સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોડિયું – એક અવલોકન

       ઓરડો અંધકારથી ભરપૂર છે. એમાં ફંફોસી ફંફોસીને થાકો પણ જોઈતી ચીજ ન મળે. બહાર પણ અંધકાર છવાયેલો છે. બહાર જવાનો રસ્તો પણ ન મળે.

       પણ… કોડિયું પ્રગટાવો અને અજવાળું જ અજવાળું.

kodiyu

      અંધકારને વાસીદાંની જેમ વાળી ન શકાય. ઓરડાની અંદરના કે બહારના અંધકાર સામે આપણે લડી શકતા નથી. માત્ર એક નાનકડું કોડિયું જ ઓરડામાં કે અંતરમાં પ્રગટાવવાનું છે.

જાગૃતિનું કોડિયું 

Advertisements

4 responses to “કોડિયું – એક અવલોકન

 1. pragnaju મે 15, 2016 પર 12:39 પી એમ(pm)

  વ્યોમ-દીપ રવિ નભબિંદુ,
  તો ઘરદીવડા શા ખોટા ?

  મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે

  અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છે,

  આ બાબતે આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે

 2. Vinod R. Patel મે 15, 2016 પર 1:35 પી એમ(pm)

  મારી એક કાવ્ય રચનાની આ કંડીકાઓમાં આવી જ કંઈક વાત કહી છે.

  એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

  માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

  અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

 3. Vimala Gohil મે 15, 2016 પર 3:47 પી એમ(pm)

  “તું તારા દિલનો દીવો થાને!,ઓરે! ઓરે! ઓ ભાયા!
  કોડિયું તારૂં કાચી માટીનું,
  તેલ દીવેટ છુપાયા;

  નાની શી સળી અડી ન અડી પરગટશે રંગ માયા……
  આતમનો તારોદીવો પેટવવા,તું વિણ સર્વ પરાયા….
  ઓરે! ઓરે! ઓ ભાયા!”……..

  એક વિનંતી, આ કવિનું ઉપનામ છે;”ઉપવાસી”;
  એમનું પુરૂં નામ કોઈ જણાવી શકે તો આભારી થઈશ..

 4. readsetu મે 16, 2016 પર 2:21 એ એમ (am)

  બહુ ઉમદા વાત… મનને અજવાળી ગઈ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: