સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

कर्मण्येवाधिकारस्ते मा फलेषू कदाचन ।

અમર અને વૈશ્વિક  ગીતા વાકય.

પણ.. આઈન્સ્ટાઈન/ શોપન હાવર પણ આ જ વાત કહે છે !

einstein

આઈલ્સ્ટાઈનના જીવન અંગે વિચારો – શ્રી શૈલેશ પારેખનો અનુવાદ…

sh_parekh

તેમના આ ફોટા પર ક્લિક કરી મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ માણો/ મનન કરો

એ સરસ/ મનનીય લેખનો વૈજ્ઞાનિકી/ ફિલસૂફી અંત …

     આપણા અનુભવોમાં સર્વોત્તમ છે રહસ્ય. સાચી કલા અને વિજ્ઞાનના પાયામાં રહેલી આ મૂળભૂત ઊર્મિ છે. જે આ નથી જાણતો અને રહસ્ય અને આશ્ચર્યને નથી પામતો તે મૃત:પ્રાય – હોલવાયેલી જ્યોત જેવો છે. આ ભય મિશ્રિત રહસ્યમાંથી જ ધર્મનો ઉદ્ભવ થયો છે. આપણે જેમાં પ્રવેશ નથી કરી શકતા તેના અસ્તિત્વનું  જ્ઞાન, ગહનતમ તર્ક અને ઝળહળતા સૌંદર્યના મૂર્ત સ્વરૂપની આછીપાતળી ઝાંખી – આ જ્ઞાન અને આ જ અનુભૂતિને હું સાચી ધાર્મિક વૃત્તિ માનું છું અને માત્ર તે જ અર્થમાં હું અત્યંત ધાર્મિક માણસ છું. પોતે સર્જેલા જીવાત્માઓને પુરસ્કાર આપતા કે શિક્ષા કરતા ઈશ્વરની કલ્પના માત્ર પણ મારે માટે શક્ય નથી. મૃત્યુ પછીનું જીવન પણ હું સમજી નથી શકતો અને તેમ ન થાય તેવું પણ હું નથી ઇચ્છતો. આવી કલ્પના માત્ર નબળા મનના માણસોના ભયને સંતોષતી હોય છે. મારે માટે તો જીવનની શાશ્વતતાનું રહસ્ય, વાસ્તવિકતાના ભવ્ય માળખાની ઝાંખી અને પ્રકૃતિમાં મૂર્ત સ્વરૂપ ધારણ કરતાં તર્કના રજમાત્ર અંશને સમજવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ, એટલું જ પર્યાપ્ત છે.

શૈલેશ ભાઈનો પરિચય આ રહ્યો.

Advertisements

5 responses to “कर्मण्येवाधिकारस्ते मा फलेषू कदाचन ।

 1. Vinod R. Patel July 22, 2016 at 10:51 am

  જીવનનો અર્થ સમજાવતા આલ્બર્ટ આઈનસ્ટાઇન ના મૂળ અંગ્રેજી લેખનો શ્રી શૈલેશ પારેખએ કરેલ આ સુંદર અનુવાદ ખુબ જ મનનીય અને જીવન પોષક છે.

 2. Anila Patel July 22, 2016 at 11:46 am

  Mane aa vicharo gamya. Ati sundar.

 3. La' Kant " કંઈક " July 22, 2016 at 2:53 pm

  ‘ જેમાં પ્રવેશ નથી કરી શકતા તેના અસ્તિત્વનું જ્ઞાન, ગહનતમ તર્ક અને ઝળહળતા સૌંદર્યના મૂર્ત સ્વરૂપની આછીપાતળી ઝાંખી – આ જ્ઞાન અને આ જ અનુભૂતિને હું સાચી ધાર્મિક વૃત્તિ માનું છું અને માત્ર તે જ અર્થમાં હું અત્યંત ધાર્મિક માણસ છું. ” એક દ્રિષ્ટિએ સાચું જ. એનો અર્થ સ્પષ્ટ આ એક માણસ તરીકે અધૂરાપણાનો સ્વિકાર,સમજણ એક અંતિમ , “એક બીજો છેડો પણ છે / હોઈ શકે,” નો પણ સ્વિકાર ?! ( અધૂરાપણાનો સ્વિકાર,સ્યાદ/અનેકાન્ત-વિચારસરણી…….)
  “……તે જ અર્થમાં હું અત્યંત ધાર્મિક માણસ છું.”-ધાર્મિક હોવું ,એ પણ એક વયકતિગત-અંગત માન્યતા માત્ર ! તટસ્થતા = ન્યૂટ્રાલિટી,બીઈંન્ગ બેલેસ્ડ , એ પણ ” ધાર્મિક “તા ગણાયને?

  • સુરેશ July 22, 2016 at 2:56 pm

   જીવનમાં બહુ મોડે આવેલું ભાન ….

   All is well.
   અનાગ્રહ – કશાનો આગ્રહ જ નહીં. આ ક્ષણમાં જે થઈ રહ્યું છે – તેનો પૂર્ણ પ્રેમપૂર્વક સ્વીકાર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: