સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કર્તાભાવ અને પ્રેક્ષકભાવ – બ્રહ્મવેદાંતજી

      “આત્મતત્વ સૌમાં છે. સરળતાથી અનુસંધાન ( એની સાથે જોડાણ) થતું હોય, તો ઉત્તમ સમાધાન. કંઈ કરવાની, કંઇ જાણવાની જરુર નથી, પણ જો અનુસંધાન સરળતાથી ન થતું હોય, તો પ્રયાસ કરવો પડે. “

     ચિત્તનુ ભટકન જોઇ લેવું. મન, બુદ્ધિ અને અહંકારના અજંપા જોઇ લેવા, કામના અને વાસનાનું જગત જોઇ લેવું. જોતાં થવાશે તો કોઇને પુછવું નહીં પડે. ભીતર બધું દેખાશે.

જુવો, જાણો અને જાગો.

     વ્યવહારનું જગત એ પર્સનાલિટિનું જગત, મુખૌટાઓનું જગત છે. સંસારની રમતમાં છીએ એટલે કંઈ ને કંઈ કરવું પડે. તેમાથી કર્તાભાવ જન્મે, ‘હું’ જન્મે.

      કર્તાના ફંકશન્સ જુદાં જુદાં હોય. પુત્ર આગળ એ પિતા બને, પત્ની આગળ એ પતિ બને, શેઠ આગળ એ નોકર બને. આમ થતાં થતાં ઘણા પ્રકારના ‘હું’ નિર્મિત થઈ જાય. કર્તાભાવ ગહેરો થતો જાય. અહંકારનુ ક્ષેત્ર નિર્માણ થઈ જાય, બંધાતા જવાય. રિયલ હોવાપણું, સાચું સ્વરૂપ ભુલાઈ જવાય.

      અહં શબ્દ બન્યો છે ‘અ’ અને વિસર્ગ ‘હ’ માંથી. એક વર્ણમાળાનો પહેલો શબ્દ છે, બીજો વર્ણમાળાનો છેલ્લો શબ્દ છે. અહંકારનુ ક્ષેત્ર વિશાળ થઈ જાય છે, એ દર્શાવવા આ શબ્દ બન્યો.

     આત્મતત્વ ક્યાંયથી લાવવાનું નથી. કર્તાભાવ ઓછો થાય, દ્રષ્ટાભાવ વધે, અંદર જોવાતું થાય, તો વાત બને, અંગ્રેજીમાં શબ્દ છે : રેકોગ્નિશન.

    બુદ્ધિનો વિકાસ બહુ થયો, હવે બોધના વિકાસની જરુર છે. મનુષ્યજાતિ ત્યાં સુધી અતૃપ્ત રહેશે. બોધ એ સમજવા કરતાં અનુભવવાનો વિષય છે.

       ભીતર બોધ પ્રગટે એટલે શું ? ભીતર અનુસંધાન કરવું એટલે શું ? ભીતર અનુસંધાન કેમ કરવુ? તે બધું સમજાવવા, તેને વિસ્તારથી કહેવા શબ્દો તો વાપરવા પડે, માહિતી તો આપવી પડે. આ બધુ સાઇકિક એનર્જિથી અપાય, સાઇકિક એનર્જિથી કહેવાય, સાઇકિક એનર્જિથી સંભળાય. પછી એમ લાગે કે બધુ સમજાઇ ગયું !

પ્રપંચ !

     જાણકારી મળે એને ફક્ત સ્મૃતિનો ભાગ બનાવવાનો નથી. અનુભૂતિના જગતમાં પ્રયોગાત્મક અનુભવ કરવાનો છે. અહીં ભ્રમનો મોટો પ્રદેશ છે. જાણકારી મેળવી, જ્ઞાનચર્ચાઓ કરી, માહિતી એકઠી કરી; ઘણી વાર નકલી સમાધાન પણ થઈ જાય છે ! સમાધાન જેવુ લાગે ! કહે છે કે બ્રહ્મ અને ભ્રમ પાસે પાસે હોય છે !

     પ્રકૃતિમાં પ્રસંગો, ઇવેન્ટ્સ સામે આવશે. અસલી સમાધાન હશે તો ટકશે, નકલી સમાધાન ઝાઝો વખત ટકતું નથી. સાવચેત રહેવુ જરુરી.

….બ્રહ્મવેદાંતજી 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: