સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જાતની ઓળખ – બ્રહ્મવેદાંતજી

“…અત્યારે જે પ્રાણ આપણી પાસે છે તે પૂરતો પણ નથી અને શુદ્ધ પણ નથી. કાળાં વાદળાં જ્યારે સૂર્યને ઢાંકી દે છે, ત્યારે અંધારું પ્રબળ બની જાય છે. આપણે આપણી અશુદ્ધિઓ પ્રત્યે પૂરતા સભાન નથી. જો કે આપણને બીજાની અશુદ્ધિઓ સરળતાથી દેખાય છે!

     અશુદ્ધિઓનાં ઘણાં કારણો છે. અશુદ્ધિઓને કારણે ચિત્ત ભટકતું જ રહે છે, અને જીવન-ઊર્જા ખર્ચાતી રહે છે. આખી જિંદગી રઝળપાટ પછી હાથ લાગે છે- વ્યર્થતાનો અનુભવ. હાથ લાગે છે-  જીવનો બળાપો અને લાચારી.

     પ્રકૃતિનો હેતુ સમજ્યા વગર આપણું કન્ડિશન્ડ માઈન્ડ કંઇક ને કંઇક આડુઅવળું કરતું રહે છે. કામનાઓ અને વાસનાઓ વધતી જ રહે છે, અને વિકારી ભાવો પ્રગટ્યા કરે છે.”

સમજીએ –

 • ધાર્યું બધું મળે તો અહંકાર પ્રગટે.
 • અહંકાર પ્રબળ થાય એટલે મદ પ્રગટે.
 • ધાર્યું અડધું મળે તો મોહ પ્રગટે.
 • મહેનત કરી, પણ આપણને ધાર્યું ન મળ્યું, પણ અન્ય કોઇને મળ્યું તો ઈર્ષ્યા પ્રગટે.
 • મહેનત કરવી નથી અને જોઇએ છે. બીજા મેળવે છે, એ જોઇ ને અદેખાઈ આવે છે.
 • પ્રકૃતિ આપે છે તે નહીં, પણ બીજુ કંઇક જોઇએ છે; અસૂયા પ્રગટે.
 • જે મળ્યું હોય તે પુરતું હોય, તેમ છતાં બસ મેળવતા જ જાવ, ભેગું કરતા જ જાવ – એવી વૃત્તિ થી લોભ પ્રગટે.
 • પોતાના સુખને અનુરૂપ કોઇ વર્તે તો મિત્ર.  પ્રતિકુળ વર્તે તો પ્રતિદ્વંદી, શત્રુ. આવી વૃત્તિઓને કારણે રાગ અને દ્વેષ પ્રગટે.
 • પોતાનું ધાર્યું ન થાય તો ક્રોધ પ્રગટે.
 • ધાર્યું થવામાં કોઇ વચ્ચે આવે તો હિંસા પ્રગટે.

     જીવનમાં નજર કરીશુ તો જણાશે કે આવા અનેક વિકારી ભાવો ઉઠ્યા જ કરે છે. ભય, પીડા, ઇનસિક્યોરીટી, પ્રતિસ્પર્ધા, પૂર્વગ્રહો, ગિલ્ટ જેવી અનેક  વિકૃતિઓથી આપણી ચેતના ઘેરાયેલી રહે છે.

      સો કૌરવો..અને અંતે મહાભારત.

પોતાને જાણ્યા વગર,
સીધા પરમાત્માને જાણવા
નીકળનાર ભટકી પડે છે.

…બ્રહ્મવેદાંતજી

Advertisements

4 responses to “જાતની ઓળખ – બ્રહ્મવેદાંતજી

 1. સુરેશ સપ્ટેમ્બર 9, 2016 પર 5:17 પી એમ(pm)

  કદાચ આ જ વાત ગીતાના મહાન સંદેશમાં છે –

  कर्मण्येवाधिकारस्ते, मा फलेषू कदाचन ।

  ફળ મેળવવાની લાલસા જ બધાં દુઃખોનાં મૂળમાં છે.

 2. Anila Patel સપ્ટેમ્બર 9, 2016 પર 8:11 પી એમ(pm)

  Geeta niti, riti ane rajnitino triveni sangam chhe.
  Geeta bhakti, ghyan ane karmni gangotri chhe.
  Geeta satva, rajas ane tamasnu prayag tirth chhe.
  Aava gahan vishay mate satat chintan ane manan
  Jaruri chhe.

 3. pravinshastri સપ્ટેમ્બર 10, 2016 પર 10:26 એ એમ (am)

  કોઈ પણ ઉદ્દેશ વિના સ્વૈચ્છિક લટાર મારવાને ભટકવું ગણાય? સરળ પ્રવાહમાં, પ્રવાહ પ્રમાણે જ નાવડી જયા કરતી હોય તો અને કોઈ નિશ્ચિત સ્થળનું ધ્યેય પણ ન હોય તો? સુકાન હલેસાની શી જરૂર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: