સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંતરયાત્રા અને પ્રયત્ન – બ્રહ્મવેદાંતજી

      ગણિત શીખવું હોય તો પૂરી રીત શીખવી પડે. દાખલો ગણવો પડે. ગણિતના પુસ્તકને અંતે દાખલાનો જવાબ જોઇ સીધેસીધો લખી નાખીએ તો ગણિત ન આવડે.

      ધર્મ ભીતરના જગતનુ સાયન્સ છે. સંસારથી ભાગી છુટીએ કે તૈયાર ઉત્તરોથી સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ તો સફળતા ન મળે. અતૃપ્તિ રહેવાની.

      ભુખ લાગે તો રસોઇના વર્ણનો વાંચવાથી પેટ ન ભરાય. ભુખ લાગે તો રસોઇ કરવી પડે, જમવું પડે, ભુખ તૃપ્ત કરવી પડે. ફક્ત મેનુકાર્ડ વાંચવાથી પેટ ન ભરાય. ફક્ત શાસ્ત્રોનુ પઠન જ કર્યા કરીએ તો શું પરિણામ આવે ?

     રોગ થયો હોય તો ડૉક્ટર નિદાન કરી દવાનુ પ્રિસ્ક્રીપ્શન લખી આપે.પ્રિસ્ક્રીપ્શન પ્રમાણે દવા લાવવી પડે અને લેવી પડે. ફક્ત પ્રિસ્ક્રીપ્શનો વાંચ્યાં કરવાથી રોગ દુર થાય ?

      ભીતર જાગૃતિ વધે, શુદ્ધ સત્તાની આડે આવેલા આવરણો હટે,  તો પ્રેમ, ધ્યાન, શાંતિ, મસ્તી, આનંદની અનુભૂતિ થઈ શકે અને અંતે સ્વરૂપદર્શન થઈ શકે. જાગૃતિ વધારવા સઘન પ્રયાસ કરવા પડે. જીવંત આશ્રમો અને જીવંત જાગૃત ચેતનાઓનુ માર્ગદર્શન લેવુ પડે. જીવનઊર્જાને આ લક્ષ્ય માટે વાપરવી પડે. અતૃપ્તિ તો જ મટે.

      ફક્ત શાસ્ત્રો વાંચવાથી, જ્ઞાનચર્ચા કરવાથી, પ્રવચનો સાંભળવાથી માહિતી એકઠી થાય, પણ પરિણામ હાથ ન આવે, સમાધાન ઉપલબ્ધ ન થાય.

     સંસારવ્યવહારમાં કોઇ વિદ્યા પ્રાપ્ત કરવી હોય, નોકરીમાં પ્રમોશન, કોઇ પદ પ્રાપ્ત કરવું હોય, ધંધામાં બે પૈસા પ્રાપ્ત કરવા હોય, ઘરના મકાન બનાવવાં હોય, સુખસગવડના સાધનો વસાવવાં હોય તો ખાસ્સી જીવનઊર્જા ખર્ચવી પડે છે. કેટલાં બધાં આયોજનો અને પ્રયત્નો કરવાં પડે છે ! ભીતરની યાત્રા જ્યારે જીવનઊર્જા સાવ તળીયે બેઠી હોય ત્યારે શરુ કરીએ અને કોઇની કૃપાની આશા રાખીએ તે કેમ બને ? આત્મદર્શન, પરમાત્માની સત્તાને અનુભવવા માટે જીવનઊર્જા પુરા દાવથી લગાવવી પડે છે. કહે છે ને કે,

‘હરિનો મારગ છે શુરાનો,
નહી કાયરનું કામ જોને!’

      યાત્રાએ નીકળો પછી સમજાશે. પહેલા એ સ્થિતીનુ મૂલ્ય શું છે તે તો સમજાય! ઓથેન્ટિક પ્યાસ હશે તો યાત્રા અઘરી નથી

 બ્રહ્મવેદાંતજી

3 responses to “અંતરયાત્રા અને પ્રયત્ન – બ્રહ્મવેદાંતજી

  1. anilapatel1021 સપ્ટેમ્બર 14, 2016 પર 11:00 એ એમ (am)

    He ishvar, anumano ame kariye anubhav tu karavi de.

    Sent from Samsung tabletસૂરસાધના wrote:

  2. pragnaju સપ્ટેમ્બર 14, 2016 પર 1:40 પી એમ(pm)

    ભીતર જાગૃતિ વધે, શુદ્ધ સત્તાની આડે આવેલા આવરણો હટે, તો પ્રેમ, ધ્યાન, શાંતિ, મસ્તી, આનંદની અનુભૂતિ થઈ શકે અને અંતે સ્વરૂપદર્શન થઈ શકે. જાગૃતિ વધારવા સઘન પ્રયાસ કરવા પડે. જીવંત આશ્રમો અને જીવંત જાગૃત ચેતનાઓનુ માર્ગદર્શન લેવુ પડે. જીવનઊર્જાને આ લક્ષ્ય માટે વાપરવી પડે. અતૃપ્તિ તો જ મટે.
    પ્રેરણાદાયી વાત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: