બે મુખ્ય પાત્રો છે – નાગ અને એને પકડનાર કેરાલાનો યુવાન. પણ તરત ધ્યાન દોરે તેવું તત્વ છે….

ધ્યાન

     નાગ બરાબર ધ્યાનમાં છે. સતત દુશ્મનને ઝબ્બે કરવાના ધ્યાનમાં. એકદમ સતર્ક. પણ એ પોતે જ ઝબ્બે થઈ જાય છે- સાંભળવાની શક્તિ ન હોવાના કારણે.

      નાગને પકડનાર યુવાન પણ એકદમ ધ્યાનસ્થ છે. સહેજ પણ બેધ્યાન થાય, તો નાગ તેને ડસી લે. ખાસ તો જ્યારે તેનો હાથ નાગની ડોકની સાવ નજીક પહોંચી ગયો હોય ત્યારે.પણ તેનું ધ્યાન નાગના ધ્યાન કરતાં વધારે ઊંડું છે. એની પાસે શ્રવણ શક્તિ અને મનની વિચાર શક્તિ છે.

      પણ જ્યારે તે ઘેર પાછો જશે, ત્યારે એનું ધ્યાન પોતાની રોજબરોજની સમસ્યાઓમાં ઘેરાઈ જશે. એ બધાને ઝબ્બે કરવામાં તે નાકામિયાબ નીવડશે. હવે એનું ધ્યાન ભંગ થઈ જશે!

     આ માત્ર તે યુવાનના જીવનની જ વાત નથી. મારી, તમારી, સૌની આ વ્યથા કથા છે. આપણી ધ્યાન રાખવાની પ્રક્રિયા બહુ સીમિત હોય છે. આપણને મનગમતી વાતોમાં આપણે જરૂર ધ્યાન આપતા હોઈએ છીએ –

‘ધ્યાન’ ની  આવી કોઈ મુદ્રામાં બેસ્યા વિના !

meditation

       ‘ધ્યાન’ એ કોઈ ક્રિયા નથી – અવસ્થા છે. આપણે સૌ એ  ઘણી સારી રીતે કરી જ શકતા હોઈએ છીએ. હકિકત તો એ છે કે, બરાબર ધ્યાન વિના આપણે કોઈ કામ બરાબર નથી કરી શકતા. પણ આપણું ધ્યાન અમુક જ બાબતમાં અટવાયેલું રહેતું હોય છે. આપણે પણ આપણને મનગમતા આવા સાપ પકડવામાં મશગૂલ હોઈએ છીએ !

      પણ સતત વર્તમાનમાં જીવવાની કળાથી આપણે બહુ જ વેગળા રહેતા હોઈએ છીએ. અને આથી જ કાળોતરા નાગને પકડી શકનાર એ યુવાનની કની આપણે સાવ નિર્માલ્ય ચીજોમાં અટવાતા રહીએ છીએ, અને અનેક શક્યતાઓમાં માહેર થવાની આપણી જન્મજાત શક્તિઓ કુંઠિત જ રહી જાય છે!

      નાનકડું બાળક સદા વર્તમાનમાં જીવતું હોય છે. અને એટલે જ તો એ બે વર્ષનું થતાં થતાં જીવન જરૂરી મોટા ભાગની પાયાની કેળવણી પોતાની જાતે જ મેળવી લેતું હોય છે. આપણે બધાં એ કાબેલિયત લઈને જ જન્મ્યા હોઈએ છીએ.

પણ ‘સતત ધ્યાન’ની એ કાબેલિયત આપણે ગુમાવી દીધી છે, હવે આપણે કુવામાંના દેડકા બની ગયા છીએ.

કાળોતરા નાગ જેવા
કાળ વડે
ભક્ષણ થઈ જઈએ
એટલા બધા
બેધ્યાન.

3 responses to “કાળોતરા નાગનો કાળ – એક અવલોકન

 1. pragnaju નવેમ્બર 25, 2015 પર 10:10 એ એમ (am)

  કાળોતરા નાગને પકડી શકનાર એ યુવાનની કની આપણે સાવ નિર્માલ્ય ચીજોમાં અટવાતા રહીએ છીએ,
  અને
  અનેક શક્યતાઓમાં માહેર થવાની આપણી જન્મજાત શક્તિઓ કુંઠિત જ રહી જાય છે!

  સુંદર તાર્કીક પ્રેરણાદાયી અવલોકન
  Shaolin Kung-fu Snake Style Master India Best … – YouTube
  Video for youtube training for concentration with snake▶ 0:26

  Feb 24, 2015 – Uploaded by shifu prabhakar
  … Monk Shifu Prabhakar Reddy in 1999 Snake Style Kung-fu Training … child’s health and vigor,They require Concentration and focus,which

 2. La' Kant " કંઈક " નવેમ્બર 30, 2015 પર 1:58 એ એમ (am)

  ‘આપણે પણ આપણને મનગમતા આવા સાપ પકડવામાં મશગૂલ હોઈએ છીએ ! ”
  “કાળોતરા નાગ જેવા / કાળ વડે / ભક્ષણ થઈ જઈએ / એટલા બધા / બેધ્યાન.’
  [૧] મનગમતા = ??? e..g.?
  [2] આ બીજું સંકલ્પના ના હોઈ શકે? ને હોય તોય લોઈ પાસે એનો કોઈ વિકલ્પ/ઉપાય ખરો સુ.જા.સાહે………બ?

 3. સુરેશ નવેમ્બર 30, 2015 પર 7:05 એ એમ (am)

  અહીં ‘કાળ’ શબ્દ સાથે મરણ અભિપ્રેત નથી. કાળ એટલે ‘સમય’ અને સમયના પ્રવાહમાં આપણા જીવન અને માનસમાં જે કાંઈ આવે તેનાથી આપણે તણાઈ જતા હોઈએ છીએ. છ એ છ દુશ્મનો અને બીજા પણ હોય તો.
  અને એ જ જીવનની રીતે છે . બસ…..

  ‘એ પ્રવાહ છે,એમાં આપણે તણાયા’ – એ બાબત તરફ જાગૃત રહીએ – એ જીવવાની એક અલાયદી રીત છે. સંસારી અને સ્થિતપ્રજ્ઞ થી ત્રીજી રીત.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: