સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ જ કહેવાય! અને એક નહીં પાંચ પાંચ પ્રકાશનો અને તે પણ માત્ર પાંચ જ મહિનામાં.
કોણ છે એ મૌલિક જુસ્સા વાળો જણ ?
એકત્રીસ જ વરસનો એક તરવરતો યુવાન મૌલિક રામી – એનો પરિચય એના જ શબ્દોમાં અહીં

આ ચિત્ર પર ક્લિક કરો.
અને એ નોંધી લો કે, એનો વ્યવસાય છે – પશ્ચિમી સંગીત !
અને એ પાંચ પુસ્તકો – અહીં….

આ ચિત્ર પર ક્લિક કરો.
એક જ ચોપડી જુઓ અને એમાંના લેખ તો શું – એની રંગભરી રજૂઆત પર પણ મોહી પડશો.
સલામ મૌલિક …..
સલામ આ ઈ-બુકો બનાવવાની એની કળાને….
જ્યાં સુધી ગુજરાત આવા મૌલિકોને પેદા કરશે,
ત્યાં સુધી ગુજરાતી અમર રહેશે
અવનવી ક્ષિતીજો આંબતી રહેશે.
Like this:
Like Loading...
Related
વિનોબા વિચાર ચીંતન-શરીરશુદ્ધિ અર્થે જલમ ,ચિત્તશુદ્ધિ અર્થે સંતવચનમ ,બુદ્ધિ પ્રક્ષાલનાર્થે મૌનમ અને
આત્મભાવ જાગરણાર્થે ધ્યાનમ
મૌલિકભાઈ ની મૌલિક સર્જન પ્રવૃત્તિ માટે એમને અભિનંદન.
શ્રી સુરેશભાઈ…’હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ’…અખંડ સ્વયંસ્કુરતો પ્રકાશ છે હીરો તેમ વિચારોનો મૌલિક પ્રકાશ એટલે ..આપણા મૌલિકભાઈ. તેમની ઈ-મેગેઝીનની પ્રથમ ઝલક ને ઉત્તરોત્તર તેમાં ઝબકી રહેલ નવીનતાએ આપણા સૌને મોહી લીધા છે. સંગીતની સાધના એ કુદરતની પ્રસાદી ઝીલતાં હૈયાં જ માણી શકે. વૈશ્વિક સંસ્કૃતિ સદા સંગીતથી પ્રભાવિત રહી છે. આજે ઈન્ટરનેટ થકી..આ મહામૂલો વારસો કડી બની લોકભોગ્ય બની રહ્યો છે. શ્રી મૌલિકભાઈ સાથે ‘રમેશ અંકલ’ પણ યાત્રી બની ગયાનો લ્હાવો લુંટી રહ્યા છે. તેમની સાથે ફોનપર વાત કરી ને એક ઉભરતી ગુર્જર પ્રતિભા માટે અહોભાવ થયો.
રમેશ પટેલ(આકાશદીપ)
મૌલિકભાઈનો મોબાઈલ નંબર મળે ?
2016-05-27 21:12 GMT+05:30 “સૂરસાધના” :
> સુરેશ posted: ” સંસ્થાઓ દ્વારા, સામૂહિક, સહિયારા પ્રયત્નો દ્વારા થતી
> સાહિત્યિક પ્રવૃત્તિઓ હવે નેટ ઉપર ઘણી બધી છે.પોતાની કે બીજેથી લીધેલી રચનાઓ
> પ્રકાશિત કરનારા બ્લોગો તો સેંકડોની સંખ્યામાં છે. પણ એકલે હાથે મિત્રોની
> રચનાઓનું ઈ-બુક રૂપે પ્રકાશન કરનારનો જુસ્સો ‘મૌલિક’ ”
>