આમ તો અવલોકનયાત્રાની દિશા બદલાઈ છે. ઘણી વખત અવલોકન વાદળીઓ આવીને, ફરકીને વિદાય લે છે. પણ ચાના આ કૂચા બે દિ’થી કેડો નો’તા મેલતા! એને ન્યાય આપ્યા વિના એ કેડો નૈ જ મેલે!
સવારની ચાએ ઘણા વિચાર વમળો સર્જેલા – આ રહ્યા…પણ કૂચા? કદી પણ નહીં !
વાત જાણે એમ છે કે, રોજ ચા બનાવવાની પ્રક્રિયાનો અંત આવે એટલે, ઝટપટ કૂચા કચરાપેટીમાં નાંખી, આદૂ અને ઈલાયચીની સોડમથી મઘમઘતી,ખુશબોદાર, ચા પીવા મન લાલાયિત હોય, એટલે કૂચા કદી ધ્યાન પર ના આવે.
પણ, કોણ જાણે કેમ? બે દિ’થી એ કેડો જ નથી મુકતા.
- ચાના કૂચા
- બધો રસ કસ બીજા માટે સમર્પિત કરી, જાત નિચોવી નાંખનાર, મૂર્ખ મનેખ જેવા કૂચા
- કચરાપેટી માટે જ લાયક
- સાવ નકામી ચીજનો પર્યાય વાચક શબ્દ
પણ એનો ય એક જમાનો હતો! એ તો હરિયાળી અને ખુશનુમાથી છલકતી ટેકરીઓના ઢોળાવ પર પવનની લહેરીઓમાં લહેરાતા લીલાંછમ્મ પાન હતાં
गुज़र गया वो ज़माना
અને આજે એમની અવસ્થા આ છે…

ચા અંગેનાં અવલોકનોમાં સાવ છેલ્લે – છેવાડાના જણ જેવા – ચાના સડતા કૂચા.
એમનો જીવન ક્રમ…
- પોષક ક્ષારોથી તરબતર, પર્વતીય ધરાનો રસકસ ચૂસી મહેંકતાં થયેલાં પાન
- સૂકાઈને પેકિંગમાં કેદ થયેલી ચાની પત્તી
- ઉકળતા પાણીમાં ખદબદવાની મહા સજા
- કચરાપેટીમાં વીતેલી તવારીખનાં રોદણાં રડતા કૂચા
પણ…
કહે છે કે, ચાના કૂચા સુંદર ગુલાબના છોડનું માનીતું ખાતર બનાવે છે!
[ ચા ના કૂચાના ઉપયોગો વિશે એક સરસ લેખ આ રહ્યો – સાભાર શ્રી. સંજય પટેલ ]
આ એનું ભવિષ્ય?

જે હોય તે…
આપણું જીવન પણ આવું બને તો? સતત સેવાનો મઘમઘાટ.
ચાના કૂચા જેવું જીવન
Like this:
Like Loading...
Related
હાલ સ્નોઇંગ ચાલુ છે આખી રાતમા ૨થી ૨ ૧/૨ ફુટ સ્નો પડશે ચાલો પહેલા ચા નો મગ ભરી ફરીથી માણું તમારા લેખ …
PK Puran રામાયણના આધારે એક લોકવાયકા જાણીતી છે. લક્ષ્મણજી મૂર્છીત થયા ત્યારે હનુમાનજી જે સંજીવની લાવેલા, તેનો ઉપયોગ કરી કૂચા ફેંકી દીધેલા. તેથી વનસ્પતિના કૂચાએ ભગવાન શ્રીરામને ફરિયાદ કરી. તેથી ભગવાને આશીર્વાદ આપીને કહ્યું કે કળિયુગમાં પણ તારું મહત્વ રહેશે. કૂચામાંથી કૂ-અક્ષર કાઢીને ‘ચા’ સ્વરૂપે લોકો તને સન્માનપૂર્વક સ્વીકારશે
……………………………..
લારીની ચાનો નશો જ કોઈ ઓર હોય છે. કૂચા ઉકાળી ઉકાળીને બનાવાતી હોવાથી ‘ચડે’ છે. નશો માપમાં જ હોય, તેથી જ લારીની ચા અડધી જ પીવાય છે.
……………..
વાઘ જેવી પત્ની અને બકરી જેવા પતિને સાથે ચા પીતાં જોઈને ‘વાઘ બકરી ચા’ નામ પડ્યું !
……………………………….
“સિદ્ધિ તેને જઈ વરે
જેને મળે ચા કે ચાહ.
કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ માણો :
…………………………………………………..
પહેલી ઘૂંટે થાક બધોયે છૂ, બીજી ઘૂંટે હળવાશ અને હું
ચાની અંદર ચાહ ઉમેરી જો, ટહુકી ઊઠશે છાપું સવારનું.
………………………………………
કપટી નર કૉફી પીવે, ચતુર પીવે ચા,
દોઢડાહ્યા દૂધ પીવે, મૂરખ પાડે ના !
……………………………………………….
શેષ તો સબકુછ હૈ, અમન હૈ; સિર્ફ કર્ફ્યુ કી થોડી ઘૂટન હૈ
આપ ભી કુછ પરેશાન સે હૈ; ચાય પીને કા મેરા ભી મન હૈ.
કવિશ્રી જ્ઞાનપ્રકાશ વિવેક
અને સ્નેહીઓની ચર્ચાની વાત લખી
લક્ષ્મણ ને મૂર્છામાંથી મુક્ત કર્યા આવી ચાત્કારીક ચા વિષે રામે હનુમાનને કિધું
कहत राम तुम सुनु हनुमाना चा न पाई वोटो पशु समाना પછી હનુમાને રામને કીધું પ્રભુ આ કળીયુગમાં એક માણસ બ્લોગની દુંની યામાં આતા તરીકે ઓળખાય છે ને આપનું કહ્યું નથી માનતો કેમકે એ ચા નથી પીતો . રામે જવાબ આપ્યો એટલેતો એ પશુ જેવો છે।
બગીચાની લીલી ચા અનેક પ્રોસેસ પછી કાળી ચા બની , તપેલીમાં ઉકળી એના રસ કસથી સૌને આનંદ આપ્યો , કુચો બની અને છેવટે ખાતર બની સુંદર ફૂલો ખીલવી ફરી સૌને આનદ આપ્યો. વાહ જીવન હો તો ચા જેવું જ હજો.
એટલે તો લોકો ચા ને ચાહ કરે છે -ચાહે છે .
Great observation.
Thanks to enjoy reading this article.
Thanks to all surfers and Bhai Suresh.
Thanks to chaiwala of Vadanagar, Gujarat.
India’s PM……
so very true. great observation.
આપણાં બધાંનાં માવતર આપણા માટે થઇને વધતે-ઓછે અંશે આવું કુચા બની જવાનું પસંદ કરતા હોય છે.
એમનું મઘમઘતું જીવન આપણને કુચા થઇ રહેલું ત્યારે નથી દેખાતું પણ માવતર બન્યા પછી ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
બસ, શીખવા જેવું છે તો એ જ કે માત્ર આપણાં બાળકો પુરતાં સિમીત નહિં રહેતા વધુ વિસ્તરતા જઇએ. એક દિવસ કુચા તો આમેય થવાનું જ છે.
વધુ લોકોના જીવન મઘમઘ કરતાં જઇએ.
Reblogged this on Hiral's Blog and commented:
આપણાં બધાંનાં માવતર આપણા માટે થઇને વધતે-ઓછે અંશે આવું કુચા બની જવાનું પસંદ કરતા હોય છે.
એમનું મઘમઘતું જીવન આપણને કુચા થઇ રહેલું ત્યારે નથી દેખાતું પણ માવતર બન્યા પછી ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
બસ, શીખવા જેવું છે તો એ જ કે માત્ર આપણાં બાળકો પુરતાં સિમીત નહિં રહેતા વધુ વિસ્તરતા જઇએ. એક દિવસ કુચા તો આમેય થવાનું જ છે.
વધુ લોકોના જીવન મઘમઘ કરતાં જઇએ.
v e r y inspiring article of cha-h thx to all group members-missing aata –Dada
ચાના કૂચાની ઉપયોગિતા વિશે યુવાન મિત્ર શ્રી. સંજય પટેલે મોકલેલ એક સરસ વિડિયો