“અંતરયાત્રામાં નીકળવુ છે?
તો ખુબ ઊંચા ગ્રેડની એનર્જિ જોઇશે.”
કાળા ઓઇલથી ક્રૂડ એન્જીન ચાલે. વજન વહન કરવાની ટ્રકો સારુ ઈંધણ માગે, ડિઝલ જોઇએ. પેટ્રોલથી ચાલતા વાહનોમાં ડિઝલ ન વપરાય. વિમાનમાં સાદું પેટ્રોલ ન ચાલે, ત્યાં જોઇએ એવિએશન ફ્યુએલ. સ્પેસની યાત્રાએ નીકળવું હોય તો, રોકેટમાં એવિએશન ફ્યુઅલ પણ ન ચાલે, રોકેટ માટે સોલિડ ફ્યુએલ, લિક્વિડ ઓક્સિજન અને એવા ખુબ હાયર ગ્રેડના ઈંધણની જરુર પડે.
ભીતર પ્રાણ શરીર છે (ઈથરિક બોડી), ભાવ શરીર છે (એસ્ટ્રલ બોડી), જ્ઞાન શરીર છે (મેન્ટલ બોડી) અને આનંદ શરીર છે (સ્પિરિચ્યુઅલ બોડી). સૂક્ષ્મ અને હાયર ઇન્ટેલિજન્સ ધરાવતી ઊર્જાઓની જરુરત પડે. આપણી પાસે જે એનર્જિ છે તેનું શુદ્ધીકરણ કરવું પડે. ક્રૂડ ઓઇલ રોકેટમાં ન ભરાય. ભીતરની યાત્રા સ્પેસ ટ્રાવેલ જેવી છે. ચિત્ત આકાશ પછી ચિદ્ આકાશ.
ઊર્જાના શુદ્ધીકરણ, ઉર્ધ્વીકરણ અને રૂપાંતરણની પ્રોસેસ છે. આ શરીરને ટ્રાન્સફોર્મિંગ એપરેટસ કહ્યુ છે. આપણા સાંભળવામાં આવે છે કે ભાવશુદ્ધિ, જ્ઞાનશુદ્ધિ, ચિત્તશુદ્ધિ જરૂરી છે. પછી જ અંતરયાત્રામાં પરિણામો મળે. સૌ પ્રથમ પૂરતી ઊર્જા તો હોવી જોઇએ ને ? અત્યારે તો જીવન એવી રીતે ગોઠવાયું છે, અને શરીરના સ્તરે અને સાયકિક સ્તરે એવી આપાધાપી છે કે, જીવનઊર્જા ત્યાં જ વપરાઇ જાય છે. પૂરતી ઊર્જા જ નથી !
વ્યવહારના ક્ષેત્રમાં પૈસાની ભાષાથી આપણે પરિચિત છીએ. પૈસાની કમાણી ઓછી હોય અને ખર્ચાઓ વધુ હોય તો નાણાંભીડ અનુભવાય. સાધનાના ક્ષેત્રમાં આવુ જીવન ઊર્જાના બારામાં અનુભવાય છે. પૂરતી અને ઊંચા ગ્રેડની જીવન ઊર્જા હોય તો ‘સ્વ’ અનુભુતિના લક્ષ્ય તરફ જઈ શકાય. જીવનઊર્જાને પ્રેપરેશન, પ્યોરીફિકેશન અને પરફેકશનના તબક્કાઓમાંથી પસાર કરવી પડે છે.
વાસ્તવિકતા તો એ છે કે જીવનઊર્જા સંસાર-વ્યવહારમાં ખૂબ જ ખર્ચાઇ જાય છે, એટલે સદાય ઊર્જાભીડ અનુભવાય છે.
સ્વબોધનુ લક્ષ્ય હોય તો, કોન્શિયસ એનર્જિનુ વધુ અને વધુ પ્રગટીકરણ થાય, તેવી રીતે જીવનમાં આયોજન કરવું પડે. તમસ અને રજસના ક્ષેત્રમાંથી ચિત્ત મુક્ત થશે, સત્વના ક્ષેત્રમાં રહેતું થશે તો યાત્રા શક્ય બનશે.
….બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ