સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંતરયાત્રાનાં સાધનો – બ્રહ્મવેદાંતજી

“…આપણે અંતર્યાત્રામાં જવુ છે. આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે, તેને ઓળખી લેવા જરુરી.”

     આપણી પાસે સ્થૂળ શરીર છે – ફિઝીકલ બોડી. તેમા પાંચ જ્ઞાનેન્દ્રિયો છે – આંખ, કાન, નાક, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિયો છે. – બે હાથ, બે પગ અને જીભ. આ સાધનોથી આપણે બહારના જગત સાથે સંકળાઈ  શકીએ છીએ અને કંઇક કરી શકીએ છીએ.

     કહે છે કે, આ શરીર પુરા બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. પિંડ છે તે બ્રહ્માંડ છે. કેટલીય અટપટી  પ્રક્રિયાઓ આ શરીરમાં ચાલી રહી છે. શરીરવિજ્ઞાન કુદરતની કરામતો જાણવા પ્રયત્ન કરે છે. શરીરવિજ્ઞાને ઘણી જાણકારી હાંસલ કરી છે. ઘણુ જાણી શકાયું છે અને હજુ ઘણુ જાણી શકાતું નથી.

     શ્વાસ લેવાતો રહે છે, હ્રદય ધબકતું રહે છે, એક એક કોષને લોહીનો પૂરવઠો પહોંચતો રહે છે. અગણિત વિટામિન્સ, પ્રોટિન્સ, હોર્મોન્સ બનતાં રહે છે.પાચનક્રિયા અદભૂત રીતે ચાલતી રહે છે. ઉષ્ણતામાન જળવાતું રહે છે. સોલ્ટ ક્ન્ટ્રોલ થતો રહે છે. કઈ સત્તા આ બધુ સંભાળી રહેલ છે ? આ બધું કઈ ઊર્જાથી ચાલે છે ? આ ઊર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે ?

     આ વાઇટલ એનર્જિ, બાયોઇલેક્ટ્રિસિટી કેવી ઇન્ટેલિજન્સ ધરાવે છે? એ ક્યાંથી આવે છે? જડ જગતમાંથી ચેતન જગતનો કેવો અદભૂત વિકાસ થયો છે?  કઈ સત્તા આ બધાને ઉત્પન્ન કરે છે, ધારણ કરે છે અને પોષે છે ?

     ભાગ્યે જ આપણે આ બારામાં વિચારીએ છીએ. આપણે આપણા અહંતા અને મમતાના જગતમાં ગજબના ઉલઝ્યા છીએ. કલ્પના, વાસના અને વિવિધ કામનાઓના જગતમાં જીવતાં જીવતાં ઘણી વાર આપણું શરીર છે, તેને પણ ભુલી જઈએ છીએ. મનોવ્યાપારથી જ જીવીએ છીએ.

    ફિઝિકલ બોડી, સ્થૂળ શરીર ઉપરાંત આપણી પાસે સૂક્ષ્મ શરીર છે. આ શરીરનાં સાધનો છે – મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન,બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ઊર્જાઓ છે; સાઇકિક એનર્જિ. સાઇકિક એનર્જિથી ભાવ પ્રગટે, ફિલીંગનુ જગત. સાઇકિક એનર્જિથી વિચાર પ્રગટે, જ્ઞાન પ્રગટે; થિંન્કિંગનુ જગત.

     પ્રાણી જગત સુધી વાઈટલ એનર્જિનુ સામ્રાજ્ય છે. મનુષ્યમાં વાઈટલ એનર્જિ ઉપરાંત સાઇકિક એનર્જિનુ સામ્રાજ્ય છે. આ બે ઊર્જાઓ ઉપરાંત મનુષ્યમાં એક હાયર ગ્રેડની ઊર્જા છે – કોન્શિયસ એનર્જિ, ચૈતન્ય ઊર્જા.

   સ્થૂળ શરીરના ફંકશનો થતા રહે છ, સૂક્ષ્મ શરીરના ફંકશનો થતા રહે છે; પણ કોઇને એનો બોધ થાય છે? બોધ ક્યાં થાય છે? બોધ, જાગરુકતા, અવેરનેસ, વિવેક, પ્રજ્ઞા, અવધાન, મેધા, સભાનતા – આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ. આ બધા શબ્દો કોન્શિયસ એનર્જિના ગુણધર્મોનુ વર્ણન કરવા વપરાય છે.

    વાઈટલ એનર્જિથી સ્પેસનું ભાન થાય. સાયકિક એનર્જિથી કાળનું ભાન થાય. કોન્શિયસ એનર્જિથી પોતાનું ભાન થાય! કાળાતીત અનુભૂતિ એ આત્મતત્વનું ક્ષેત્ર છે. આપણું જીવન વાઇટલ એનર્જિના અને સાઇકિક એનર્જિના જગતમાં પૂરું થઈ જાય છે. કોન્શિયસ એનર્જિનું  ડેવલપમેન્ટ એ સાધનાનુ લક્ષ્ય છે.

   બાકી ધર્મના નામે ગમે તે કર્યા કરો, સૌ સૌની મોજ !

…. બ્રહ્મવેદાંતજી

Advertisements

5 responses to “અંતરયાત્રાનાં સાધનો – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju સપ્ટેમ્બર 17, 2016 પર 9:31 એ એમ (am)

  કોન્શિયસ એનર્જિનું ડેવલપમેન્ટ એ સાધનાનુ લક્ષ્ય છે.
  અનુભિતીની વાત હજુ વિગતે વર્ણવશોજી
  આમા e=mc2 નહીં ચાલે E = mc2 famously suggests the idea that you can get a lot of energy out of a small amount of mass. But that’s not what Einstein had in mind, really, and you won’t find that equation in the original paper. The way he wrote it was M = e/c2 and the original paper had a title that was a question, which was, “Does the inertia of a body depend on its energy content?” So right from the beginning Einstein was thinking about the question of could you explain mass in terms of energy. It turned out that the realization of that vision, the understanding of how not only a little bit of mass but most of the mass, 90 percent or 95 percent of the mass of matter as we know it, comes from energy. We build it up out of massless gluons and almost massless quarks, producing mass from pure energy. That’s the deeper vision અન્દ Equating the answer, m, to this question, with the energy, E, of the pulse, moving at the speed of light, c, yields: E=mc2.
  Indian artists created visual images of dancing Shivas in a beautiful series of bronzes. In our time, physicists have used the most advanced technology to portray the patterns of the cosmic dance. The metaphor of the cosmic dance thus unifies ancient mythology, religious art and modern physics

 2. સુરેશ સપ્ટેમ્બર 17, 2016 પર 11:09 એ એમ (am)

  મારી સમજ …
  કોન્શિયસ એનર્જિનું ડેવલપમેન્ટ એ જીવન જીવવાની એક રીત છે. લક્ષ્યમાં તો કાંઈક બનવાની વાત છે. જીવન જીવવાની રીતમાં ‘ આપણે જેવા છીએ તેવા જ’ બની રહેવાનું છે.
  લક્ષ્ય સાથે મોક્ષ અને નિર્વાણની કામના પેંસી જાય છે.
  જેમ જેમ એમ જીવન જીવવા લાગીએ તેમ તેમ … આત્મતત્વની વધારે ને વધારે નજીક આપોપાપ જવા લાગીએ છીએ. કોઈકને માટે એ પથ ટૂંકો હોય અને કોઇકને જન્મો જન્મ નીકળી જાય. પણ જીવવાની મજા ‘લક્ષ્ય સ્થાને ‘ પહોંચવામાં નથી. જીવન જીવવાનો આનંદ તો એકે એક પગલે પથ પર વેરાયેલો પડ્યો માણી શકીએ છીએ.

 3. Vinod R. Patel સપ્ટેમ્બર 17, 2016 પર 2:20 પી એમ(pm)

  વાઈટલ એનર્જિથી સ્પેસનું ભાન થાય. સાયકિક એનર્જિથી કાળનું ભાન થાય. કોન્શિયસ એનર્જિથી પોતાનું ભાન થાય.

  સ્વામી બ્રહ્મવેદાંતજી” એ અંતર યાત્રાનાં સાધનોની સુંદર રીતે સમજ આપી છે.

  જીવવાની મજા ‘લક્ષ્ય સ્થાને ‘ પહોંચવામાં નથી. જીવન જીવવાનો આનંદ તો એકે એક પગલે પથ પર વેરાયેલો પડ્યો માણી શકીએ છીએ.

  Joy of Life is not in reaching the goal but in the journey of life for reaching the goal.

 4. Anila Patel સપ્ટેમ્બર 17, 2016 પર 7:52 પી એમ(pm)

  Ishvarni ketali bhavya rachana aapanu sthool sharir ane sookshma sharirthi
  sthool sharir poshatu rahe? Ishvarna sarjan-ne kalavu bahu muahkel chhe
  samany manas mate.
  Bhrahmvedantjie saras samjavyu.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: