સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આયનામાં – લક્ષ્મીકાન્ત ઠક્કર

સરવાળા ,બાદબાકી સરવૈયાં ફેરવાય શૂન્યમાં,આયનામાં,
ઉધામા-ચાલાકીઓ-કરવૈયા બદલાય સઘળાં આયનામાં .

કલ્પિત કુન્ડાળાની ભરમાર જાણે સતત ફરતી આયનામાં,
હરપલ અવનવા અર્થ ઉઘડે અને કનડે સતત આયનામાં.

વિચારોના નિર્વસ્ત્ર અંગ ઉઘાડાં વિલાસી રહે આયનામાં ,
અને ચિત્રો રંગ-બિરંગી સરવાળે શૂન્યો પોલાં આયનામાં.

અસ્તિત્વના મરમ- ભરમ ઉકલે,ઉપજે-સતત આયનામાં,
કીડીઓની હાર-વણજાર ક્ષણોની આવ-જાવ આયનામાં .

ક્ષણ-ક્ષણ,પલ-પલ નિરર્થકતા એમ થાય નિ:શેષ આયનામાં,
પારદર્શક સ્વચ્છ એક પોત નિજનું ભીતર દેખાય આયનામાં

હળવું હળવું લાગે ભીતર,ગેબનો આલમ વર્તે આયનામાં,
પારદર્શક સ્વચ્છ પોત ભીતરનું નિખરે સ્થિર આયનામાં.

જાણે ઈશ-કૃપાના સતત શીતલભીના ફોરાં વરસે આયનામાં ,
અનુવાદ “પરમ-આનંદ”નો એહસાસ હકીકત બને આયનામાં.


આયનો = જાગૃતિ

One response to “આયનામાં – લક્ષ્મીકાન્ત ઠક્કર

 1. Sharad Shah એપ્રિલ 30, 2016 પર 7:50 એ એમ (am)

  આપણા આયના ધુળથી આચ્છાદિત છે.
  ઓશોની એક કહાની યાદ આવી.
  એક સ્ંત એક મહારાજાને ત્યાં પધાર્યા. બે દિવસ રોકાયા પછી રાજાને કહ્યું, “આપની સરભરા માટે આપનો આભારી છું. મારો જવાનો સમય હવે થઈ ગયો છે અને મને રજા આપો.” રાજાએ કહ્યું સ્વામીજી આપને ખાલી હાથે ન મોકલાય. આપને જે કાંઈ જોઈતું હોય તે માંગો.”
  પેલા સંત હસ્યા અને તેમના થેલામાંથી એક અજીબસી વસ્તુ કાઢી કહ્યું,” રાજન, આ વસ્તુ ને ભારો ભાર તમારા ખજાનામાંથી જે આપવું હોય તે આપો.”
  રાજાએ હોયું તો એ વસ્તુ સો-બસો ગ્રામ વજનથી વધુ ન હતી. રાજાએ એક ત્રાજવું મંગાવ્યું. એક પલ્લામાં પેલી ચીજ મુકી અને બીજા પલ્લામાં હિરા- મોતી મુક્યા. પરંતુ આશ્ચર્ય. ગમેતેટલા હિરા-મોતી મુકવા છતાં પેલી ચીજનુ પલ્લું નમેલું જ રહેતું. રાજાએ સોનાની પાટો મંગાવી બીજા પલ્લામાં મુકી તેમ છતાં પણ પલ્લું નમે નહીં. આખરે રાજાએ પૂછ્યું” સ્વામીજી આ શું ચીજ છે? અને આટઆટલો ખજાનો મુકવા છતાં તેનુ પલ્લું નમતું કેમ નથી?” પેલા સંત હસ્યા અને તેમણે ચપટી ધુળ ઉપાડી અને તે વસ્તુ પર નાખી કે તરત તે બાજુનુ પલ્લું નમી ગયું.”
  હવે તો રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ કહ્યું,” મહારાજ આ છે શું? જરા અમથી ધુળ પડી કે પલ્લું નમી ગયું જે મારા ખજાનાથી ન નમ્યું?”
  પેલા સંત કહે,” એ છે મનુષ્યની આંખ.” સ્વચ્છ હોય તો તેનુ મુલ્ય કુબેરના ભંડાર કરતા પણ વધુ છે અને જરા અમથી ધુળ પડી જાય તો બસ બે કોડી ની બની જાય.”

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: