સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘડિયાળ – એક અવલોકન

કેલેન્ડરની વાત અહીં લખી હતી – આ રહી

હમણાં સ્ક્રેચ પર ‘કેલેન્ડર’ બનાવ્યું. આ રહ્યું…

calendar

આ ચિત્ર પર ક્લિક કરો.

      સ્ક્રેચના એ કેલેન્ડરે એ જૂના કેલેન્ડરની યાદ અપાવી દીધી. પણ આજે એમાં ગર્ભિત રહેલ ઘડિયાળની વાત કરવાની છે. આ નવું કેલેન્ડર બનાવ્યું, અને લગભગ તૈયાર થઈ ગયું હતું, ત્યારે એમાં ઘડિયાળ ઉમેરવી જોઈએ એવો વિચાર આવ્યો. એ ઉમેર્યું. આવું દેખાતું હતું –

clock-2

       પણ આમાં ખોડ એ હતી કે, ગમે તેટલી મિનિટ થઈ હોય – એક કે એકાવન – એનો કલાક કાંટો એમનો એમ જ, અડિયલ ટટ્ટુની જેમ ઊભો રહેતો હતો. સાઠમી મિનિટ થાય ત્યારે જ એ ભાઈ નવી જગ્યાએ ખસે! કેલેન્ડરનો પ્રોજેક્ટ તો મસ્ત બન્યો હતો, પણ આ ખોડ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી હતી.

      ખ્યાલ આવ્યો, એટલે તરત એ ખોડ તો સુધારી લીધી અને ઈન્ટરનેટના આકાશમાં, ‘સ્ક્રેચ’ની વેબ સાઈટ પર કેલેન્ડર મુક્યું, ત્યારે એ અડિયલ ટટ્ટુ તેજીલો તોખાર બની ગયો હતો. એની સુધારેલી ઘડિયાળ આ રહી…કલાક કાંટો બરાબર ઠેકાણે થઈ ગયો.

clock-1

        હવે આ ત્રીજું ચિત્ર જુઓ – એ ડિજિટલ ઘડિયાળનું છે. એમાંય બરાબર ૩૭ મિનિટ થઈ છે.dig_clock

     પણ એનો કલાકનો આંકડો આપણને ખુંચતો નથી! ડિજિટલમાં એ બરાબર લાગે છે. પણ જૂની ઘડિયાળમાં એમ નો હાલે !

અને હવે અવલોકન કાળ!

      આ બધી જફાઓ એ દર્શાવે છે કે, આપણે કેટલા બધા આપણી આદતોના ગુલામ છીએ! એનેલોગ ઘડિયાળમાં આમ જ હોવું જોઈએ, અને ડિજિટલમાં  તેમ જ!

Advertisements

One response to “ઘડિયાળ – એક અવલોકન

 1. Anjana Shukla ફેબ્રુવારી 11, 2016 પર 5:14 પી એમ(pm)

  It’s really true that we are like that ADIAL TATTU . Without any thinking
  we keep old aadato running!
  Nice,
  Thx
  A.Shukla

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: