સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંતરયાત્રાની અવસ્થાઓ – બ્રહ્મવેદાંતજી

…કોન્શિયસ એનર્જિથી અંતર્યાત્રા થાય. પ્રકાશ પડે તો રસ્તો દેખાય. પોતાનું ભાન વધે, વર્તમાન ક્ષણમાં ઠહેરાવ વધે. પછી ભીતરી રૂપાંતરણ શક્ય બને. પ્રેમ, જ્ઞાન, આનંદ, આત્મદર્શન એ બધી પછીની વાતો છે. સંભાવના આપી છે, જાગવુ, ન જાગવુ એ આપણી સ્વતંત્રતા.

 • પ્રાણીજગત
  • શરીર ઓરિએન્ટેડ જીવન; તમસનુ જીવન.
 • મનુષ્યનુ જગત
  • વધુ પડતો સાઇકિક એનર્જિનો ઉપયોગ, મન,બુદ્ધિ, ચિત્ત અને અહંકારની સક્રિયતા, ક્રિયાશીલતા, દોડાદોડી, પ્રયત્નનુ જગત; રજસનુ જગત.
 • સત્વનુ જગત
  • પોતાના હોવાપણાનો બોધ, ‘સ્વ’ની અનુભુતિ, વર્તમાન ક્ષણમાં ઠહેરાવ, ભીતરની જાગૃતિમાં ઉત્તરોત્તર વધારો – આ છે સત્વનુ જગત.

      સત્વ તરફ વધુ ને વધુ રહેવાનું થાય, પોતાના સાચા હોવાપણાનો અહેસાસ થાય, ભુતકાળ અને ભવિષ્યકાળમાં થતી ભટકનો ઓછી થાય, ચિત્ત લય અનુભવે, ભીતર સમાધાન થાય, નવાં નવાં દર્શનો થાય, કારણ વગર મસ્તી પ્રગટે, એક ગહેરી શાંત  સ્થિતી અનુભવાય તો આત્મતત્વના ક્ષેત્ર તરફ યાત્રા થાય છે એમ જાણવું.

     આત્મતત્વની સત્તા માત્રથી કેટલીય અશુદ્ધિઓનાં આવરણ હટવાં લાગશે. પ્રકાશ આવે એટલે અંધકાર ન રહે. શુદ્ધ આત્મતત્વની અનુભૂતિ થાય ત્યાં સુધી અંતરયાત્રા છે. નિર્વાણ, વિસર્જન પછીની વાતો છે.

       અત્યારે આપણી પોતાની શી હાલત છે તેનુ ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વેશન કરી લેવું. તટસ્થ – તટ ઉપર થઈને જોઇ લેવુ.

યાત્રાની શરુઆત તો
આપણે જ્યાં હોઇએ ત્યાંથી થાય.

…….બ્રહ્મવેદાંતજી

5 responses to “અંતરયાત્રાની અવસ્થાઓ – બ્રહ્મવેદાંતજી

 1. સુરેશ સપ્ટેમ્બર 20, 2016 પર 8:30 એ એમ (am)

  આત્મતત્વની સત્તા માત્રથી કેટલીય અશુદ્ધિઓનાં આવરણ હટવાં લાગશે.
  મારી સમજ…

  જીવનના પ્રવાહની જેમ આ સતત ચાલતી પ્રક્રિયા હશે?
  એકાએક તો શિખર પર નહીં જ પહોંચાતું હોય ને?
  જન્મજાત, બેભાનાવસ્થામાં જ રમતા રહેવાની આદતના કારણે અટકી તો નથી ગયા ને?
  એમ અટકી ગયા – એની ખબર પડે તે માટે સતત જાગતા રહેવાનો અભ્યાસ કરતા રહેવું જોઈએ?

  • Sharad Shah સપ્ટેમ્બર 20, 2016 પર 10:12 એ એમ (am)

   એક એક રન જોડતાં જોડતાં સેન્ચુરી થાય. પહેલા ચોક્કે સેન્ચુરી નથી થતી. અને મેચમા સેન્ચુરી મારવા ખુબ નેટ પ્રેક્ટિસ કરવી પડે. આપણને સચીન સેંચુરી મારી તે તો દેખાય પણ તે મારવા કેટલી નેટ પ્રેકટિસ કરી તે નથી દેખાતું. બધા બુધ્ધ પુરુષોનુ આવું જ હોય.

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 20, 2016 પર 12:30 પી એમ(pm)

  બધા બુધ્ધ પુરુષોનુ આવું જ હોય.-શરદભાઈ

  એક હળવી વાત ….પરુષો ત્રણ પ્રકારના હોય ….

  બધ્ધ (માયામાં બંધાયેલા ) પુરુષો, બુદ્ધ ( તત્વ જ્ઞાની ) પુરુષો અને બુધ્ધુ ( અજ્ઞાની ) પુરુષો

  • Sharad Shah સપ્ટેમ્બર 20, 2016 પર 1:14 પી એમ(pm)

   એક બીજી વાત કરું. ગૌતમ બુધ્ધે સદા મૂર્તિ પૂજાનો વિરોધ કરેલ અને ગૌતમ બુધ્ધના થયે પાંચસો વરસે બુધ્ધ ધર્મનો અંગિકાર રાજા-મહારાજો કરતાં તેમની એટલી બધી મૂર્તિઓ બની કે મૂર્તિ માટે આક્રમણ ખોર મુસ્લીમ શહેનશાહોએ “બુત” શબ્દ અમલમાં મુક્યો અને મંદિરને બુતખાના કહેતા. ત્યાર બાદ બુધ્ધ ધર્મનો એટલો બધો ફેલાવો થતો ગયો કે તે વખતના હિન્દુઓને હિન્દુ ધર્મ પર મોટો ખતરો લાગ્યો અને અહીં ભારતમાં અનેક બુધ્ધ ધર્મીઓની કત્લેઆમ શરુ થઈ. કેટલાય મઠ અને બૌધ્ધ ધર્મ સ્થાનોને જમીન દોસ્ત કરવામાં આવ્યા. અનેક બુધ્ધો અને તેમના ગુરુઓ ભારત છોડી ભાગ્યા અને આજુબાજુના દેશોમાં શરણ લીધી. અહીં જે બૌધ્ધો બચ્યા તેમને ક્ષુદ્રના કામો કરવા ફરજ પાડવામાં આવી. બુધ્ધને બદનામ કરવા બૌધ્ધ ધર્મીઓને માટે બુધ્ધુ શબ્દનો પ્રયોગ શરુ થયો. આ ભારતનો કલંકિત ઈતિહાસ છે અને હિન્દુઓએ તેને ક્યારેય ઊજાગર નથી થવા દીધો. પણ વિદેશમાં જઈ વસેલાં બૌધોએ તેનો ઊલ્લેખ તેમના ઈતિહાસમા કરેલ છે.

 3. pragnaju સપ્ટેમ્બર 20, 2016 પર 1:15 પી એમ(pm)

  યાત્રા તો ચાલતી જ હોય પણ સાક્ષીભાવે નીહાળી પવિત્ર થઇ યાત્રા કરો તે અંતરયાત્રા…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: