સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સર્જનની પીડા

સરસ મઝાની ગઝલ છે.

આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું
પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે.

-શોભિત દેસાઈ

એનું છંદ બંધારણ છે –

ગાગાલગા   લગાગા

છી…છી..છી.. આ તે વળી શી બલા?

સુંદર, મધુર, મનભાવન સુરાવલિ છે –

અને આ…

music

છી…છી..છી.. આ તે વળી શી માથાકૂટ?

મા અને બાળક … કેવું મધુર , વ્હાલ ઉપજાવે તેવું દૃષ્ય?

mo_chi

પણ એ બાલિકા કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારથી……

 • કેટલાં વર્ષો સુધી દર મહિને ગંધાતો માસિક સ્રાવ અને પીડા
 • નવ મહિનાનો બોજો
 • અને સહી ન શકાય તેવી પ્રસવ પીડા.

છી…છી..છી.. આ જણને આવું કેમ સૂઝે છે?

સુંદર, ચિત્તને હરી લે તેવું, સરોવરની સપાટીને અતિ રમણીય બનાવતું કમળ.

lotus

પણ એનો રસ-કસ જ્યાંથી આવે છે તે?

mud

ગંદો, કદરૂપો, અંધારિયો કાદવ

છી…છી..છી.. આ તે વળી શી નકારાત્મક નજર?

પણ…..

દરેક સર્જનની પાછળ
કમર તોડી નાંખે તેવો,
શ્રમ
અને
પીડા
હોય છે.

કુરૂપતા પણ હોય છે.

એ જ તો નકરી વાસ્તવિકતા છે ને?

આ અદકપાંસળી જણના આવા જ અન્ય વિચારો –

સદ/ અસદ

રૂપ, કુરૂપ

 

Advertisements

5 responses to “સર્જનની પીડા

 1. pravinshastri June 9, 2016 at 4:58 pm

  સર્જનની પીડા અને ત્યાર પછીના અંગુલીનિર્દેશ કરેલા જૂના ચિંતન લેખો પણ વાંચ્યા.

  આજે મારે કંઈક સીધી વાત કહેવી છે. જેમ જેમ તમારા લેખો અને પોસ્ટ વાંચતો જાઉં છું તેમ તેમ તમારા પ્રત્યેનો આદરભાવ વધતો જાય છે.

  અલબત્ત તમે સાગરના પેટાળમાં ડુબકી મારનાર મરજીવા છો.ગર્ભમાં અને મૂળ સૂધી પહોંચવામાં રસ અને નિપુણતા કેળવી છે. જ્યારે હું સમુદ્રપરની સપાટી પરથી સાંપ્રત વિશ્વને માણનારો છું. વૃક્ષના સ્થપાઈ ચૂકાયલા મૂળને બદલે વાંદરની જેમ માત્ર ઝાડના ફળો ખાનાર જ છું.

  હું ચિંતન કરનાર નથી, સર્જક થવાના પરિશ્રમ ને બદલે સર્જક વંદક બની રહું છું. મને ઘણી ઘણી વાતો સમજાતી નથી…..કારણ? કારણ કે મેં સમજવાની કોશીશ પણ કરી નથી…..કારણ? સમજવાની જરૂર જ નથી લાગી? અને એટલે જ હું સુખી છું.

  કાદવની ઠંડકમાં આરામથી બેઠેલી ભેંસના જેવો; કે પછી કુવાને જ વિશ્વ માનતા દેડકા જેવો.

  મારામાં જે જે નથી એ બધું મને, તમે અને મર્યાદિત પણ વિદ્વાન ઈ મેઇલ મિત્રો આપી દે છે. મને આપના ચિંતન અને જીવન માટે આદર છે.

 2. pragnaju June 9, 2016 at 8:39 pm

  સર્જનનો આનંદ

 3. Anila Patel June 9, 2016 at 8:59 pm

  Sarjanano aanand aneroj hoy, pachhi e koi pan prkarnu sarjan hoy. Sharuatma mushkeli pachhi safaltano santosh emaj aanand.

 4. નિરવ June 10, 2016 at 2:17 am

  લોકો સંઘર્ષ અને પીડા’થી જાણેઅજાણે ડરતા હોય છે પણ એમાંથી પસાર થયા બાદ જગતને જોવાની દ્રષ્ટિ જ જાણે બદલાઈ જાય છે ! પરસેવો ચામડી સાથે અને મન મનન સાથે એકાકાર થાય છે.

  [ આડવાત : પોસ્ટ સાથે તો સંબંધિત નથી પણ તોયે કહી દઉં . . કાલે જ સાઉથ કોરિયાની એક મુવી Spring, Summer, Autumn, Winter… and Spring (2003) જોઈ અને નજાણે થયું કે આપને પણ આ મુવી ભલામણ કરું ~ પૂર્ણ-અપૂર્ણના વર્તુળરૂપી જીવન અને ઈચ્છાઓની વાત બૌદ્ધિઝમ વડે રજુ કરતું એક સુંદર મુવી. ]

 5. aataawaani June 10, 2016 at 7:11 am

  બહુ સરસ ઉપદેશાત્મક વાત છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: