“…પોતાના વાસ્તવિક સ્વરૂપને પામવાની પ્રોસેસને ધર્મ કહે છે. ધર્મના નામે પણ ઘણા ગોટાળા થાય છે. દરેક જીવ ‘સ્વ’ સ્વરૂપના બોધ માટે ઉત્સુક ન પણ હોય. દરેક જીવ ધર્મ પ્રત્યે જુદી જુદી રીતે ઉત્સુક થાય છે. “
સમજીએ –
૧) જીવન જીવતાં જીવતાં જીવ ઘડાય છે. ઘણી પીડા અને દુઃખ ભોગવે છે. ઘણા પ્રશ્નો ઊઠે છે. ઘણા જીવો પ્રશ્નોના ઉત્તરો મળે, એનાથી સંતોષ માની ફરી એ જ ઘરેડમાં ગોઠવાઇ જાય છે.
૨) ઘણા જીવોને જીવનમાં કંઇક મેળવવુ છે, જીવનમાં કંઇક બનવુ છે, પણ વ્યગ્ર મનના કારણે અંતરાયો આવે છે. કોઇ વિધિ, કોઇ માર્ગ જો મનની શાંતિ અપાવે તો બમણા જોરથી પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે ઝંપલાવી શકે. વળી, કોઇ
ઓલિયા-સંતની મહેરબાની થઈ જાય, તો પાસા પોબાર એવી ગણતરીથી ધર્મનું શરણું લે છે.
૩) ઘણા જીવો ધર્મના આચરણને બેંકના વહેવાર જેવો સમજે છે. ધર્મ પ્રત્યેની ઉત્સુકતા, જીવનમાં કામનાઓ પૂર્ણ થાય એ પુરતી જ રહે છે.
૪) ઘણા જીવો સંસારમાં સંઘર્ષ કરવા કરતાં ધર્મના નામે કોઇ શાંતિની જગ્યાએ ઠરીઠામ થઈ શકાય એ આશયથી ઉત્સુક થાય છે.
૫) ઘણા જીવોની સમજમાં આવી જાય છે કે પુનરાવૃત્તિ કરવાનો કોઇ અર્થ નથી. ઘાંચીના બળદ જેવી સ્થિતિમાંથી બદલાવટ થઈ શક્તી હોય, તો તેઓ એમ કરવા ધર્મમાં ઉત્સુક થાય છે. ધર્મના નિયમો સમજે છે. રૂપાંતરણની પ્રક્રિયા સમજે છે. રૂપાંતરણની પ્રક્રિયા આચરણમાં મુકે છે.
આમ, કુતુહલથી પ્રેરિત થયેલા જીવો છે, જીજ્ઞાસુ સાધકો છે અને મુમુક્ષુ સાધકો છે. આપણી ઉત્સુકતા શેમાં છે એ જોઇ લેવુ. પરિણામ તે પ્રમાણે !
રૂપાંતરણ એક પ્રોસેસ છે; ધર્મ ભીતરના જગતનુ સાયન્સ છે. યાત્રાએ નીકળવું હોય તો માહિતી એકઠી કરવી પડે અને નકશાઓનો અભ્યાસ કરી લેવો પડે. પણ યાદ રાખવુ કે આટલું પૂરતું નથી. યાત્રાએ ખરેખર નીકળવાનું છે, પ્રોસેસમાંથી પાસ થવાનુ છે.
ખેતીની ચર્ચા કરવાથી કે કાગળ ઉપર ઊપજની ગણતરી કરવાથી ખેતરમાં કાંઇ ઊગતું નથી. માહિતી હોય તો ઊર્જાનો બિનજરુરી વ્યય અટકાવી શકાય. આયુષ્યની એક હદ છે. ભીતરના રૂપાંતરણ માટે જરુરી જીવન ઊર્જા હોય તેવા જીવનના તબક્કામાં પૂરો પ્રયત્ન કરી લેવો પડે. જીવન ઊર્જા ક્ષીણ થાય પછી ધર્મ તરફની ઉત્સુકતા કોઇ કામની નથી. આટલો રાઈટ ડેટાનો ઉપયોગ.
વ્યસ્ત જીવનમાં જીવતાં જીવતાં પોતાના સાચા સ્વરૂપની શોધ એ મુશ્કેલ કાર્ય છે. વ્યવહારથી ભાગવાનું નથી અને વાસ્તવિક જગતને ભુલવાનું નથી. અર્જુનની જેમ બન્ને પલ્લામાં એક એક પગ રાખી બેલેન્સ જાળવવાનું છે અને સાથે સાથે પ્રતિબિંબને જોઇ લક્ષ્યવેધ કરવાનો છે…”
…… બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
Mahbharatmathi sabhaleluke—-
Sansarma sarso rahene man mari pas, Sansarama lepay nahi te jan maro das.
Sent from Samsung tabletસૂરસાધના wrote: