સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉત્ક્રાન્તિ અને શક્યતા – બ્રહ્મવેદાન્ત સ્વામી

સાભાર – શ્રી. શરદ શાહ

     ઉત્ક્રાન્તિ અને એનાથી જોજનો આગળ,  માનવજીવનમાં ધરબાઈને પડેલી શક્યતા વિશે પૂજ્ય અને પ્રિય બ્રહ્મવેદાન્ત સ્વામી ( પૂર્વાશ્રમનું નામ હીરાલાલ શાહ), ( માધવપુર, ઘેડ) ના વિચારો.

img_3587

[ જેમણે રજનીશજી, ગુર્જિયેફ, વિમલા તાઈ ( કૃષ્ણમૂર્તિ) અને અનેક વિચારકોના વિચારોને પચાવી એ સૌનું નવનીત આત્મસાત કર્યું છે.]

    કામનાગ્રસિત રખડુ મન, કન્ડિશન્ડ થયેલી અને અનેક માન્યતાઓથી ભરેલી બુદ્ધિ, જાગૃતિ વગરનુ રખડુ ચિત્ત, અને વિકૃત અહંકાર – આ છે આપણી પેઢીનો સ્ટાફ. કેવા પરિણામની આશા રાખવી ?

મનુષ્યને અંતઃકરણ આપવા પાછળ કુદરતનુ અદભુત આયોજન છે. પશુ-પક્ષીઓ અસ્તિત્વમાં આવે, જીવે અને ગુજરી જાય. શરીર અને પ્રાણ છુટા પડી જાય. વિસર્જન, કાંઈ શેષ ન રહે. મનુષ્યમાં જીવન પુરુ થાય એટલે શરીર અને પ્રાણ છુટા પડી જાય. વિસર્જન થાય પણ કંઇક શેષ બાકી રહી જાય. જે બાકી રહી જાય એની યાત્રા ચાલુ રહે છે.

કહે છે કે આપણી પૃથ્વીને પ્રગટ થયે ૪૦,૦૦૦ લાખ વર્ષો થયા. જમીન અને સમુદ્ર બનતા લાખો વર્ષો થયા. મિનરલ જગત અસ્તિત્વમા આવ્યુ.  કેટલાય લાખો વર્ષો પછી એક જીવંત કોષનુ નિર્માણ થયુ. એકકોષી અમીબાનુ સામ્રાજ્ય રહ્યુ. ધીરે ધીરે સમુદ્રમાં નવા નવા શરીરો પ્રગટ થતા ગયા. ૨૫,૦૦૦ લાખ વર્ષો સુધી તો જીવન પાણી પુરતુ જ મર્યાદિત રહ્યુ. કેટલાય લાખ વર્ષો પછી વનસ્પતિ જગત, જીવજંતુઓનુ જગત, પક્ષીઓ અને પ્રાણીઓનુ જગત વિકસ્યું.

આ ક્રિએશનો માં શરીરની વિવિધતા એડેપ્ટેશન પ્રમાણે થતી ચાલી. પ્રાણની ઇન્ટેલીજન્સે વિવિધ રચના કરી. આ રચનાઓ શરીર અને પ્રાણ પુરતી સિમીત રહી. જીવન સાઈકલ સમાપ્ત થાય એટલે શરીરનુ વિસર્જન થાય. પ્રાણ બાયોઇલેક્ટ્રીસિટિનું કનેકશન છુટુ પડે, કંઈ શેષ ન બચે.

     ઉત્ક્રાંતિમાં માણસ પેદા થયો. એક નવુ ડાયમેન્શન ઉમેરાયું. શરીર પ્રાણ સાથે જીવ સંયોજાયો..સાથે ડિવાઇન-ફ્રેગમેન્ટનુ અનુસંધાન થયુ. શરીર અને પ્રાણ વાઈટલ-એનર્જી પુરતા એક્ટિવિટિ કરતાં હતાં, તેમાં સાઇકિક એનર્જિ ઉમેરાઈ. જીવનનુ સાઈકલ સમાપ્ત થાય એટલે શરીરનુ વિસર્જન થાય. પ્રાણ-બાયોઇલેક્ટ્રીસીટીનુ કનેક્શન છુટુ પડે, પણ શેષ કંઇક બચે.

    શું માણસની કૃતિ સુધી જ કુદરતનો પ્લાન હશે ? આ ભૂલોક સિવાય બીજે ક્યાંય જીવન હશે ? આપણે સાંભળીએ છીએ કે ભુલોક ઉપરાંત, ભુવહલોક છે, સ્વહલોક છે, જનલોક છે, તપલોક છે, સત્યલોક છે. કહે છે સાત લોક ઉપર છે, સાત લોક નીચે છે. આપણે સાંભળીએ છીએ કે ગાંધર્વ, દેવ, ઋષી, મહર્ષી, સિદ્ધ, બુદ્ધ – એવી સ્થીતિ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાભાવિક પ્રશ્નો ઉઠવાના. પ્રશ્ન ઉઠે કે આપણી શું સંભાવના છે ? અત્યારની હાલ જે સ્થીતિ છે તેમા રૂપાંતરણ લાવી શકાય ? કેવી રીતે ?

     શાસ્ત્રોમાં વર્ણનો આવે છે કે ફિઝીકલ બોડી(અન્નમય કોષ) ઉપરાંત, ઇથરીક બોડી(પ્રાણમય કોષ), એસ્ટ્રલ બોડી(મનોમય કોષ), મેન્ટલ બોડી(વિજ્ઞાનમય કોષ) અને સ્પિરીચ્યુઅલ બોડી(આનંદમય કોષ) હોય છે. શું આપણે આ બોડી અનુભવી શકીએ? કહે છે બધા બોડીની પાર આપણુ શુદ્ધતમ હોવાપણું છે.

      ભીતરના જગતના નિયમો છે. ભીતરના જગતના સાયન્સને ધર્મ કહે છે. વ્યાવહારિક જગતનો વ્યવહાર ભલે ચાલે પણ વાસ્તવિક જગતનો સંપર્ક ગુમાવી બેસીએ તો કુદરતના નિયમોનો ભંગ થાય. પીડા અને સંતાપ વધે એટલે આપણે જાગૃત ચેતનાઓ પાસે જઈએ. જાગ્રત ચેતનાઓની મસ્તી, જાગૃતિ, તાજગી, શાંતિ આપણને સ્પર્શે. આપણે તો કામના અને વાસનાથી ઘેરાયેલા હોઇએ. થાય છે એવુ કે આવી સ્થીતિ પ્રાપ્ત કરવાની કામના ઉઠે. એક નવી કામનાનો ઉમેરો થાય !

     ખરી પ્યાસ અને કામના વચ્ચે ઘણો મોટો તફાવત છે. હવે આ નવી કામના લઈ આપણે શિબીરોમાં જઈએ, દેવમંદીરોમા જઈએ, પ્રવચનો-કથાઓ સાંભળીએ, ધ્યાનની વિધિઓ કરીએ, મંત્રોના પ્રયોગો કોઈ બતાવે એમ કરીએ અને થાય એવુ કે આપણે સંસારમાં તો ઘણો બોજો લઈને ફરતા જ હતા, એમા ધર્મધ્યાનનો બોજો આવી પડે. ક્યારેક તો હતાશા, નીરાશા, ડિપ્રેશન પણ આવી જાય.

       અંતરયાત્રા એ આપણી સંભાવના છે. એ કામનાનો વિષય નથી. અંતરયાત્રા એ જીવને શિવમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે – અલ્ટીમેટ આલ્કેમી છે.

~ બ્રહ્મવેદાંતજી

તેમનો પરિચય…

2 responses to “ઉત્ક્રાન્તિ અને શક્યતા – બ્રહ્મવેદાન્ત સ્વામી

  1. pragnaju ઓગસ્ટ 29, 2016 પર 8:21 પી એમ(pm)

    કઠીન વાતની સરળ સમજુતી
    અંતરયાત્રા એ જીવને શિવમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે – અલ્ટીમેટ આલ્કેમી છે.
    અનુભિતીનો વિષય
    ધન્યવાદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: