સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્રિકોણ – એક અવલોકન

     આ પ્રણય ત્રિકોણની વાત નથી! પણ એવી જ સમસ્યા એક ત્રિકોણે ઊભી કરી હતી,એની વાત છે.  વાત જાણે એમ છે કે, એક પ્રશ્ન ઊઠ્યો..

 ત્રિકોણની ત્રણ બાજુનાં માપ ખબર હોય, તો તે ત્રિકોણ શી રીતે દોરવો?

આવો એક ત્રિકોણ…

Triangle_1

અને એ માટેનો પ્રોજેક્ટ આ લખનારના માનીતા ‘સ્ક્રેચ’ પર શરૂ કર્યો.

Triangle_2

આ ચિત્ર પર ક્લિક કરો અને એ પ્રોજેક્ટ પર રમો !

     એક પછી એક ત્રણે માપ જાતે જ નક્કી કરવાના.  એક બાજુની લંબાઈ પરથી એ બાજુ અને એની છેડેના બે બિંદુઓ તો તરત દોરાઈ જાય. પણ ખાટલે મોટી ખોડ એ એક, ત્રીજું બિંદુ ક્યાં પધારે?

   એટલે એ બાજુથી ૯૦ અંશના ખૂણે અને બીજી બાજુના માપ મુજબ ત્રીજું બિંદુ ચીતરી દીધું. પહેલા બિંદુથી એનું અંતર અલબત્ત ત્રીજી બાજુ જેટલું ન જ હોય. આથી નક્કી કર્યું કે, બીજી લીટીની લંબાઈ એમની એમ રાખીને એ બિંદુને ખસેડતાં જવું.

આમ…

Triangle_3

       જો  ત્રીજી બાજુની સાચી લંબાઈ હાલની લંબાઈ કરતાં ઓછી હોય તો એ અડસટ્ટે નક્કી કરેલ બિંદુને ઘડિયાળથી ઉંધી દિશામાં ફેરવવું અને વધારે હોય તો ઘડિયાળની દિશામાં. જ્યારે બન્ને માપ લગભગ સરખા બની જાય ત્યારે આ પ્રક્રિયા અટકાવી દેવી.

અને માત્ર ૩૦૬ પ્રયત્નો પછી.. લગભગ(!) બરાબર જગ્યાએ ત્રીજું બિંદુ ગોઠવાઈ ગયું.

પણ … લગભગ જ! હજુ આટલો ઘાટો તો પડ્યો જ હતો!

૬૦ ની જગ્યાએ ૬૦.૦૦૫૬૯૨

Triangle_4

અરેરે! આટલી બધી અને પૂરતી માહિતી હોવા છતાં , ત્રિકોણ બરાબર તો ન જ દોરાયો!

જો… એક જ ખૂણાનું માપ ગોતવાની રીત આવડતી હોત તો? આમ..

Triangle_5

આ રહી પુરી માહિતી…

અથવા નિશાળિયાઓના કમ્પાસમાંથી વર્તુળ દોરવાનું સાધન લઈ, આમ કર્યું હોત તો?

Triangle_6

એકદમ સાચો  ત્રિકોણ દોરાઈ ન જાત?

         અરે, ભલા! આ ત્રિકોણની વાત છે કે, ભવાટવિમાં ફસાયેલા આપણા જેવા, અડબડિયાં ખાતાં અને આખી જિંદગી  રઝળપાટ કરવા છતાં , લક્ષ્ય સ્થાને ન પહોંચી શકતા અને આમ જ અર્થહીન પ્રયત્નો કરતા, અધુરા ગનાન વાળા, માનવ જંતુઓની અનેક કોણ વાળી સમસ્યા છે?

Advertisements

One response to “ત્રિકોણ – એક અવલોકન

  1. Vinod R. Patel March 11, 2016 at 12:38 pm

    જિંદગી છે એક અનેક કોણ વાળી સમસ્યા

    સમજાય નહિ કે ના અપાય એની વ્યાખ્યા

    અનેક કોણ વાળી જિંદગી કોઈને સમજાતી નથી અને એનો કોઈ સ્ક્રેચ પ્રોજેક્ટ બનાવી નથી શકાતો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: