સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમને શું ફેર પડે બોલો? – કૃષ્ણ દવે.

સાભાર – શ્રી. નિકુંજ ભટ્ટ

ઢેફું સમજીને તમે ફેંકી ધ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો

અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યાતા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ
?

મારગ ને પગલાને મોજ પડી જાય એમ
આપણે તો આપણામાં ફરીએ

આ કવિતા ઈમેલમાં મળી અને તરત ગમી ગઈ.

આખી કવિતા….

shayari

આ ચિત્ર પર ક્લિક કરો

અવલોકન કરું? એમ આવ્યો વિચાર
વળી એમ થયું, એમ કરું શાને?
તમે વિચારી લ્યો! વ્હાલા ઓ દોસ્ત, હવે
આ તો મોજમાં જ રહેવાની વાત છે.

7 responses to “અમને શું ફેર પડે બોલો? – કૃષ્ણ દવે.

 1. Sharad Shah એપ્રિલ 28, 2016 પર 9:46 પી એમ(pm)

  શ્રી કૃષ્ણ દવેની ખુબ જ સુંદર રચના.

 2. Vinod R. Patel એપ્રિલ 28, 2016 પર 10:33 પી એમ(pm)

  મારગ ને પગલાને મોજ પડી જાય એમ
  આપણે તો આપણામાં ફરીએ
  ===========

  જો કદીક આવું જો થઇ જાય

  આપણે આપણને ઓળખી લઈએ તો.

  જીવનના મારગમાં ભયો ભયો થઇ જાય !

 3. pragnaju જૂન 5, 2016 પર 9:03 એ એમ (am)

  કવિ પોતે સવાલ કરે
  મારગ ને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ
  …અને પછી ‘બોલો’ શબ્દ ! આપણે જવાબ આપવો જ પડે !
  ડાળી પર કયું પંખી બેસે એની ફિકર ડાળીને હોતી નથી.તેમ અલિપ્ત રહેવું અને વગડામાં ઊગેલું ફૂલ આપોઆપ જ ઊગી નીકળે છે. માણસે પોતાની પ્રગતિ કે ઉન્નતિ માટે કોઇના ઉપકાર તળે શું કામ રહેવું ? પોતાના આચરણના માર્ગોને ચોખ્ખા બનાવો અથવા સામી વ્યક્તિની નીતિને નતમસ્તકે અપનાવી લો. અથવા નવો જ વિકલ્પ ‘ અપ્પ દીવો ભવ ‘ જગતના ભાવ-પ્રતિભાવ સામે કોઇ પણ સંવેદના દર્શાવ્યા વગર પોતાને રસ્તે આગળ વધ. પામી ગયાની બૂમ ભલે પડછાયા પાડે પણ આ માર્ગે ટોચ સુધી તપશ્ર્ચર્ચા કરનારો એકાદ મરજીવો હોય ! અને તેને માટે અમે સહજ હ્રુદયના દ્વાર ખોલીએ- આજના કવિ કૃષ્ણ દવે નું નવા શબ્દો દ્વારા વધુ એક સ રસ પ્રદાન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: