સાભાર – શ્રી. શરદ શાહ
“…શાસ્ત્રો અને બુદ્ધ પુરૂષો આપણા માળખાને સમજવા કહે છે, જેથી આપણુ જીવન ફક્ત શરીર પૂરતું મર્યાદિત ન રહે, આપણી સંભાવનાની આપણને ઓળખ થાય.”
સમજીએ –
- ભીતર ચૈતન્ય તત્વ છે. કોઇ એને ડિવાઈન ફ્રેગમેન્ટ કહે, કોઇ એને શુદ્ધ સત્તા કહે, કોઇ એને જોનારી સત્તા કહે, કોઇ એને આત્મતત્વ કહે, કોઇ એને ડિવાઈન સ્પાર્ક કહે, કોઇ એને ચિદઅંશ કહે.
- ડિવાઈન ફ્રેગમેન્ટ ઉપર એક આવરણ છવાયુ છે. કોઇ એને સૂક્ષ્મ શરીર કહે,કોઇ એને જીવ કહે, કોઇ એને વિવિધ સંસ્કારોનુ માળખુ કહે, ઉત્ક્રાંતિમાં ધારણ કરાયેલી એક સ્થિતિ કહે. એક બીઈંગ; જે શરીર બદલતુ જાય છે, યાત્રા કરતુ જાય છે. યાત્રા ઊર્ધ્વમુખી પણ હોઇ શકે, યાત્રા અધોમુખી પણ હોઇ શકે. લાઇટ વાઇબ્રેશન્સના જગત, હેવી વાઇબ્રેશન્સના જગત.
- આ સૂક્ષ્મ શરીર ધારણ કરે છે એક સ્થૂળ શરીર. આપણો દેહ, આ પ્લેનેટ ઉપર સાંઠ કે સિત્તેર વર્ષ માટે વાપરવા અપાયેલુ એક સાધન.
- આવુ આખુ યુનિટ – ચિદઅંશ, જીવનુ માળખુ અને સ્થૂળ શરીર, જ્યારે સંસારમાં રમવા ઉતરે ત્યારે એને એક નામ મળે છે. ઓળખ આપવામાં આવે છે. મનુષ્ય સાઈકોલોજીકલ લેવલે સમાજ બનાવી ને સાથે જીવતું પ્રાણી છે. કુદરતના જગતમાં મનુષ્ય પોતાનુ આગવુ જગત નિર્મિત કરે છે. દેશ અને કાળ પ્રમાણે એ જગતના નિયમો નક્કી કરે છે. ત્યાંથી આપણા સંસારની શરુઆત થાય છે.
ધીરે ધીરે માણસ પોતાના નિર્મિત કરાયેલા સંસારમાં એવુ તો તાદાત્મ્ય અનુભવે કે, પોતાનું સાચું સ્વરૂપ વિસરી જાય છે. ભીતર બેહોશી વ્યાપેલી રહે છે. સંસારમાં જ ખોવાઈ જવાય છે. કુદરતના કાયદાઓનો ભંગ થાય છે. નવી નવી કામનાઓ, વાસનાઓ અને નેગેટિવ ઇમોશન્સમાં ઘેરાતા જવાય છે. તેમાંથી નવા નવા આવરણો બંધાતા જાય છે. આવરણો શુદ્ધ સત્તાના પ્રકાશને રોકી રાખે છે. બેહોશી અને અંધારુ વ્યાપ્ત રહે છે. અથડામણો વધારે ને વધારે થતી રહે
છે.
જીવન સાઈકલ પૂરી થાય છે. નવા આવરણો પ્રમાણે બીજ બને છે. નવી યાત્રા માટે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર મળે છે. વળી એવી ને એવી સ્થિતિ. સંતાપ,પીડા અને દુઃખ સિવાય કશુ હાથ લાગતું નથી. જીવ ક્યારેક થાકે છે. ભીતર પ્રશ્નો ઊઠે છે. પોતાના સાચા સ્વરૂપ માટે ઉત્સુક થાય છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજવાની કોશિષ કરે છે. કોઇ ને કોઇ જાગ્રત ચેતનાની મદદ મળી જાય છે.
આમ થાય ત્યારે અંતરયાત્રાના દ્વાર તેના માટે ખુલે છે
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
Bahu gahan vishay, chach thodi doobe chhe ane pachhi baha nikli jay chhe.
આપણો દેહ, આ પ્લેનેટ ઉપર સાંઠ કે સિત્તેર વર્ષ માટે વાપરવા અપાયેલુ એક સાધન.
આ સાધનનો સદ ઉપયોગ કરીને જીવનમાં ઉર્ધ્વ યાત્રા થઇ શકે અને દુરુપયોગ કરીને નિમ્ન યાત્રા થઇ શકે.
શરીરમીવ ખલુ સર્વ સાધનમ. આધ્ય્માત્મિક માર્ગની યાત્રા માટે એ એક જરૂરી સાધન છે .
ગુરુ પુ. બ્રહ્મ વેદાંતજીના વિચારો અંતરયાત્રાના દ્વાર ખોલવા માટેની ચાવી રૂપ છે.
પોતાના સાચા સ્વરૂપ માટે ઉત્સુક થાય છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજવાની કોશિષ કરે છે. કોઇ ને કોઇ જાગ્રત ચેતનાની મદદ મળી જાય છે…સૌને આમ થાય તેવી પ્રાર્થના
ખૂબ જ ગંભીર અને ગહન વાતો છે. જેમ કોઈ ખોરાક પાચ્ય બનાવવા માટે મોંમાંથી ઝરતા સ્વાદ સરસ થી માંડીને જઠર અને આંતરડા સજ્જ હોવા જોઈએ એ જ રીતે આધ્યાત્મિક વાતો પચાવવા માટે મન હૃદય અને કર્તવ્ય સજ્જ કરવું પડે. ઘણી વાતો મારી સમજ બહારની છે.
પ્રવીણ ભાઈ
તમારી મુશ્કેલી મોટા ભાગના લોકોની મુશ્કેલી છે. આ લખનારની હતી અને હજુ પણ એ અનુભવ સિદ્ધ નથી જ. પણ નીચેનું લખાણ બહુ જ ધ્યાનથી વાંચવા વિનંતી….
———-
આપણી આજુબાજુ જે છે – એ ‘મેટર’, ‘શક્તિ’, ‘બળ’ અને ‘શૂન્ય’ ના પ્રભાવે છે – વિજ્ઞાન મુજબ.
પણ આપણા મનમાં જે ચાલી રહ્યું હોય છે – સતત,સર્વ ઠેકાણે – અરે ! આપણા શરીરનો કોશે કોશ જે પ્રવૃત્તિ કરે છે, તેની અવઢવમાં આ ચાર ઉપરાંત કશુંક છે- એ આપણે આખી જિંદગી અનુભવતા આવ્યા છીએ. આખા જીવન દરમિયાન આપણી પ્રવૃત્તિઓ એ ચાર બહારના કોચલાની અંદર રહેલા ‘કશાક’ને સતત અનુભવે છે , પણ એનો પ્રભાવ છતો થતો નથી.
પણ……
જીવન જીવવાની એક રીત એવી છે કે, કર્તા ભાવ અને સતત મનના પ્રભાવ નીચે રહેવાની જગ્યાએ પ્રેક્ષક બનીને આ ‘નાટક’ ને જોવાનો મહાવરો કરવો. એ મુશ્કેલ તો છે, પણ અશક્ય કે અસાધ્ય નથી. થોડાક જ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરીએ તેમ તેમ આપણે આખા જીવનની નિંદરમાંથી જાગવા લાગીએ છીએ.
બસ આટલું જ કરીએ તો…….
કદી ન માણ્યો હોય તેવો પ્રેમ, આનંદ, શાંતિ, સર્જનાત્મકતા, કલ્પના શીલતા, સંવેદનશીલતા, કરૂણા, કૃતજ્ઞતા વિ. ભાવો અનુભવાવા લાગશે. જેમ જેમ આ અનુભવો વધતા જશે, તેમ તેમ એ ‘પરમ તત્વ’ સાથે એકરૂપ થવાની તાલાવેલી/ પ્યાસ વધતાં જશે. જીવન એક નવા જ પરિમાણ ( Dimension/ paradigm) માં રહેવા લાગશે.
બ્રહ્મવેદાન્ત સ્વામી જેવી વિભૂતિઓ તો એ ચેતનાની ટોચે પહોંચેલી છે. પણ તમારા/ મારા જેવા અબજો લોકો માટેની ઉપર જણાવી તે પ્રાઈમર છે. જુનિયર કે.જી. ની, રસીલી બાળવાતો.
પણ આ બાળવાતો અને એની પ્રેક્ટિસથી આવેલી આવડત આપણને આગળના ધોરણોમાં પ્રમોશન આપવા કાબેલ છે. જીવન જીવવાનો અદભૂત આનંદ આપણને હાથવગો કરી આપી શકે છે.
કદાચ… માનવ જીવનની – માનવના મને સર્જેલી – બધી સમસ્યાઓનો ઉકેલ પણ આ રીતમાં છે.
પ્રિય મિત્રો,
પ્રેમ.
સ્વામી બ્રહ્મવેદાંતજી ઓશોના સન્યાસી, માર ગુરુભાઈ/મિત્ર અને ગુરુ છે. તેમની નિકટ રહી જીવનને અને જીવનના રહસ્યોને સમજવાની મને તક મળી છે. જોકે એ તકનો હું પુરો લાભ નથી ઊઠાવી શકતો તે મારી પોતાની કમજોરીને પ્યાસનો અભાવ છે. પરંતુ તેમની પાસેથી જે મળ્યું છે તેને જીવનને એક નવી દિશા અને અપૂર્વ શાંતિની ઝલક આપી છે. આ લેખ શ્રેણી શરુ કરવાનુ શ્રી સુરેશભાઈએ બીડું ઝડપ્યું છે અને બને તેટલો તેમને સહયોગ આપી રહ્યો છુ. જે જીવોને સમજાય છે કે બધું મેળવ્યા છતાં પણ ભિતર એક અજંપો છે, કાંઈક ખુટે છે તેવું લાગ્યા કરે છે અને તેને કારણે ભિતર એક પ્યાસનો જન્મ થયો હોય અને જીવ પૂર્ણરુપે તૃઉતીની આકાંક્ષાથી ભરાયો હોય તેવા જીવોને આ આહ્વાન, આમંત્રણ છે અને આ લેખમાળા એક માર્ગદર્શક બની રહેશે.
સત્ય એકદમ સરળ છે પરંતુ આપણા પોતાના સંસ્કારો, પૂર્વગ્રહો, દુર્બુધ્ધી, અને અહમ જેવી આડશો છે જે સાવ સાદી વાતને સમજવામાં અવરોધરુપ બને છે. જેમ જેમ આ આડશો દુર થતી જાય છે તેમ તેમ સત્યના દરવાજા ખુલતા જાય છે અને સમજ વધતી જાય છે તેવો મારો અનુભવ છે. સૌ પ્યાસા જીવોને મારી અંતરપૂર્વકની શુભેચ્છાઓ અને આંમંત્રણ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
.”………..ભીતર પ્રશ્નો ઊઠે છે. પોતાના સાચા સ્વરૂપ માટે ઉત્સુક થાય છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજવાની કોશીષ કરે છે. કોઇ ને કોઇ જાગ્રત ચેતનાની મદદ મળી જાય છે.આમ થાય ત્યારે અંતરયાત્રાના દ્વાર તેના માટે ખુલે છે………..” સુ.જા. + “જોકે એ તકનો હું પુરો લાભ નથી ઊઠાવી શકતો તે મારી પોતાની કમજોરીને પ્યાસનો અભાવ છે. પરંતુ તેમની પાસેથી જે મળ્યું છે તેને જીવનને એક નવી દિશા અને અપૂર્વ શાંતિની ઝલક આપી છે. ”
sha.sha…..said this .ABOVE…..
I have REALLY ENJOYED THE. CONTENTS ….
ખરેખર તો , ઓશોના શબ્દો : ” કૂવા ઝંખનાર પ્યાસા પાસે આવી પહોંચે છે ! ” જેવો અનુભવ મને ફરી એકવાર થઇ રહ્યો છે . ‘ધી સિક્રેટ’ નો “લો ઓફ એટ્ત્રેકશન ” પણ આમ સિદ્ધ થતો અનુભવાય છે.ઘણા વખતથી ચાહી’ તી, તે બૂક અને “મૂવીની ડીવીડી પણ મળી . આમા રેડમંડ,સિયેટલ,(વોશીન્ગ્ટન) યુ.એસ.એ.ની ફ્રી લાયબ્રેરીની અપટુડેટ સીસ્ટમ પણ સહાયક સિદ્ધ થઇ , એક મહિના પછી મળી પૂરા ૩૧ દિવસ દિલથી ફરીથી માણી શકાઈ .
શાહરુખનો એક ડાયલોગ યાદ આવે છે :” જબ આપ અપની જદ્દો જેહત સે કુછ ચાહતે હો ( સંપૂર્ણ સમગ્રતા થી) તો સારી કાયનાત વો તુમ્હારે લિયે પાનેકે વાસ્તે જૂટ જાતી હૈ ! ”
“….કોઇ જાગ્રત ચેતનાની મદદ મળી જાય છે….” બ્રહ્મવેદાંત સ્વામી પણ આ એન્ડોર્સ કરે છે .
આનો એક અંજામ એ પણ આવી શકે કે, સુ.જા.માં મોટો[ ‘SEA CHANGE’ ] જોવા મળે !!!