સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સદ/ અસદ – એક અવલોકન

life.png

        મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે જીવનનો વાસ્તવિક ચિતાર આપતું આ ચિત્ર મોકલ્યું ત્યારે સંસ્કૃતમાં એક સરસ  શ્લોક યાદ આવી ગયો હતો….

सर्व जातिशू चाण्डालाः
सर्व जातिशू ब्राहमणाः
ब्राह्मणेष्वपि चाण्डालाः
चाण्डालेष्वपि ब्राहमणाः ।

બધી જાતિઓમાં ચંડાળો ( દુર્જન) હોય છે.
બધી જાતિઓમાં બ્રાહ્મણો ( સજ્જનો) હોય છે.
બ્રાહ્મણોમાં પણ ચંડાળ હોય છે.
ચંડાળોમાં પણ બ્રાહ્મણ હોય છે. 

       હું, તમે, તેઓ, આપણે સૌ …..દરેક વસ્તુને આપણી મનોવૃત્તિ મુજબ સારા/ નરસામાં; ગમતા/ અણગમતામાં વિભાજિત કરવા માટે ટેવાયેલા છીએ. પણ વાસ્તવિકતા તો એ છે કે, દરેક ચીજને અનેક પાસાં હોય જ છે. પ્રેમ અને ધિક્કાર એક જ ગુણના બે પ્રતિબિંબો છે. આપણે સાવ અજાણી વ્યક્તિને ધિક્કારતા નથી હોતા. આપણા અંગત દુશ્મનો એક કાળે આપણા મિત્રો જ  હતા.

  પણ,
આપણે
સતત ન્યાય આપતા
ન્યાયાધીશો
હોઈએ છીએ! 

     જેમ જેમ આપણે જાગૃત થતા જઈએ, તેમ તેમ જીવનનાં આવાં અનેક રૂપ આપણને દેખાવા લાગે, અને સમતા ગાઢ બનતી જાય. જ્યારે આપણે પુરા જાગૃત બની જઈએ, ત્યારે પૂર્ણ પ્રકાશનો અનુભવ થાય કે…

     સતત, સદા, દરેકે દરેકે દરેક ચીજ પરિવર્તન પામતી હોય છે. ગણી ન શકાય તેટલા અણુઓ અને પરમાણુઓ સતત એક મેક સાથે સંયોજાતા રહે છે – વિખૂટા પડતા રહે છે. આકારો સર્જાય છે, અને વિલય પામે છે. અરે! એ દરેક પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન તિવ્ર ગતિથી કેન્દ્રની આજુબાજુ ઘૂમ્યા કરતા હોય છે. 

   આમાં શું સાચું ? અને શું ખોટું? 

        આ વિચારો સાથે અહીં રજુ કરેલો આવો જ એક વિચાર આ રહ્યો….

રૂપ, કુરૂપ

10 responses to “સદ/ અસદ – એક અવલોકન

 1. Vinod R. Patel એપ્રિલ 17, 2016 પર 3:30 પી એમ(pm)

  જ્યારે આપણે પુરા જાગૃત બની જઈએ, ત્યારે પૂર્ણ પ્રકાશનો અનુભવ થાય…

  પુરા જાગૃત થઇ શકાતું હોય તો એવું સારું !

  જાગ્રત થયા ના થયા અને પાછા ઊંઘવા લાગીએ છીએ ..

  જો એમ થતું હોય તો બાકી બધું પોથીમાંનાં રીંગણાં જેવું !

 2. aataawaani એપ્રિલ 17, 2016 પર 6:47 પી એમ(pm)

  પ્રિય સુરેશ ભાઈ
  તમારી કુશળતાનો વધુને વધુ વિકાસ થાય એવી શુબેચ્છાઓ

 3. સુરેશ એપ્રિલ 17, 2016 પર 6:50 પી એમ(pm)

  An email reply-
  ——-
  જીવનની સમસ્યાઓના ઉકેલ શોધવામાં તો પોણી જિંદગી વિતી ગઈ! જ્યારે આપણે જાગૃત થવા લાગીએ, ત્યારે સમસ્યાઓ ઉકલી જતી નથી હોતી. આપણો સમસ્યાઓ પ્રત્યેનો અભિગમ , ધીમે ધીમે બદલાવા માંડે છે. કર્તાભાવનું રૂપાંતર પ્રેક્ષક ભાવમાં થવા માંડે છે.
  પ્રેક્ષક બનવું એટલે અકર્મણ્યતા – એમ નથી. ઉલટાનું આપણે ઘણા વધારે સક્રીય બનવા માંડીએ છીએ. સાદું સીધું કારણ એ કે, આપણી કર્મના ફળ માટેની,વાહ-વા, પ્રતિષ્ઠા, સન્માન – એ બધાની લાલસા ધીમે ધીમે દૂર થવા લાગે છે. પછી માત્ર….

  જીવનની રમત રમવાનો આનંદ.

 4. aataawaani એપ્રિલ 18, 2016 પર 2:09 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ તમારા માટે તમારી કુશળતા ન દેખાય પણ મારા જેવા માટે એ બહુજ લાગે

 5. Sharad Shah એપ્રિલ 18, 2016 પર 7:57 એ એમ (am)

  ઝેન ગુરુઓ રચિત આ એક રહસ્યમય સિમ્બોલ છે.ીના રહસ્યો સમય મળ્યે લખીશ.

 6. La' Kant " કંઈક " એપ્રિલ 19, 2016 પર 8:35 એ એમ (am)

  જીવનની રમત રમવાનો આનંદ! =એકંદર ,ટી.પી. ઓનલી ભાઈ !પોથીમાંનાં રીંગણાં ” આપણો ચિંતવ્યો અરથ કંઈ ના સરે !” અંત સમય આયા તો ….. બધું દોઢ-ડહાપણ હવા થઇ જતું હોય છે …… એ અનુભવી લોકો કથા કરવા બચ્યા ક્યાં છે? છાતા શ.શા.ની વારતા સાંભળશું .

 7. Pingback: ડો.જેકિલ અને મિ. હાઈડ | સૂરસાધના

 8. La' Kant " કંઈક " એપ્રિલ 4, 2018 પર 3:35 એ એમ (am)

  એક પરમ સત્ય અને “દ્વંદ્વ” આધારિત આપણું અસ્તિત્વ ,બેઓ તત્વો એક સાથે જ હોતા હોય છે,,બાકી આપણું, અધૂરું માર્યાદિત જ્ઞાન ,મીસ્દાય્રેચ્તેદ મતિ ભિન્નતા …

 9. Pingback: બે ચહેરા | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: