સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મરવાની રીત

જીવન જીવવાની કળાના બહુ ગાણાં અહીં ગાયાં – પણ મરવાની રીતનું આ ગાણું પણ ગમી જાય એવું છે.

read_guj_1

આ ચિત્ર પર ક્લિક કરો.

એમાંથી એક ટાંચણ…

 

ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં, તરતાં સરિતાસ્ત્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !
– કરસનદાસ માણેક

 

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

Advertisements

4 responses to “મરવાની રીત

 1. aataawaani April 5, 2016 at 8:21 am

  પ્રિય સુરેશ ભાઈ
  મારા મનની વાત જો હું તમને કહું તો મારું હાડકું ભાંગ્યા પછી જો હું વધારે પરાધીન થઇ જાત તો હું કોઈ જૈન સંપ્રદાય ના સાધુની જેમ સંથારો કરવાનો હતો આ વાત મેં દેવ જોશીને પણ કહી દીધેલી આ તમને મારા મોટા દીકરાને હવે કહું છું . પણ સર્જરી કર્યા પછી ગોકળ ગાયની ગતિએ પણ સુધારો થવા લાગ્યો . અને ડેવિડ અને એની વાઈફ મારું ગુ મુતર પણ ફેંકવા મંડી ગયા . એટલે પછી મને એમ થયું કે આ શરીરની પરમેશ્વરની અદ્ભુત કૃતિને વેડફી નથી નાખવી .
  પ્રથમ હું સર્જરી કર્યાના બીજે દિવસે ફીજીકલ થેરેપીની નર્સની મદદથી અને વોકરની મદદથી મહા મુસીબતે એક ઇંચ જેટલું ચાલી શકતો હતો તેને બદલે હું બાર તેર ડગલાં સાત પગથીયાં ચડી ઉતર શકું છું . મારી આઠ વરસ જૂની મિત્ર છોકરીએ કીધું કે ઈસ્ટર સંડે ને દિવસે મેં તમારા માટે ખાસ પ્રાર્થના કરી હતી . હવે હું દર સંડે ચર્ચમાં જાઉં છું ત્યારે તમારા માટે પ્રાર્થના કરું છું .

 2. Vinod R. Patel April 5, 2016 at 2:15 pm

  સન્મુખ સાથી જનમજનમનો……

  બધું જ માગ્યું મળતું હોત તો કેવું સારું …

  કહેવાય છે ને કે માગ્યું મોત પણ નથી મળતું !

  • સુરેશ April 5, 2016 at 2:35 pm

   થોડુંક રસદર્શન…
   અહીં મરવાની રીતની વાત છે – અને તે જીવન જીવવાની રીત સાથે સુસંગત છે.

   ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં, તરતાં સરિતાસ્ત્રોત,
   સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !

   ———–
   છેલ્લી ઘડીએ આ શક્ય નથી જ ! પણ એમાં જ આખો મત્લા છે.

   હર ક્ષણે મૃત્યુ અને હર ક્ષણે નવો જન્મ – સતત વર્તમાનમાં જીવાતું જીવન. ભુતકાળની કોઈ ભુતાવળો નહીં કે, નહીં અજાણ્યા ભવિષ્યનાં રહસ્યો, એમનો ડર/ મૃગજળ જેવી, વાંઝણી આકાંક્ષાઓ. જ્યારે આમ જીવન જીવાય છે, ત્યારે એ જનમ જનમનો સાથી અને આપણી વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.અદ્વૈત અનુભવાય છે.

   આવી કવિતાઓ ‘જીવન જીવવાની કળા’ શીખવી જાય છે – વાત ભલે મરણની હોય.

   • Vinod R. Patel April 5, 2016 at 3:40 pm

    સાચી વાત છે

    મનુષ્યને જેમ સાચી -સારી રીતે જીવતાં આવડવું જોઈએ એમ એવી રીતે જ મરતાં આવડવું જોઈએ, મનમાં કશા દગદગા વગર …!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: