“શુદ્ધ સત્તા ઉપર જીવનું એક માળખું છે. તેમા ઉમેરાય છે પર્સનાલિટીનું કવચ, તેમા ઉમેરાય છે ફોલ્સ-પર્સનાલિટીનું કવચ.”
સમજીએ –
ફોલ્સ-પર્સનાલિટી, માની લીધેલું જગત. કલ્પના અને પ્રોજેક્શનનું જગત. જે છે જ નહીં છતાં ધારી લીધેલું જગત, માની લીધેલું જગત.
પર્સનાલિટી – સંસાર વ્યવહારમાં જીવવા માટે જુદા જુદા પાત્રો ભજવવાં પડે છે. જુદા જુદા મુખવટા પહેરવા પડે છે તેનું જગત. ક્યાંક પતિ બનવું પડે, ક્યાંક બાપ બનવું પડે, ક્યાંક સાહેબ બનવું પડે, ક્યાંક નોકર બનવું પડે.
એસેન્સ – પોતાની પોટેન્શિયાલિટી. પોતાના જીવની કેરેક્ટરિસ્ટિક, એક આગવી ભાત, પોતાના જીવને રસ આવે એવી પ્રવૃત્તિઓનું જગત.
અંતરયાત્રાની પ્યાસ હોય તો સૌ પ્રથમ કયા જગતમાં વધુ રહેવાનુ થાય છે, તે તપાસો. ફોલ્સ-પર્સનાલિટી તો ત્યજી જ દેવી પડે. ભ્રમણાનું જગત તો છોડવું જ પડે.
પર્સનાલિટીના જગતમાં જવાબદારી તો વહન કરવાની છે. પણ ભરાઇ પડવાનું નથી. પોતાના એસેન્સને અનુરૂપ વધુ જીવવુ પડે. એસેન્શિયલ જીવાતું હશે તો જીવને રસ આવશે. ચિત્ત ઠહેરશે.
રિયલ સેલ્ફની વાત તે પછી શક્ય બને. ભીતરની યાત્રા કરવી છે. ભીતર બોધનો વિકાસ કરવો છે. જેમ બુદ્ધિના વિકાસ અર્થે ભણવું પડે, અભ્યાસ કરવો પડે, જીવન ઊર્જાને તે અર્થે વાપરવી પડે. તે જ પ્રમાણે બોધના વિકાસ અર્થે ભણવું પડે, અભ્યાસ કરવો પડે, જીવન ઊર્જા તે અર્થે વાપરવી પડે.
મૂલ્યની ચુકવણી વગર કાંઈ મળતું નથી.
….. બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
“પર્સનાલિટીના જગતમાં જવાબદારી તો વહન કરવાની છે. પણ ભરાઇ પડવાનું નથી. પોતાના એસેન્સને અનુરૂપ વધુ જીવવુ પડે. એસેન્શિયલ જીવાતું હશે તો જીવને રસ આવશે. ચિત્ત ઠહેરશે”.
જેમ બુદ્ધિના વિકાસ અર્થે ભણવું પડે, અભ્યાસ કરવો પડે, જીવન ઊર્જાને તે અર્થે વાપરવી પડે. તે જ પ્રમાણે બોધના વિકાસ અર્થે ભણવું પડે, અભ્યાસ કરવો પડે, જીવન ઊર્જા તે અર્થે વાપરવી પડે.
ચિતમા મઢી રાખવા જેવા સૂત્રો
સાચા, ખોટા કે ભ્રામિક આનંદમાં મોજથી જીવીને મોજથી મરી જવામાં માનવા વાળા મારા જેવા અબજો માનવી હશે જેઓ ભિતર બહારની કોમ્પ્લેક્ષ વાતોમાં પડ્યા વગર જીવનના પ્રવાહાનુસાર “છે સરા સરા…” નો માર્ગ અપનાવ્યો હશે. માફ કરજો મિત્રો…મને અને મારા વિચારો ને. જ્ઞાનીઓના વેણ અને માર્ગદર્શન કોઈકને ડિપ્રેશનમાંથી બહાર લાવે કોઈકને ડિપ્રેશનમાં ધકેલે પણ ખરા. આ તો મારું માનવું કે અજ્ઞાન પણ હોઈ શકે.