સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ક્લોઝેટમાં સંવાદ – શ્રી. નરહરિ પટેલ

નટવરલાલે બહારથી આવીને નવું જ લાવેલું પાટલૂન હેન્ગર પર ભરાવી લટકાવી દીધું અને ક્લોઝેટ બંધ કરી દીધું.

અને…

અંધારા ક્લોઝેટમાં   સંવાદ શરૂ થઈ ગયો.

જૂનું પાટલૂન ( નિસાસા સાથે) 

  • હવે મારો જમાનો વીતી ગયો. નટવરલાલ હવે થોડાજ મને પહેરવાના?

નવું પાટલૂન 

  • ના રે ના. મારો વારો તો કોઈ પાર્ટીમાં જતી વખતે જ આવવાનો. હું તો શોભાના ગાંઠિયાં જેવું જ. રોજ ખરા કામની વખતે તો હજુ તારો જમાનો એમનો એમ જ.

જૂનું પાટલૂન

  • એ તો ઠીક મારા ભાઈ. મન મનાવવાની વાત. નવી રાણી જેવું માન તો તારું જ રહેવાનું.

નવું પાટલૂન

  • નવી કે જૂની. બન્ને કામનાં જ ને? થોડાં નકામાં થઈ જવાનાં?

જૂનું પાટલૂન  ( નિસાસા સાથે) 

  • ઠીક. પણ એકાદ વરસ. પછી તો મને ફેંકી જ દેશેને?

નવું પાટલૂન 

  • હોય કાંઈ? નટરવલાલ ઉદાર માણસ છે. તને સાલ્વેશન આર્મીમાં દાન આપી દેશે.

જૂનું પાટલૂન

  • પણ મારી છાપ તો જૂનાની જ ને?

નવું પાટલૂન 

  •  હોતું’શ વળી કૈં? તારા નવા માલિક વખતે એનુ જૂનું પાટલૂન ફેંકી દેશે, અને તું ય એ નવા માલિક માટે નવી રાણી જેવો મોભો ધરાવીશ.

જૂનું પાટલૂન

  • પણ તું તો નટવરલાલનું માનીતું જ રે’વાનું ને?

નવું પાટલૂન

  • ભઈલા મારા! નવી વહુ નવ દા’ડા. પછી હું ય તારા વાળા હેન્ગર પર અને પછી સાલ્વેશન આર્મીમાં !

કલ્પનાકાર…

image000000

અમદાવાદમાંથી ડેપ્યુટી. સુપ્રિ. ઓફ પોલિસ પદેથી નિવૃત્ત શ્રી. નરહરિ પટેલ –

નરહરિ ભાઈએ બનાવેલ યંત્ર વિશે જાણો !


અને બે ફદિયાં આ જણનાં ….

આ બે પાટલૂન વચ્ચેનો સંવાદ છે કે,
મારી, તમારી, સૌની કથા/ વ્યથા છે?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: