આ બ્લોગ પર જાતજાતના પ્રયોગો કર્યા –
- નવલકથા
- વાર્તા
- કવિતા
- નિબંધ
- સ્વાનુભવો
- સુવિચાર
- સત્યકથાઓ
- ઝીણી અને લઘુકથાઓ
- પ્રેરક પ્રસંગો
- વિચાર વલોણું
- ફિલસુફી
- જીવન જીવવાની કળા
- વિ.વિ.
આજથી એક નવો વિભાગ શરૂ કરતાં આનંદ આનંદ વ્યાપી ગયો છે.
નૂતન ભારત
શા માટે?
બહુ જન સમાજમાં હજુ પણ સૌથી વધારે લોકપ્રિય એવા પ્રિન્ટ મિડિયામાં બહુ ઓછા છે જે, હકારાત્મક, વિકાસલક્ષી, ઉત્સાહ પ્રેરક સમાચારો અને સત્યકથાઓને વરેલા હોય. ‘સનસનાટી, મસાલા, સેક્સ, હિંસા, અને કમકમાટીથી ભરેલા સમાચારો અને વાર્તાઓ જ ચાલે.’ – એવી ‘વેપારી’ માન્યતાના આધાર પર આ ફોર્મ્યુલા સ્થપાયેલી છે. કદાચ એ વાસ્તવિકતાની વધુ નજીક હશે. પણ એ બધા સ્વતંત્ર વિચારશક્તિ, વિકાસ, નવનિર્માણ, સર્જકતા, ભાઈચારો અને નબળાને મદદ કરવાની વૃત્તિને પોષણ આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે. આને કારણે સમાજમાં મૂષકદોડ, એકમેકને મારીને, કાપીને, ભોંયભેગા કરીને આગળ વધી જવાની, સમ્પત્તિવાન અને કીર્તિમાન થવાની, મોજશોખમાં આળોટવાની કામનાઓ અને, વાસનાઓને જ ઉત્તેજિત કરતાં રહે છે.
પણ એવા વીરલાઓ કે વીરલીઓ પણ છે – જે આનાથી વિરુદ્ધ પ્રવાહને ગતિમાન, પ્રચલિત કરવા કટિબદ્ધ છે. એવું એક સરનામું આ રહ્યું.

આ ચિત્ર પર ક્લિક કરો અને એ વેબ સાઈટની મુલાકાત લો.
આ વાત પહેલાં પણ કરી હતી. આ રહી….
પણ આજથી નવી શરૂઆત…….
આવા સમાચારોને/ સત્યકથાઓને સંક્ષિપ્ત રૂપમાં આ બ્લોગ પર રજૂ કરવામાં આવશે.
પહેલી એવી વાત આ રહી….
દિલ્હી સ્થિત નેહાબેનના પિતા અંધ અને માતા અપંગ છે. બાળપણથી એમની વ્યથાઓ તેણે નજરે નિહાળેલી, સહેલી છે. એમને સમાજમાં ન મળતી સગવડો અને સન્માનના અભાવે વ્યથિત આ વીરલીએ આવી ‘ખાસ જરૂરુયાત વાળી’ વ્યક્તિઓને પ્રવાસે લઈ જવાની સવલત મહામહેનતે ઊભી કરી છે.
નેહાબેનના આ સન્નિષ્ઠ પ્રયત્નની કથા આ રહી.
એના થોડાક ફોટા….
This slideshow requires JavaScript.
Like this:
Like Loading...
Related
Nice Blog