સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભીતરની જાગૃતિ – બ્રહ્મવેદાંતજી

બોધનો વિકાસ એટલે શું ? કોન્શિયસ એનર્જિનો વિકાસ એટલે શું ?

સમજીએ –

      માણસ થ્રી-બ્રેઇન બીઈંગ છે. તેમા ત્રણ એનર્જિ કામ કરે છે. સ્થૂળ શરીર પૂરતી વાઇટલ એનર્જિ, સૂક્ષ્મ શરીર પૂરતી સાઇકિક એનર્જિ અને ‘સ્વ’ અનુભવ માટે કોન્શિયસ એનર્જિ.

     શારીરિક શક્તિનો વિકાસ કરવો હોય, તો વ્યાયામ કરવો પડે, અખાડામાં જવું પડે, જીમ્નેશિયમમાં જવું પડે. તે વિષયના જાણકારો પાસે માર્ગદર્શન લેવું પડે, તાલીમ લેવી પડે. તેવી જ રીતે – બોધના વિકાસ અર્થે, કોન્શિયસ એનર્જિના ડેવલપમેન્ટ માટે જીવંત સ્કૂલો, જીવંત આશ્રમોમાં જવું પડે. તે વિષયોની જાણકાર જાગ્રત ચેતનાનું માર્ગદર્શન લેવુ પડે, તાલીમ લેવી પડે.

     ઈતિહાસ, ભુગોળ શીખવા હોય, ગણિત શીખવું હોય, ફિઝીક્સ-કેમેસ્ટ્રીના વિષયોનું જ્ઞાન લેવુ હોય તો જીમ્નેશિયમમાં ન જવાય. સો-બસો દંડબેઠકો વધુ કરવાથી કે થોડા વધુ સૂર્યનમસ્કાર કરવાથી, શરીરના લેવલે કસરતો વધારવાથી  ઈતિહાસ-ભુગોળ ન આવડે ! તે માટે સ્કૂલ-કોલેજમાં ભણવું પડે. બુદ્ધિનું સ્તર અલગ છે. ત્યાની પ્રક્રિયા અલગ છે.

     આવું જ ભીતરની જાગૃતિ, બોધ વધારવા બારામાં છે. બુદ્ધિ વડે જાણકારી પ્રાપ્ત કરવાથી, સ્મૃતિનો ભંડાર વધારવાથી, શાસ્ત્રોના અભ્યાસ માત્રથી, વિવિધ ધર્મોના અભ્યાસ માત્રથી ભીતરની જાગૃતિ ન વધે! આ પ્રપંચ સમજી લેવા જેવો છે.

જાગૃતિનું સ્તર અલગ છે.
ત્યાંની પ્રક્રિયા અલગ છે.

     શારીરિક શક્તિનો વિકાસ કરવાથી બુદ્ધિ ન વધે, તેમ બુદ્ધિનો વિકાસ કરવાથી જાગરૂકતા ન વધે. આ ભેદ ભીતરથી સમજાઇ જવો જોઇએ.

   ગ્રાઉન્ડ-ફ્લોર પર ગમે તેટલા આંટા મારીએ, પણ દાદરો ન ચડીએ ત્યાં સુધી ઉપર ન જવાય. કેટલીયે લાંબી હોરિઝોન્ટલ યાત્રા કરો, ગમે તેટલો વિસ્તાર કરી લો, પણ વર્ટિકલ યાત્રા ન થાય. વર્તુળને ગમે એટલું મોટું કરો, તો પણ ગોળો, સ્ફીયર ન બને.

    ભીતરની જાગૃતિ, ભાન, અવધાન, બોધ, અવેરનેસ; એ શબ્દો જેના માટે વપરાય છે તે સ્થિતી ઉત્ક્રાન્તિમાં નવું ડાઈમેન્શન છે.

….. બ્રહ્મવેદાંતજી

3 responses to “ભીતરની જાગૃતિ – બ્રહ્મવેદાંતજી

 1. pragnaju October 5, 2016 at 6:42 am

  સતત જાગરણ વિષે સરળ સુંદર સમજુતી

 2. Anila Patel October 5, 2016 at 10:53 am

  Bhitarni jagruti mate man ane chitt ekagra thavu jaruri chhe ane ej agharu chhe.

  • સુરેશ October 5, 2016 at 3:17 pm

   મન અને ચિત્ત એકાગ્ર થવું – આ એક કલ્પના છે. મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે. એ એકાગ્ર થાય એ સામાન્ય માણસ માટે લગભગ અશક્ય વાત છે.
   પણ મનમાં ચાલતા તરંગો પર એક પ્રેક્ષક તરીકે જોતાં શીખી શકાય – શરૂઆત થોડીક સેકંડો માટે જ. અભ્યાસથી આવો પ્રેક્ષક ભાવ વધારી શકાય. ધીમે…. ધીમે…. મન શાંત પડવા લાગે. તરંગો ઓછા થાય.

   આટલું થવા લાગે તો પણ … જીવન એક નવા જ રૂપમાં માણી શકાય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: